બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાનના દિવસે કોંગ્રેસ અધ્યક્ષે બોલાવી I.N.D.I.A. ગઠબંધનની બેઠક, જાણો કારણ

રાજનીતિ / લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાનના દિવસે કોંગ્રેસ અધ્યક્ષે બોલાવી I.N.D.I.A. ગઠબંધનની બેઠક, જાણો કારણ

Priyakant

Last Updated: 11:29 AM, 27 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ INDIA ગઠબંધનની બેઠક બોલાવી, દિલ્હીમાં વિપક્ષી INDIA ગઠબંધનના ટોચના નેતાઓ ચૂંટણીની સમીક્ષા કરશે અને આગળની રણનીતિ બનાવશે

Lok Sabha Election 2024 : લોકશાહીનાં મહાપર્વ લોકસભા ચૂંટણી 2024 માટે 6 તબક્કાનું મતદાન કરવામાં આવ્યું છે અને છેલ્લું એટલે કે સાતમા તબક્કાનું મતદાન 1 જૂનના રોજ થવાનું છે. આ ચૂંટણી જંગનું પરિણામ 4 જૂને આવશે. આ પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, 1 જૂને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ INDIA ગઠબંધનની બેઠક બોલાવી છે. મતદાનના છેલ્લા તબક્કાના દિવસે દિલ્હીમાં વિપક્ષી INDIA ગઠબંધનના ટોચના નેતાઓ ચૂંટણીની સમીક્ષા કરશે અને આગળની રણનીતિ બનાવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર INDIA ગઠબંધન 300 બેઠકો જીતવાનો વિશ્વાસ ધરાવે છે. ખાસ વાત એ છે કે આ બેઠક આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલના આત્મસમર્પણના એક દિવસ પહેલા બોલાવવામાં આવી છે. હકીકતમાં દિલ્હી એક્સાઇઝ પોલિસીના કથિત કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટે કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા હતા. 2 જૂને તેમને ફરીથી તિહાર જેલમાં જવું પડશે.

INDIA ગઠબંધનના તમામ ભાગીદાર પક્ષોને બેઠકમાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું છે, જે લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થવાના ચાર દિવસ પહેલા દિલ્હીમાં યોજાશે. જો કે પશ્ચિમ બંગાળના મમતા બેનર્જી આ બેઠકમાં હાજરી આપશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી. આ બેઠકમાં CM બેનર્જીની ભાગીદારીની પણ ચર્ચા થઈ રહી છે કારણ કે, તેઓ કોંગ્રેસ વિના પશ્ચિમ બંગાળમાં ચૂંટણી લડ્યા છે અને કહે છે કે તેઓ વિપક્ષી ગઠબંધનને બહારથી સમર્થન આપશે.

વધુ વાંચો : અરવિંદ કેજરીવાલે વચગાળાના જામીન 7 દિવસ વધારવાની કરી માગ, સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ

બેઠકમાં કોણ હાજરી આપશે?

બીજી તરફ ઉત્તર પ્રદેશમાંથી અખિલેશ યાદવ, બિહારમાંથી તેજસ્વી યાદવ અને તમિલનાડુમાંથી મુખ્યમંત્રી એમકે સ્ટાલિનની ભાગીદારી થવાની પૂરેપૂરી શક્યતા છે. ચૂંટણી પરિણામો પહેલા વિશ્લેષકો તેમના આંકડા રજૂ કરી રહ્યા છે અને આશા વ્યક્ત કરી રહ્યા છે કે, INDIA ગઠબંધન આ ચૂંટણીમાં NDAને ટક્કર આપી શકે છે. જોકે ઘણા વિશ્લેષકો એવું પણ માને છે કે, એનડીએ 2019ની જેમ જ તાકાત સાથે પુનરાગમન કરશે.

સંકળાયેલા મુદ્દાઓ

mallikarjuna kharge India Alliance Lok Sabha Election 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ