બ્રેકિંગ ન્યુઝ
ચૂંટણી જીતવા અને લોકો સુધી પહોંચવા નેતાઓ અવનવા તરકટ અપનાવતા હોય છે ત્યારે વલસાડ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ધવલ પટેલના પ્રચારનો વીડિયો સામે આવ્યો છે. જેમાં સુપર મારીયો ગેમમાં ધવલ પટેલના મોર્ફ કરેલ ફોટો સાથે વીડિયો બનાવવામાં આવ્યો છે. વિવિધ મુદ્દાઓ પર જીત મેળવી આગળ વધવાની વાત કહેતો વીડિયો સામે આવ્યો છે.
ADVERTISEMENT
મારો એક માત્ર ઉદ્દેશ્ય, વલસાડનો વિકાસ.#Valsad #AbkiBaar400Paar pic.twitter.com/ZkxP5z6M4j
— Dhaval Patel (Modi ka Parivar) (@dhaval241086) April 24, 2024
ADVERTISEMENT
વલસાડ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ધવલ પટેલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ અનોખી રીતે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ઉમેદવાર ધવલ પટેલના પ્રચાર માટે સુપર મારીયો ગેમની તર્જ પર વીડિયો બનાવીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સુપર મારીયો ગેમમાં ધવલ પટેલના મોર્ફ કરેલ ફોટો સાથે વીડિયો બનાવવામાં આવ્યો છે, જેમાં બેરોજગારી, નિરક્ષરતા, તુષ્ટિકરણ અને ભ્રષ્ટાચાર જેવા ઘણા મુદ્દાઓ જીત મેળવી રહ્યા છે અને આગળ વધી રહ્યા છે. આ વીડિયોમાં તેમણે વલસાડના વિકાસની અને નિરક્ષરતાને દૂર કરવાની વાત પણ કરી છે, સાથે જ આદિવાસી સમાજને હક-અધિકારની ગેરેંટી પણ આપી રહ્યા છે.
ADVERTISEMENT
વધુ વાંચો: આજે પંચાયતી રાજ દિવસ: જાણો કામગીરીથી લઇને વિવિધ યોજનાઓ વિશેની જાણી-અજાણી વાતો
આ વીડિયો દ્વારા પ્રચાર કરીને ધવલ પટેલ વિવિધ મુદ્દાઓ પર જીત મેળવીને યુવા મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાથે જ આદિવાસીઓના હક્ક અને અધિકારના મુદ્દાને પણ આવરી લેવામાં આવ્યા છે. જણાવી દઈએ કે વલસાડ બેઠકના ભાજપના ઉમેદવાર ધવલ પટેલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભારતી વખતે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેઓ વલસાડની બેઠક પર પાંચ લાખ કરતાં વધુ વોટની લીડથી વિજેતા બનશે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.