બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ગુજરાત / અમદાવાદ / આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન, PM મોદી-અમિત શાહ પણ કરશે વોટિંગ

લોકસભા ચૂંટણી 2024 / આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન, PM મોદી-અમિત શાહ પણ કરશે વોટિંગ

Last Updated: 09:08 AM, 6 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં પહેલાથી જ લોકસભાની ચૂંટણીના બે તબક્કા પૂર્ણ થયા છે, ત્રીજા તબક્કામાં ગુજરાતમાં 25 બેઠકો પર મતદાન થશે, જેમાં વડાપ્રધાન મોદી તેમના સંસદીય મતવિસ્તારમાં લોકશાહી પ્રક્રિયામાં ભાગ લેશે.

ગાંધીનગર: આવતીકાલે સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections 2024) નું ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે. જેમાં ગુજરાતની 25 બેઠકો પર મતદાન થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદ ખાતે મતદાન કરશે. રાણીપની નિશાન સ્કુલ ખાતે મોદી સવારે 7.30 વાગ્યે મતદાન કરશે. મતદાનને લઈને ચૂંટણી પંચ દ્રારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તમામ સેન્ટરો પર ઈવીએમ, વીવીપેટ અને સ્ટેશનરી સહિતના સાધનોની ફાળવણી કરી દેવામાં આવી છે. ડિસ્પેચ સેન્ટરો પરથી આજે વહેલી સવારથી ઈવીએમની ફાળવણી કરવામાં આવી રહી છે.

લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન

લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2024) ના ત્રીજા તબક્કાનું મતદાન આવતીકાલે 7 મેના રોજ થશે, જ્યારે 11 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન થશે. ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 25 બેઠકો પર મતદાન થવાનું છે, સાથે જ વિધાનસભાની પણ 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન થશે. ત્યારે આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 મેના રોજ અમદાવાદના રાણીપમાં નિશાન વિદ્યાલયમાં મતદાન કરશે.

મતદાન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોડી રાતે ગુજરાત આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રે 9 વાગે અમદાવાદ એરપોર્ટ આવશે. આવતીકાલે સવારે વડાપ્રધાન મોદી 7:30 વાગે અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરશે. વડાપ્રધાન મોદી અમદાવાદના રાણીપ વિસ્તારના મતદાર છે, જે ગાંધીનગર લોકસભા મતવિસ્તારનો ભાગ છે. ગાંધીનગર બેઠક માટે ભાજપના ઉમેદવાર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ છે.

મહત્ત્વનું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ આવતીકાલે મતદાન કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદબેન પટેલ અમદાવાદના શીલજ ગામમાં મતદાન કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરામાં મતદાન કરશે.

વધુ વાંચો: આવતી કાલે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન: એકસાથે 11 રાજ્યો અને સંઘપ્રદેશની 2 બેઠકો પર થશે મતદાન

દેશમાં પહેલાથી જ લોકસભાની ચૂંટણીના બે તબક્કા પૂર્ણ થયા છે, ત્રીજા તબક્કામાં સમગ્ર ગુજરાતમાં એક બેઠક સિવાય તમામ બેઠકો પર મતદાન થશે, જેમાં વડાપ્રધાન તેમના સંસદીય મતવિસ્તારમાં લોકશાહી પ્રક્રિયામાં ભાગ લેશે. મતદાનને લઈને ચૂંટણી પંચ વોટિંગ માટેની તૈયારી કરી રહ્યું છે અને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જિલ્લાકક્ષાએ સેન્ટરો પર EVM ડિસ્પેચની કામગીરી શરૂ કરાઈ હતી. તમામ સેન્ટરો પર ઈવીએમ, વીવીપેટ અને સ્ટેશનરી સહિતના સાધનોની ફાળવણી કરી દેવામાં આવી છે. ડિસ્પેચ સેન્ટરો પરથી આજે વહેલી સવારથી ઈવીએમની ફાળવણી કરવામાં આવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ