બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / આરોગ્ય / Consume apples vegetables linseed soybeans to get rid of cholesterol problem

Health tips / હાર્ટ એટેકના મૂળ પર વાર, લોહીમાં જામેલા કોલેસ્ટ્રોલને આ 5 ફૂડ કાઢી નાંખશે બહાર, મન ભરીને ખાઓ

Kishor

Last Updated: 09:38 PM, 29 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોલેસ્ટ્રોલની સમસ્યાથી છૂટકારો મેળવવા સફરજન, શાકભાજી, અળસી, સોયાબીન અને તેનાથી બનેલી પ્રોડક્ટ્સનું સેવન કરવું લાભદાઈ નીવડે છે.

  • કોલેસ્ટ્રોલની સમસ્યાથી છૂટકારો મેળવવા આટલું કરો
  • સફરજન, શાકભાજી, અળસી, સોયાબીનનું સેવન કરવું
  • કોલેસ્ટ્રોલથી હાર્ટ અટેક અને સ્ટ્રોકનો ખતરો 

કોલેસ્ટ્રોલની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે કેટલાક ફૂડ્સ ખુબ જ મદદગાર સાબીત થઇ શકે છે. આ ફૂડ્સમાં રહેતા પોષક તત્વો લોહીમાં જામેલા કોલેસ્ટ્રોલને ઓગાળી નાખે છે. કોલેસ્ટ્રોલથી હાર્ટ અટેક અને સ્ટ્રોકનો ખતરો વધી જાય છે. આ આરોગ્યસ્પ્રદ ફૂડ ખાવાથતી ઇમ્યુનિટીમાં પણ વધારો થાય છે. ત્યારે આ ફૂડ્સ ક્યા ક્યા છે તેનાથી શું ફાયદો થાય છે આવો વિગતે જાણીએ.

ગુડ કોલેસ્ટ્રોલ વધારવા માટે આ પાંચ બાબતોનું રાખો ખાસ ધ્યાન, હાર્ટ એટેકનો  ખતરો નહી રહે, જાણો વિગત | how to increase good cholesterol in body

સફરજન

કોલેસ્ટ્રોલ ઘટાડવામાં સફરજન ખુબ જ લાભદાયી છે. અનેક સંશોધનમાં જાણવા મળ્યું છે કે સફરજનના સેવનથી કોલેસ્ટ્રોલનું લેવલ 40 ટકા જેટલું ઘટી જાય છે. ક્લીવલેન્ડ ક્લિનિકના રિપોર્ટ પ્રમાણે સફરજનમાં રહેલા ફાઇબર અને અન્ય એન્ટી ઓક્સિડેન્ટ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે. રોજ બે સફરજન ખાવાથી શરીરને ફાયદો થાય છે. આ સિવાય કેળા, જાંબુ, દ્રાક્ષ અને સ્ટ્રોબેરી ખાવાથી પણ કોલેસ્ટ્રોલ ઘટે છે. 

શાકભાજી

હાઇ કોલેસ્ટ્રોલના દર્દીઓએ શાકભાજીનું વધુ પ્રમાણમાં સેવન કરવું જોઇએ. શાકભાજીમાં રહેલા પોષકતત્વો કોલેસ્ટ્રોલ ઘટાડી હ્યદયને ફાયદો પહોંચાડે છે. શાકભાજીમાં ફુલાવર, કોબીચ, ટમેટા, મરચા, અજમો, ગાજર, પાલક અને ડુંગળીથી ઝડપથી કોલેસ્ટ્રોલ ઘટી જાય છે. આ તમામ શાકભાજીમાં ફાઇબર તથા પ્રોટીન હોય છે જેનાથી કોલેસ્ટ્રોલની સાથે ટ્રાઇગ્લિસરાઇસ પણ ઘટે છે. શાકભાજીનું જ્યુસ પીવાથી પણ ઘણી રાહત થાય છે. 

વજન ઘટાડવાના ચક્કરમાં માત્ર ફ્રૂટ્સ અને શાકભાજી ખાતા હોવ તો..., જાણી લેજો  શરીર પર તેનાથી થતી અસર | If you eat only fruits and vegetables in the  circle of weight loss..., know

અળસી

અળસીના બીને કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે રામબામ ઇલાજ તરીકે ઓળખવામાં આવે છે. અળસીના બીજમાં ફાઇબર, ઓમેગા 3 ફેટી એસિડ સહિત અનેક પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. અળસીના બીજ સિવાય અખરોટ, બદામનું સેવન લાભદાયક સાબીત થશે. 

એક સફરજન ખાવાથી થાય છે આ 7 ગજબ ફાયદા | benefits of Apple

સોયાબીન અને તેનાથી બનેલી પ્રોડક્ટ્સનું

કોલેસ્ટ્રોલના દર્દીઓએ સોયાબીન અને તેનાથી બનેલી પ્રોડક્ટ્સનું સેવન કરવું જોઇએ. ટોફુ એક લોકપ્રીય સોયાબીન ફૂડ છે અને સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. સોયાબીન અને ટોફને કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે ખુબ જ અસરકારક માનવામાં આવે છે. તેમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે જેથી શરીરન શક્તિ મળે છે. સોયાબીન મિલ્ક પણ શરીર માટે બેસ્ટ છે. કેટલાક અનાજનું સેવન કરવું પણ કોલેસ્ટ્રોલ સામે ફાયદો અપાવે છે. ઓટમીલને કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે સારું માનવામાં આવે છે. અનાજમાં સોલ્યુબલ ફાઇબર હોય છે જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં કારગર સાબીત થાય છે, કારણ કે તે કોલેસ્ટ્રોલને ઓગાળી નાખે છે. આ સિવાય ક્વિનોઆ, જઉં, રાઇ અને બાજરો પણ કોલેસ્ટ્રોલ માટે ખુબ જ ફાયદાકારક છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ