બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Today is National Panchayat Raj Day: let know about the government plans for Gram Panchayat

જાણવા જેવું / આજે પંચાયતી રાજ દિવસ: જાણો કામગીરીથી લઇને વિવિધ યોજનાઓ વિશેની જાણી-અજાણી વાતો

Vishal Khamar

Last Updated: 12:24 PM, 24 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

24 એપ્રિલ એટલે નેશનલ પંચાયતી રાજ દિવસ, પંચાયતી રાજના શિલ્પી બળવંતરાય મહેતા સમિતિની મુખ્ય ભલામણો કઈ હતી?, ઈતિહાસ સાથે  હાલ ગુજરાત સરકાર ગ્રામપંચાયત માટે કઈ કઈ યોજના ચલાવે છે તેના પર પણ કરો નજર

આજે પંચાયતી રાજ દિવસ..લોકશાહીના એ મૂળ પાયાનો દિવસ જ્યાંથી ગામનો, તાલુકાનો કે જિલ્લાના વિકાસનો ઉદય થાય છે. એવી વ્યવસ્થા કે જે લોકશાહીનો મૂળ હેતુ, લોકો દ્વારા લોકો માટે અને લોકોનું સુશાશનને સાર્થક કરે છે. પંચાયતી રાજને ભારતનું ઘરેણું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. કારણ કે ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી છે જેનો પાયાનો એકમ પંચાયતી રાજ છે અને તેમા પણ ખાસ કરીને ગ્રામ પંચાયત ઉપરોક્ત વાતને સારી અને સાચી રીતે ફળીભૂત કરે છે.કહેવત છે કે જેને સમાજનો ઈતિહાસ ખબર નથી તે ઈતિહાસ શું રચી શકવાના..ત્યારે આજે સમગ્ર ભારતીય સમુદાયના સમાજના પાયાના કાર્યકર તરીકે પંચાયતી રાજના ઊંડેથી જાણીએ અને તેના  ઈતિહાસ પર નજર કરીએ તેમાં જેણે ગ્રામ સ્વરાજનું સપનું જોયું તેવા ભારત રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીજીના એક વિચારથી કરીએ...

1947માં દેશ આઝાદ થયા પછી જવાહરલાલ નેહરુએ લોકશાહી દેશના વહિવટના વિક્ન્દ્રીકરણ માટે પંચાયતી રાજનો મહત્વ આપ્યું હતું. ગુજરાત રાજ્યના દ્વિતીય મુખ્યમંત્રી બળવંતરાય મહેતા એક ભારતીય રાજકારણી હતા. તેમણે ભારતની સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો હતો. તેમને લોકશાહી વિકેન્દ્રીકરણ તરફના તેમના યોગદાન માટે "પંચાયતી રાજ શિલ્પી" તરીકે ગણવામાં આવે છે. બળવંતરાય મહેતાના અધ્યક્ષપણા હેઠળ ઇ.સ.1957માં બળવંતરાય મહેતા સમિતિ બનાવવામાં આવી. આ સમિતિ એ પોતાનો અહેવાલ 24-11-1957 ના રોજ કેન્દ્ર સરકારને સુપ્રત કર્યો જેનાં આધારે 2 ઓક્ટોબર 1959ના રોજ પંડિત જવાહરલાલ નહેરુના હસ્તે રાજસ્થાનનાં નાગૌર જિલ્લાના બગદરી ગામમાં પંચાયતી રાજની શરૂઆત થઈ. જો કે રાજસ્થાન બાદ ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં પંચાયતીરાજનો ક્રમશ અમલ શરુ થયો હતો.પરંતુ પંચાયતી રાજનો સમગ્ર રાજ્યમાં અમલ કરનારું પ્રથમ રાજય " આંધ્રપ્રદેશ" હતુ.

ગામને નાણા ઉઘરાવવા સુધીની સત્તા મળી

બળવંતરાય મહેતા સમિતિની મુખ્ય ભલામણો કે જેને ગામડાને પ્રાધાન્ય આપી તેમણે વહીવટ આપ્યો અને ગામની સત્તા આપી અને નાણા ઉઘરાવાનો સુધીની જવાબદારી આપી અને આ જ ભલામણોએ ભારતના પંચાયતી રાજના માળખાને ન કેવળ મજબૂત કરવાનું કામ કર્યું પણ ગામડાને બેઠું કરવા, તેને લોકશાહીનો ભાગ બનાવવા, ગામની સરકાર ચલાવવાનો મોકો આપ્યો. અને આ જ તકે ગામડાની શકલ બદલી આજે એવા ઘણા ગામડા છે જે શહેરોની ભભકાને ઝાંખા પાડે છે.

પંચાયત રાજ એક એવી બંધારણીય પ્રથા છે, જ્યાં ગ્રામ પંચાયતો વહીવટનો મૂળભૂત એકમ છે. અહીં ત્રણ સ્તરો છે: ગામ, તાલુકો અને જિલ્લો. પંચાયત રાજ શબ્દ બ્રિટિશ રાજ દરમ્યાન ઉદ્‌ભવ્યો છે. "રાજ"નો શાબ્દિક અર્થ "શાસન" અથવા "સરકાર" થાય છે. મહાત્મા ગાંધીએ પંચાયતી રાજની હિમાયત કરી હતી, કે જ્યાં દરેક ગામ પોતાની બાબતો માટે જવાબદાર હોય. અને આવા હેતુ માટે "ગ્રામ સ્વરાજ" એવો શબ્દ પ્રયોજાયો હતો. કાયદો પસાર થતાં, રાજ્ય સરકારો દ્વારા પંચાયત રાજની પદ્ધતિ સને 1950થી 60ના દાયકામાં અપનાવવામાં આવી હતી. ૨૪ એપ્રિલ, ૧૯૯૩ના રોજ ભારતમાં પંચાયતી રાજ માટે બંધારણીય(૭૩મો સુધારો) એક્ટ 1992 બંધારણીય દરજ્જો પૂરો પાડે છે. ૨૪ ડિસેમ્બર સુધીમાં આ અધિનિયમ આઠ રાજ્યોમાં લાગુ પડ્યો: આંધ્ર પ્રદેશ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઓરિસ્સા અને રાજસ્થાન. હાલમાં, પંચાયતી રાજ પદ્ધતિ નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ અને, બધા કેન્દ્રશાસિત પ્રદેશો (અપવાદ: દિલ્હી)ને બાદ કરતાં સમગ્ર ભારતમાં અમલમાં છે. દર પાંચ વર્ષે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાં આવે છે, જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સ્ત્રીઓ માટે અમુક બેઠકો અનામત રાખવામાં છે. 

સરકારની યોજનાઓ વિશે રસપ્રદ માહિતી

સરદાર આવાસ યોજના
ગુજરાત ગ્રામ્‍ય વિસ્‍તારમાં ગરીબીરેખા નીચે જીવન જીવતાં જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્‍ય કારીગરો માટે રાજય સરકારની ઘરથાળના મફત પ્‍લોટની યોજના સને ૧૯૭૨ થી અમલમાં છે. સને ૧૯૭૬ માં આવા ફાળવેલ પ્‍લોટો ૫ર મકાન બાંધવા માટેની સહાય યોજના અમલમાં આવી. ''મફત પ્‍લોટ મફત ઘર'' એ સૂત્રને સાકાર કરતી સરદાર ૫ટેલ આવાસ યોજના વર્ષ ૧૯૯૭ થી અમલમાં આવી. હાલ એક આવાસની એક યુનિટની કિંમત વધારીને 43000 કરવામાં આવી છે. જેમાં સરદાર ૫ટેલ આવાસ યોજનાની સરકારી સહાય 36000 છે. 7000 લાભાર્થી શ્રમફાળો ગણી લેવામાં આવે છે. 

પંચવટી યોજના
ગામડાના ૫ડતર વિસ્‍તારો, ગ્રામ્‍યલોકોના સહકારથી નવ૫લ્‍લવિત અને પુન: સ્‍થાપ‍િત કરી ગ્રામ્‍ય સ્‍તરે લોકજાગૃતિનું નિર્માણ થઇ શકે તેમજ ગ્રામ્‍યપ્રજાના ગામના રહેઠાણ વિસ્‍તારની નજીકમાં વૃક્ષાચ્‍છાદિત વન મળે તેવું આયોજન છે.પારં૫રિક સાંસ્‍કૃતિ વારસા પ્રત્‍યે આસ્‍થા જળવાય તે હેતુને ઘ્‍યાનમાં રાખીને સમગ્ર રાજયમાં પંચવટી યોજના રાજય સરકારે અમલમાં મૂકેલ છે.

સ્વચ્છ ગામ યોજના
ગામમાં સફાઇ યોગ્ય રીતે થાય અને સફાઇ પ્રત્યે સભાવના, જાગૃતિ કેળવી સફાઇનું ઉંચુ સ્તર, લાવી, ગ્રામ્યજીવન સ્તર ઉચું લઇ જવા માટે પ્રોત્સાહનરૂપે સફાઇ અને સ્વચ્છતા માટે સહાય આપવામાં આવે તો સહાયનો ઉપયોગ ગામની સ્વચ્છતાની જાળવણી માટે અને સ્વચ્છતાના સાધનો વસાવવા માટે પ્રેરાઇને ગ્રામ પંચાયત પોતાનું ગામ સ્વચ્છ અને નિર્મળ બને તે હેતુથી પ્રેરાઇને કટીબધ્ધ બને તે માટે સને ૨૦૦૭-૦૮ ના વર્ષમાં નવી યોજના અમલમાં મુકવામાં આવી છે.

સમરસ ગ્રામ યોજના
રાજયની ચૂંટણીઓમાં પક્ષ અને પ્રતિક હોય છે પરંતુ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પક્ષનું આવું કોઇ પ્રતિક હોતું નથી. તેની પાછળ મહત્‍વના કારણો રહેલા છે. આર્ય સંસ્‍કૃતિની એ આગવી પરંપરા રહી છે, ગામનું મુળ અસ્‍તિત્‍વ, એનું અસલપણું, એના પ્રસંગો, રૂઢીઓ વગેરે જળવાઇ રહ્યાં છે. ગામની વિવિધ કોમો-જ્ઞાતિઓ વારતહેવારે થતાં ઉત્‍સવોમાં ભાગ લે છે અને કૌટુંમ્‍બિક ભાવના જળવાઇ રહે છે. એમની આ વિશિષ્‍ટતા છિન્નભિન્ન ન થાય એ માટે પંચાયત ધારો ઘડનારાઓએ આપણી આ પાયાની સ્‍થાનિક સ્‍વરાજની સંસ્‍થામાં ચૂંટણીમાં પક્ષિય ધોરણ રાખ્‍યું નથી.

ઇ-ગ્રામ વિશ્‍વગ્રામ યોજના
ઇ-ગ્રામ પંચાયતની વિવિઘ કામગીરીને ઇન્‍ફોર્મેશન ટેકનોલોજીના અમલ દ્વારા અદ્યતન, સુવ્‍યવસ્‍િથત, સમયબદ્ઘ, સરળ, ઝડપી, ક્ષતિરહિત અને પારદર્શક બનાવવી. ગ્રામ્‍યજનોને જરૂરી માહિતી, પ્રમાણ૫ત્ર, વિવિઘ કચેરીઓનાં ફોર્મસ, અરજીના નમૂના વિગેરે ઉ૫લબ્‍ઘ કરાવવા. શહેરમાં નાગરિકોને મળતી ઇ-સેવાઓ જેવી ઇ-સેવાઓ ગ્રામજનોને ૫ણ ઇ-ગ્રામ પંચાયત દ્વારા પૂરી પાડવી.

જમીન સંપાદન અને માળખાકીય સુવિધાઓ
ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ગરીબલક્ષી ગ્રામીણ આવાસ યોજનાઓની વસાહતમાં પર્યાપ્‍ત સાધનોના અભાવે પીવાનું પાણી, ગટર વ્‍યવસ્‍થા, સ્‍વચ્‍છતા, શેરીની પ્રકાશ વ્‍યવસ્‍થા, ઘરોમાં વીજળીકરણ, આંતરિક રસ્‍તાઓ, એપ્રોચરોડ વગેરે જેવી પાયાની નાગરિક સુવિધાઓ પૂરતી નથી ત્યારે  ગ્રામીણ આવાસન યોજના માટે ગામતળ ન હોય તેવા ગામ માટે તેમજ વિવિધ ગ્રામીણ આવાસ યોજના હેઠળ સંકુલ માળખાકીય સુવિધા સાથે પુરૂ પાડવાનું થતું હોય તે ગામ માટે ગામતળની જમીન ઉપલબ્‍ધ કરાવવી

વધુ વાંચોઃ ગાંધીનગરની અનોખી શાળા, જ્યાં વિદ્યાર્થીઓ સુંઘીને, સાંભળીને, સ્પર્શીને નક્કી કરે છે કે 'જીવનની દિશા'

તીર્થગામ / પાવનગામ યોજના
રાજ્યના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં રહેતા લોકો વચ્‍ચે પરસ્‍પર સદ;ભાવના વધુ પ્રબળ બને, ગામમાં એકતા જળવાય, ટંટો ફરિયાદ ન રહે અને ગામનો સર્વાંગી વિકાસ થાય તેવા ગામલોકોના પ્રયાસોને ઉત્તેજન આપતી યોજના એટલે તીર્થગામ યોજના.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ