ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
કોંગ્રેસે મંત્રી અને Dy CM પદ માંગ્યું
સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસે CWCની બેઠક બાદ એવી માંગ કરી છે કે શિવસેનાના મુખ્યમંત્રી હોય પણ NCP અને કોંગ્રેસના બે નાયબ મુખ્યમંત્રી હોય. આ સાથે કેબિનેટ મંત્રાલયમાં પણ શિવસેના-NCP અને કોંગ્રેસના 14-14 મંત્રી હોવા જોઈએ. જો શિવસેના આ ફૉર્મ્યુલા સ્વીકારવા તૈયાર હોય તો કોંગ્રેસ ટેકો દેવા તૈયાર છે.
ADVERTISEMENT
શિવસેના સાંજે 6 વાગ્યે રાજ્યપાલને મળશે
જો કોંગ્રેસના મવડી મંડળના કહેવા મુજબ બપોરે 4 વાગ્યાની મિટીંગ પુરી થયા બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે. એ જ વચ્ચે સાંજે 6 વાગ્યે ઉદ્ધવ ઠાકરે રાજ્યપાલને મળવા પહોંચશે અને સાંજે 7.30 વાગ્યા સુધીમાં શિવસેના સરકાર બનાવશે કે કેમ તે અંગે ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
ADVERTISEMENT
કેન્દ્રીય મંત્રી અરવિંદ સાવંતનું મોટું નિવેદન
કેન્દ્રીય મંત્રી અરવિંદ સાવંતે રાજીનામું આપ્યાં બાદ કહ્યું કે મહારાષ્ટ્રમાં નવી સરકાર બની રહી છે. ઠાકરે પરિવાર વચનો પાક્કો છે અને તે નિભાવીને રહેશે. ભાજપ સાથે 50-50 ફોર્મ્યુલાનો વાયદો હતો અને તેમાં CM પદ પણ શામેલ હતું પરંતુ તે ભાજપે નિભાવ્યો નહીં. ઠાકરે પરિવારને આ બાબતથી દુઃખ પહોંચ્યું છે અને તેથી જ અમારું ગઠબંધન ટુટ્યું છે. આવી પરિસ્થિતિમાં મારું કેબિનટેમાં રહેવું યોગ્ય નથી. મેં મારું રાજીનામું PM મોદીને મોકલી આપ્યું છે. મારું રાજીનામું આપવાનો મતલબ તમે સમજી જ શકો છો.
ADVERTISEMENT
કેવી રીતે બનશે શિવસેનાની સરકાર
શિવસેના પાસે 56 ધારાસભ્યો છે. મહારાષ્ટ્રમાં કુલ વિધાનસભાની 288 બેઠક છે. કોઇપણ પક્ષને સરકાર બનાવા માટે 145નો આંકડો જોઇએ. આવા સમયે 54 બેઠકવાળી શરદ પવારની NCPનું સમર્થન શિવસેનાને મળી જાય તો પણ આંકડો 110 સુધી પહોંચી શકે છે. ત્યારે શિવસેનાને સરકાર બનાવવા માટે દાવા રજૂ કરવા પર 35 ધારાસભ્યોના સમર્થનની જરૂરિયાત પડે.
ADVERTISEMENT
એવામાં અન્ય પાર્ટી તેમજ અપક્ષ ઉમેદાવારના ખાતામાં 27 બેઠક ગઇ છે. જ્યારે કોંગ્રેસ પાસે 44 સીટ છે. આવામાં શિવસેના ગઠબંધનને એનસીપી સિવાય 35 બેઠકની જરૂરિયાત પડી શકે છે. આમ આવા સંજોગોમાં કોંગ્રેસના સમર્થન સિવાય કોઇ વિકલ્પ નથી. આમ કોંગ્રેસ, શિવસેના અને NCP સાથે આવી જાય છે તો આ ગઠબંધન બહુમતિના જાદુઇ આકાડાંને પાર કરી શકે છે. ત્રણેય પક્ષની કુલ 154 બેઠક થઇ જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો