બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Congress, BJP face each other amid OBC reservation dispute in Gujarat Gram Panchayat elections

અના'મત' / ગુજરાતમાં OBC મત સાચવવા રાજકીય પક્ષોમાં હોડ જામી, કોંગ્રેસ અને ભાજપનું ડેલિગેશન OBC આયોગને મળ્યું, જાણો વિગત

Published By: Vishnu

Last Updated: 05:37 PM, 1 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગ્રામ પંચાયતોમાં OBC અનામતને મુદ્દે રાજકારણમાં ગરમાવો, અનામત માટે રચાયેલ કમિશનની કોંગ્રેસ અને ભાજપના નેતાઓએ લીધી મુલાકાત

  • OBC મત સાચવવા રાજકીય પક્ષોમાં હોડ જામી
  • ભાજપના નેતાઓ OBC  આયોગમાં કરી રજૂઆત
  • કોંગ્રેસ નેતાઓએ OBC કમિશનની કરી મુલાકાત

ચૂંટણીના સમયે રાજકીય પક્ષો પોતાની વોટબેંકને આકર્ષવા માટે અનેક નવા રસ્તા અપનાવે છે. .ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી હોય અન્ય પક્ષ તમામ પાર્ટીઓ ચૂંટણીની જીત માટે વોટબેંક મહત્વની સાબિત થાય છે. વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે પણ OBC સમાજ માટે મેદાનમાં ઉતર્યુ છે અને OBC સમાજને અન્યાય થઈ રહ્યો હોવાનો પક્ષ રાખ્યો છે. કોંગ્રેસનો આરોપ છે કે OBC સમાજને રાજકીય પક્ષો વોટબેંક તરીકે ઉપયોગ કરે છે ત્યારબાદ તેમની સાથે અન્યાય કરાય છે. કોંગ્રેસે એ પણ આરોપ કર્યા કે ગુજરાતની 52 ટકા OBC વસ્તીને અન્યાય કરવામાં આવી રહ્યો છે. બોર્ડ નિગમોમાં સરકાર બજેટ નથી ફાળવતી. સાથેજ સ્થાનિક ચૂંટણીઓમાં 10 ટકાની અનામત પણ દૂર કરી નાંખી છે. હવે સવાલ એ છે કે OBC સમાજની માગણીઓ પર અમલવારી કેમ થતી નથી?. શું ચૂંટણી આવે ત્યારે OBC સમાજને માત્ર વોટ માટે જ ઉપયોગ કરાય છે.? શું OBC સમાજને દર ચૂંટણીઓમાં અન્યાય થઈ રહ્યો છે?. 

ભાજપની સરકાર બન્યા બાદ 27 ટકા અનામતનો પ્રસ્તાવ મંજૂર કરાયો: ભરત ડાંગર
ત્યારે હવે વિધાનસભા ચૂંટણી પહેલા OBC મત સાચવવા રાજકીય પક્ષોમાં હોડ જામી છે. કોંગ્રેસ અને ભાજપના નેતાઓ OBC  આયોગ પહોંચ્યા હતા. મંત્રી જગદીશ પંચાલની આગેવાનીમાં ભાજપ નેતાઓ શંકર ચૌધરી, ઉદય કાનગડ , ભરત ડાંગર, અલ્પેશ ઠાકોર, કાળુ ઝાખડ પણ કમિશનને  મળ્યા હતા.  જે બાદ પ્રદેશ કોંગ્રેસ પ્રતિનિધિમંડળ પણ સમર્પિત આયોગને રજૂઆત કરી હતી. અમિત ચાવડા, પૂંજા વંશ, ઋત્વિક મકવાણા ઉપસ્થિત રહી OBCને 27 ટકા અનામત આપવા માંગ કરી હતી. રજૂઆત બાદ ભાજપ નેતા ભરત ડાંગરે નિવેદન આપતા કહ્યું કે આજે ભાજપ ડેલિગેશને આયોગ સમક્ષ રજૂઆત કરી છે. ભાજપ હંમેશા તમામ સમાજોની સાથે છે. ભાજપની સરકાર બન્યા બાદ 27 ટકા અનામતનો પ્રસ્તાવ મંજૂર કરાયો. અગાઉ કોંગ્રેસે બધા જ કમિશનોની ભલામણો અટકાવી દીધી હતી. ભાજપ OBC લોકોને ન્યાય માટે કટિબદ્વ છે. ચૂંટણીમાં OBCને વધુમાં વધુ ટકા અનામત મળે તેવી રજૂઆત કરી છે.

વસ્તી પ્રમાણે સ્થાનિક સ્વરાજની સંસ્થામાં 27 ટકા અનામતની માંગ : કોંગ્રેસ
કોંગ્રેસ નેતાઓની OBC કમિશનની મુલાકાત બાદ જગદીશ ઠાકોરે કહ્યું કે આયોગને રજુઆત કરી છે કે ઓબીસીની વસ્તી ગણતરી કરવામાં આવે.52 ટકા ઓબીસી ની વસ્તી હોય તો 10 ટકાના બદલે 27 ટકા અનામત મળવી જોઈએ. સરકારી નીતિ નિયમો અનુસાર વસ્તી ગણતરી પ્રમાણે મળવી જોઈએ. તે મુજબ વસતી પ્રમાણે OBC અનામત આપવામાં આવે છે, બજેટમાં જોગવાઈ થવી જોઈએ. OBCને અન્યાય થશે તો સરકારે ભોગવવું પડશે. 

નિવૃત ન્યાયાધિશ કે. એસ. ઝવેરીની અધ્યક્ષતામાં રચાયું છે OBC કમિશન
રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગોના પ્રતિનિધિત્વ નિર્ધારિત કરવા અંગે સ્વતંત્ર પંચની રચનાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો હતો. ગુજરાત હાઇકોર્ટના નિવૃત ન્યાયાધિશ કે. એસ. ઝવેરી આ સ્વતંત્ર પંચના અધ્યક્ષ રહીસમગ્ર મુદ્દે વિસ્તૃત અહેવાલ રજૂ કરી રહ્યા છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અન્ય પછાત વર્ગોને પૂરતું પ્રતિનિધિત્વ મળે તે હેતુસરના સુપ્રિમ કોર્ટના નિર્દેશ મુજબની કાર્યવાહી માટે એક સ્વતંત્ર પંચની રચના કરવાનો નિર્ણય કર્યો હતો.આ સ્વતંત્ર પંચ સ્થાનિક સ્વરાજ્યના એકમોમાં અન્ય પછાત વર્ગોની બેઠકો નક્કી કરતા પહેલાં આવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પછાતપણાના સ્વરૂપ અને અસરોનો તેમજ તેની રાજનીતિક સ્થિતી અનુસાર આંકડા એકત્ર કરીને અને તેનું વિશ્લેષણ કરીને  સંપૂર્ણ અને કાળજીપૂર્વકનો અભ્યાસ કરવા માટે રચવામાં આવેલુ છે. આ સ્વતંત્ર પંચની ભલામણોના આધારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા મુજબ લોકલ બોડી વાઇઝ અનામત પ્રમાણને નક્કી કરવાનો સુપ્રિમ કોર્ટે નિર્દેશ આપેલો છે.

પંચાયતમાં ઓબીસી અનામતનો મુદ્દો શું ? 

  • સુપ્રીમકોર્ટના આદેશ મુજબ પંચાયતમાં OBC સીટ અનામત
  • બે મહિના પહેલા જ સુપ્રીમકોર્ટે OBC અનામતનો ચૂંકાદો આપ્યો 
  • સુપ્રીમકોર્ટે OBC અનામાત માટે ટકાવારી નક્કી નથી કરી 
  • રાજ્ય સરકાર આયોગનું ગઠન કરી પંચાયતમાં અનામત ટકાવારી નક્કી કરશે 
  • ગુજરાતમાં અંદાજે 1000 જેટલી પંચાયતની ચૂંટણી આવી રહી છે
  • અનામત વગર પંચાયતની ચૂંટણી જાહેર થવાની હતી
  • ચૂંટણી પહેલા વિરોધ થતા રાજ્ય સરકારે ઓબીસી કમિશન નિમ્યું છે
  • કમિશનમાં અનામત મુદ્દે રાજકીય પક્ષો પોતાનો વાત મુકશે 
  • કમિશન રાજકીય પક્ષો અને લોકોની વાત સાંભળી અનામતનો નિર્ણય લશે
  • પંચાયતમાં 27 ટકા ઓબીસી અનામતની સુપ્રીમકોર્ટે ના પાડી છે 
  • આ સંજોગોમાં વસ્તી અને અનામતના ક્રાઇટ એરિયા આધારે નક્કી થશે

ગત મહિનાઓમાં ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાંથી OBC અનામત હટાવતા વિવાદ સર્જાયો હતો. રાજ્ય ચૂંટણી આયોગના સચિવે તમામ જિલ્લા કલેક્ટરોને પત્ર લખ્યો હતો, જેમાં OBC રિઝર્વ બેઠકોને સામાન્ય બેઠકો જાહેર કરીને ચૂંટણીના જાહેરનામા સંબંધિત તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ કરાયો હતો. પંચાયતોની ચૂંટણીમાંથી OBCનો છેદ ઉડાડી દેતા વહિવટી તંત્રમાં તેની અમલવારીને લઈને ઉહાપોહ પણ મચ્યો છે. તો બીજી બાજુ રાજકીય નેતાઓ 10 ટકાને બદલે 27 ટકા OBC અનામતની માગ કરી રહ્યા છે કોંગ્રેસના CMને પત્ર લખીને બંધારણ સાથે ચેડાં કર્યાનો આરોપ કર્યો છે.તો બીજી બાજુ રાજ્ય સરકારે કેન્દ્રીય ચૂંટણી પંચે, સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કર્યુ હોવાનું કહ્યુ છે. હવે સવાલ એ છે કે ગ્રામપંચાયતોની ચૂંટણીમાં OBC અનામત હોય તો અસર શું થાય?. રાજકીય નેતાઓમાં ECના આદેશ બાદ કચવાટ કેમ છે? સરકાર અને ચૂંટણીપંચ પાસે વિકલ્પ શું હોઈ શકે છે?

સંકળાયેલા મુદ્દાઓ

BJP Gujarat elections 2022 OBC Reservation OBC અનામત OBC સમાજ congress કોંગ્રેસ ગુજરાત ચૂંટણી 2022 ભાજપ OBC Reservation

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ