બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Congress Candidate Geniben Thakor again gave statement on police

લોકસભા ચૂંટણી 2024 / 'તમે જેવા છો તેવા અમને થતાં વાર નહીં લાગે...' ગેનીબેન ઠાકોરે ફરી પોલીસ પર આપ્યું નિવેદન

Published By: Vidhata

Last Updated: 02:22 PM, 24 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠાથી કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ફરી વિવાદમાં આવી ગયા છે. તેમણે ફરી પોલીસ પર નિવેદન આપ્યું છે

બનાસકાંઠા: કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યું છે. ગેનીબેન ઠાકોર સામઢી ગામમાં જાહેર સભા કરી રહ્યા હતા, જેમાં તેમણે પોલીસને ગર્ભિત ધમકી આપતું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે પોલીસ કોંગ્રેસના આગેવાનોના નંબરો લેવા લોકોને ફોન કરી રહી છે. તો જેના ઉપર પોલીસના ફોન આવે એ નંબરો સાચવી રાખજો. તેમના આ વિવાદિત નિવેદનનો વીડિયો પણ સામે આવ્યો છે.

પોલીસને ગર્ભિત ધમકી આપતું ભાષણ કર્યું

બનાસકાંઠાથી કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ફરી વિવાદમાં આવી ગયા છે. તેમણે ફરી પોલીસ પર નિવેદન આપ્યું છે. જાહેરસભામાં પોલીસને ગર્ભિત ધમકી આપતું ભાષણ કર્યું. ગેનીબેન ઠાકોરે જાહેર સભામાં કહ્યું કે પોલીસ કોંગ્રેસના આગેવાનોના નંબરો લેવા લોકોને ફોન કરે છે. જેના પાસે પોલીસના ફોન આવે એ નંબરો સાચવી રાખજો. પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે. તમારી સામે કોઈ ફરિયાદ કરે તો તેની સામે એક્શન લેવાનાં કામની જવાબદારી તમારી છે. કોંગ્રેસ આગેવાનોના નંબર લઈ કલેક્શન કરવાનું કામ તમારું કામ નથી. કોંગ્રેસના આગેવાનોને ધાક ધમકી આપવાની તમારે જરૂર નથી. અમારા મતદારો બેઠા છે. તમને કહું છું 10 કે 15 ફરિયાદો થાય તો તૈયારી રાખજો. ફરિયાદોમાં કશુ કઈ થવાનું નથી. પોલીસવાળા દમ દાટી આપે તો એમને કહેજો. 

વધુ વાંચો: શક્તિસિંહના પોલીસ તંત્ર પરના આક્ષેપ સામે ભાજપનો વળતો પ્રહાર, કોંગ્રેસને હાર દેખાય છે

'તમને પગાર પ્રજાના પૈસામાંથી મળે છે, ભાજપ નથી આપતું'

જાહેર સભામાં લોકોને સંબોધતા વધુમાં ગેનીબેન ઠાકોરે કહ્યું કે પોલીસ તમારા આકાઓનું રાજ કાયમી રહેવાનું નથી. 8મી તારીખ સુધી તમને સારી જગ્યાએ નોકરીએ મુકવાની વાત કરશે. તમને ફુલાવશે પણ તમારે 58 વર્ષ સુધી નોકરી કરવાની છે. તમને કોઈ ભાજપ પગાર નથી આપતી. તમને પ્રજાના પરસેવાનો પગાર મળે છે. જો તમે કાયદાનું ભંગ કરીને કોઈને દબાવવાનો પ્રયાસ કરશો, તો તમે જેવા છો એવા થતાં અમને વાર નહીં લાગે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Banaskantha Congress Candidate Geniben Thakor geniben thakor lok sabha elections 2024 ગેનીબેન ઠાકોર બનાસકાંઠા લોકસભા ચૂંટણી 2024 Lok Sabha Elections 2024

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ