બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / BJP hits back against Shaktisinh's allegation on police system, Congress looks defeated
Last Updated: 02:04 PM, 24 April 2024
ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો જંગ જામ્યો છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. જેમાં રાત્રીનાં સમયે રાજકીય પક્ષો દ્વારા બેઠકોનો દોર પણ શરૂ કર્યો છે. તેમજ સભાઓમાં એકબીજા પર આક્ષેપ બાજી પણ શરૂ કરી છે. તો બીજી તરફ રાજકીય પક્ષોનાં મજબૂત ઉમેદવારો દ્વારા પોતાની તાકાત અજમાવવા અન્ય અપક્ષ તેમજ કોંગ્રેસનાં ટેકેદારોને ધમકાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ દ્વારા પોલીસ પર આક્ષેપ કરવામાં આવતા ભાજપનાં નેતા દ્વારા આ સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી.
ADVERTISEMENT
"મતદાન બાબતે ધમકાવવામાં આવે તો વિડીયો કે ઓડિયો રેકોર્ડિંગ કરો"
ADVERTISEMENT
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કરી પોલીસ તંત્ર પર આક્ષેપ લગાવ્યા હતા. તંત્ર દ્વારા મતદાતાઓને ડરાવવા તેમજ ધમકાવવાનાં પ્રયાસો થાય છે. તેમજ સત્તાધારી પક્ષ તરફી મતદાન કરાવવા તંત્ર દબાણ કરે છે. ત્યારે આ સમગ્ર બાબતે શક્તિસિંહ ગોહિલે દબાણ કરવામાં આવે છે તેવી રજૂઆતો મારી પાસે આવી છે. ત્યારે મદતાન બાબતે ધમકાવવામાં આવે તો વિડોય કે ઓડિયો રેકોર્ડિંગ કરો. તેમજ સીસીટીવી કેમેરા હોય તો તેની ફૂટેજ મેળવીને અમને મોકલો. અમારા વોરરૂમનાં વોટ્સએપ નંબર 8200059989 પર ક્લીપ મોકલવા કહ્યું હતું.
ADVERTISEMENT
આવા નિવેદનથી કોંગ્રેસ પ્રજાને ગેરમાર્ગે દોરે છે-યમલ વ્યાસ
શક્તિસિંહ ગોહિલે લગાવેલા પોલીસ તંત્ર પરનાં આરોપ પર ભાજપને નેતાએ તેઓની પ્રતિક્રિયા આપી હતી. આ બાબતે યમલ વ્યાસે જણાવ્યું હતું કે, ચૂંટણી સમયે તંત્ર અને પ્રશાસન ચૂંટણી અધિકારીઓની હસ્તક હોય છે. આવા નિવેદનથી કોંગ્રેસ પ્રજાને ગેરમાર્ગે દોરે છે. કોંગ્રેસ પોતાની હાર જોઈ રહી છે. મતદાતાઓને ધમકાવવાનાં પ્રયાસ થતા હોવાનો શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો હતો.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.