ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / Politics / Congress will be king maker in maharastra political crisis

રાજનીતિ / મહારાષ્ટ્રમાં કોંગ્રેસ કિંગ મેકરના રોલમાં, તો શું NCP અને શિવસેના આવું સમીકરણ રચી શકે?

Published By: vtvAdmin

Last Updated: 11:12 PM, 13 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રનું રાજકીય સંકટ કલાકે- કલાકે ઘેરૂ બની રહ્યું છે. શિવસેનાએ ગઈકાલે 24 કલાક ધમપછડાં કર્યા પણ રાજ્યપાલ સમક્ષ સરકારનો દાવો ના કરી શકી. ત્યારબાદ મોડી સાંજે રાજ્યપાલે NCPને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું. ગઈ કાલ રાતથી NCP કોંગ્રેસ અને શિવસેનાનો ટેકો શોધી રહી છે. પણ આંતરિક ખીચડી શું રંધાઈ રહી છે તે ખબર જ નથી પડતી. જો કે દૂરદર્શનના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર રાજ્યપાલે રાષ્ટ્રપતિ શાસન માટે ભલામણ પણ કરી દીધી છે. તો જાણીએ કેવી રીતે ચાલી શકશે મહારાષ્ટ્રની સરકાર.

ADVERTISEMENT

  • કોંગ્રેસ શિવસેના અને NCP બંનેને નચાવી રહ્યું છે
  • વર્ષોથી સત્તા વંચિત NCPને કોઈ પણ ભોગે સત્તામાં આવવું છે
  • શિવસેનાના મુખ્યમંત્રી પદના અભરખા હજુ પુરા થયા નથી
     

શિવસેના CM પદની શરત સાથે NCPને ટેકો આપશે

હાલમાં ચાલી રહેલી આંતરિક ગડમથલ વચ્ચે રાજકીય વિશ્લેષકોના મતે મહારાષ્ટ્રમાં કંઈક નવું જ સમીકરણ બની રહ્યું છે. સાંજ સુધીમાં NCP રાજ્યપાલના આમંત્રણ પર સરકાર બનાવશે અને શિવસેનાનો ટેકો લેવાં મુખ્યમંત્રી પદ્દ ઓફર કરી શકે છે. અને કોંગ્રેસ પાસેથી ટેકો લઈ ફ્લોર ટેસ્ટમાં બહુમતી સાબિત કરશે. જો કે ત્રિપક્ષીય સરકાર કેટલાં દિવસ ચાલશે એતો રામ જ જાણે. 

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ કિંગ મેકર સાબિત થશે

ગઈકાલે શિવસેનાને ટેકો આપવાં તૈયાર થઈ ગયેલી કોંગ્રેસ અચાનક સાંજે ના કહેવા મંડી અને શિવસેનાને લટકતી છોડી દીધી. જો કે NCP સાથે રહી ચૂંટણી લડનાર કોંગ્રેસ આજે ટેકો દેવા માટે વિચારી રહી છે. જો કે રાજકીય વિશ્લેષકોનાં મતે મહારાષ્ટ્રની સરકારમાં કોંગ્રેસ બહારથી ટેકો આપી કિંગ મેકરના રોલમાં હશે. 
 
શિવસેનાના વળતાં પાણી વચ્ચે અંતિમ મરણીયો પ્રયાસ

ભાજપ સાથેથી છેડાં ફાડ્યા બાદ શિવસેના પોતે સરકાર બનાવી ઉદ્ધ ઠાકરે મુખ્યમંત્રી બનાવવાના અભરખા હજુ પુરા થયા નથી. આથી હવે તો NCPને ટેકો આપી ફરી સરકારમાં આવવાં ઉતાવળ કરી રહ્યા છે. શિવસેના NCP સાથે એવું સમાધાન કરી શકે છે કે CM અમારાના સરકાર તમારી. 

સંકળાયેલા મુદ્દાઓ

Maharashtra Maharastra political crisis congress કોંગ્રેસ મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર રાજકીય સંકટ Maharashtra Political Crisis

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ