ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / જન્મથી બહેરાશનો હવે ઈલાજ બનશે શક્ય, આ ઇન્જેક્શનથી આવશે શ્રવણશક્તિ

હેલ્થ / જન્મથી બહેરાશનો હવે ઈલાજ બનશે શક્ય, આ ઇન્જેક્શનથી આવશે શ્રવણશક્તિ

Published By: Nirav Kumar

Last Updated: 02:24 AM, 19 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે લોકોને જન્મથી શ્રવણશક્તિ (બેહરાશ)ની સમસ્યા હોય તેઓ માટે હિયરીંગ એડ અને કોક્લિયર ઇમ્પ્લાન્ટની સુવિધા હતી પણ તેનાથી શ્રવણશક્તિ પરત નહતી આવતી. એવામાં એક રીસર્ચમાં નવી આશા જાગી છે.

ADVERTISEMENT

જન્મથી જ શ્રવણશક્તિની ખામી ધરાવતા લોકોને આજીવન પ્રોબ્લેમ રહેતો. આ સ્થિતિને કન્જેનીટલ ડેફનેસ કહેવાય છે આ સ્થિતિ જન્મથી જ શરૂ થાય છે અને વ્યક્તિની વાતચીત, શિક્ષણ અને રોજિંદા જીવન પર ઊંડી અસર થાય છે. તે ઘણીવાર આનુવંશિક પરિબળોને કારણે થાય છે. અત્યાર સુધી આવા કિસ્સાઓમાં ઉપલબ્ધ એકમાત્ર હિયરીંગ એડ કે કોક્લિયર ઇમ્પ્લાન્ટ હતા, જે કુદરતી શ્રવણશક્તિને સંપૂર્ણપણે રીસ્ટોર કરવામાં મદદ કરે છે પરંતુ નિષ્ફળ જાય છે.પરત નથી લાવી શકતા. એવામાં એક રિસર્ચે આશા જગાવી છે.

  • રિસર્ચમાં નવી આશા

આ દરમિયાન સ્વીડનમાં કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટના એક નવી રિસર્ચમાં આશાનું કિરણ ઉગ્યું છે. પ્રતિષ્ઠિત જર્નલ નેચરમાં પ્રકાશિત આ રિસર્ચ સૂચવે છે કે જનીન ઉપચાર ચોક્કસ પ્રકારની આનુવંશિક બહેરાશને નોંધપાત્ર રીતે ઉલટાવી શકે છે ખાસ કરીને બાળકો અને યુવાનોમાં.

VTV DIGITAL
  • રિસર્ચ ક્યાં કરાઈ?

આ રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ ચાઈનીઝ હોસ્પિટલો અને યુનિવર્સિટીઓ સાથે મળીને 1 થી 24 વર્ષની વયના 10 દર્દીઓ પર કામ કર્યું હતું. આ બધા દર્દીઓની શ્રવણશક્તિની સમસ્યાઓ OTOF જનીનમાં પરિવર્તનને કારણે હતી. આ જનીન ઓટોફેરલિન નામના પ્રોટીનના ઉત્પાદનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જે કાનથી મગજ સુધી ધ્વનિ સંકેતો પ્રસારિત કરવામાં મદદ કરે છે. જ્યારે આ પ્રોટીન ખામીયુક્ત બને છે ત્યારે કાન અવાજને મેહસૂસ તો કરે છે પરંતુ સંકેતો મગજ સુધી યોગ્ય રીતે પહોંચી શકતા નથી.

  • આ રીતે આવશે સમસ્યાનું સમાધાન

આ સમસ્યાને ઉકેલવા માટે રિસર્ચરોએ જનીન ઉપચારનો ઉપયોગ કર્યો. આમાં શરીરમાં એક સ્વસ્થ જનીન દાખલ કરવાનો સમાવેશ થાય છે. એડેનો-એસોસીએટેડ વાયરસ નામનો સુરક્ષિત વાયરસ OTOF જનીન સીધા કાનમાં પહોંચાડવા માટે ઉપયોગમાં લેવાયો હતો. આ પ્રક્રિયા રાઉન્ડ વિન્ડોમાં નાના ઇન્જેક્શન દ્વારા કરવામાં આવી હતી, જે કોક્લીઆના નીચેનો વિસ્તાર છે. જેના પરિણામો ખૂબ સારા હતા. જેમાં અનેક દર્દીઓએ માત્ર એક મહિનામાં જ સાંભળવામાં સુધારો અનુભવવાનું શરૂ કર્યું હતી. 6 મહિના બાદ બધા પ્રતિભાગીઓએ સ્પષ્ટ સુધારો મેહસૂસ કર્યો હતો. તેઓ પહેલા કરતાં ઘણા ધીમા અવાજો પણ સાંભળવા લાગ્યા હતા.

વધુ વાંચો : વૈજ્ઞાનિકોએ પુરુષો માટે ગર્ભનિરોધક દવા વિકસાવી, સ્પર્મ પ્રોડક્શન પર લગાવશે રોક

  • બાળકોમાં સુધારો

આ રીસર્ચમાં બાળકોમાં ખાસ કરીને 5 થી 8 વર્ષની વયના બાળકોમાં સૌથી મોટો સુધારો જોવા મળ્યો. જેમાં સારવારના થોડા મહિનાઓમાં એક યુવાન છોકરીએ લગભગ સામાન્ય શ્રવણશક્તિ પાછી મેળવી હતી અને તે તેની માતા સાથે સરળતાથી વાતચીત કરી કરવા લાગી હતી.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Hearing Loss Cochlear Implants Hearing Aids

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ