બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Congress leader Rahul Gandhi traveled in a BMTC bus for the assembly elections in Karnataka

સાદગી / VIDEO : સ્કૂટર સવારી બાદ હવે બસમાં બેસીને મહિલાઓની ફરિયાદ સાંભળી, કર્ણાટકમાં રાહુલનો અલગ અંદાજ

Kishor

Last Updated: 12:34 AM, 9 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી વધુ એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગર્લ સ્ટુડન્ટ્સ અને વર્કિંગ વુમન સાથે ચર્ચા કરતા દ્રશ્યમાન થઈ રહ્યા છે.

  • કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કરી BMTC બસમાં મુસાફરી 
  • મહિલાઓ સાથે કરી વાતચીત
  • કોંગ્રેસના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી વાયરલ થયો વીડિયો

કર્ણાટકમા વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય રંગ સોળે કળાએ ખીલ્યો છે. ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષો જીતના દાવા કરી રહ્યા છે. ત્યારે આવી સ્થિતિ વચ્ચે કોંગ્રેસ લ ખૂબ જ સક્રિય દેખાઈ રહી છે જેમાં પણ સોશિયલ મીડિયામાં કોંગ્રેસની એક્ટીવીટી અલગ જ જોવા મળી રહી છે. ગઈકાલે કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ ડિલિવરી બોય સાથે સ્કૂટર સવારીની મોજ માણ્યા બાદ કોંગ્રેસના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી વધુ એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગર્લ સ્ટુડન્ટ્સ અને વર્કિંગ વુમન સાથે ચર્ચા કરતા દ્રશ્યમાન થઈ રહ્યા છે. 

મહિલાઓનું અભિવાદન કર્યું
વીડિયોમાં સામે આવેલી વિગત અનુસર રાહુલ ગાંધી શહેરના કનિંગહામ રોડ પર એક કાફે કોફી ડે આઉટલેટ પર રોકાયા હતા. બાદમા રાહુલ ગાંધી બેંગ્લોર મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન BMTC બસ સ્ટોપ પર સહજ ભાવ સાથે કોલેજની કેટલીક વિદ્યાર્થિનીઓ અને કામ કરતી મહિલાઓ સાથે વાતચીત કરતા દેખાયા હતા. રાહુલ ગાંધી BMTC બસમાં મુસાફરી કરી મહિલા મુસાફરો સાથે ચર્ચામાં જોડાયા હતા. રાહુલે 'નમસ્તે' કહીને મહિલાઓનું અભિવાદન કર્યા બાદ તમે બધા કયા જઈ રહયા છો તેવો સવાલ કર્યો હતો.

લિંગરાજપુરમ સ્ટોપ પર બસમાંથી નીચે ઉતર્યા
મુસાફરી વેળાએ રાહુલ ગાંધીએ  મહિલાઓને સવાલ કર્યો હતો કે રોજ મુસાફરી દરમિયાન કેવા પ્રકારની સમસ્યા ઉભી થાય છે.? આ વેળાએ મહિલાઓએ પણ મહિલાઓએ પણ રોજિંદી મુસાફરી દરમિયાન પડતી મુશ્કેલીઓ વિશે રાહુલ ગાંધીને માહિતગાર કર્યા હતા. વધુમા મોંઘવારી મામલે પણ સવાલો કર્યા હતા. બાદમાં મહિલાઓને કહ્યું કે કોંગ્રેસ આખા કર્ણાટકમાં મહિલાઓ માટે બસ સુવિધા મફત આપવાનું વચન આપી રહી છે, શું તમને લાગે છે કે આ સારો વિચાર છે? અને અંતે ચર્ચા બાદ રાહુલ ગાંધી લિંગરાજપુરમ સ્ટોપ પર બસમાંથી નીચે ઉતર્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ