બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / વૈજ્ઞાનિકોએ પુરુષો માટે ગર્ભનિરોધક દવા વિકસાવી, સ્પર્મ પ્રોડક્શન પર લગાવશે રોક
Last Updated: 12:27 AM, 16 April 2026
ગર્ભનિરોધકની જવાબદારી મોટાભાગે સ્ત્રીઓ પર હતી, જ્યારે પુરુષો પાસે કોન્ડોમ કે નસબંધી જેવા ઓપ્શન હતા. પરંતુ હવે એક નવી વૈજ્ઞાનિક શોધ આ ધારણાને બદલી શકે છે. તાજેતરમાં પ્રકાશિત થયેલ એક સ્ટડીમાં વૈજ્ઞાનિકોએ પુરુષો માટે એક ગર્ભનિરોધક દવા વિકસાવવામાં એક મોટી સફળતા મેળવી છે જે હોર્મોનલ પ્રભાવ વગર કામ કરી શકે છે અને જેની અસરો કામચલાઉ હશે.
ADVERTISEMENT
અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ તેમની સ્ટડીમાં ખુલાસો કર્યો છે કે શરીરમાં ચોક્કસ પ્રક્રિયાને અટકાવીને શુક્રાણુ ઉત્પાદનને અસ્થાયી રૂપે બંધ કરી શકાય છે. સૌથી અગત્યનું આ શરીરને કોઈ કાયમી નુકસાન પહોંચાડતું નથી અને દવા બંધ કર્યા બાદ સામાન્યતા પાછી આવી શકે છે.
ADVERTISEMENT

આ સ્ટડીમાં વૈજ્ઞાનિકોએ મેયોસિસ નામની એક મહત્વની જૈવિક પ્રક્રિયા પર ફોકસ કર્યું છે જે શુક્રાણુ ઉત્પાદન માટે જરૂરી છે. પ્રયોગ દરમિયાન ચોક્કસ કમ્પાઉન્ડનો ઉપયોગ કરીને ઉંદરોમાં આ પ્રક્રિયાને અસ્થાયી રૂપે અટકાવવામાં આવી હતી. જેના પરિણામે શુક્રાણુ ઉત્પાદન બંધ થઈ ગયું હતું પરંતુ જ્યારે દવા બંધ કરવામાં આવી ત્યારે તેમની પ્રજનન ક્ષમતા પાછી આવી ગઈ હતી અને તેઓ સ્વસ્થ સંતાનોને પિતા બનાવવા સક્ષમ બન્યા હતા.
ADVERTISEMENT
આ સ્ટડીને મહત્વની માનવામાં આવે છે કેમ કે અત્યાર સુધી પુરુષોમાં ગર્ભનિરોધક પદ્ધતિઓ સાથે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. હોર્મોન-આધારિત પદ્ધતિઓ મૂડ સ્વિંગ અને કામવાસનામાં ઘટાડો જેવી સમસ્યાઓનું કારણ બને છે જ્યારે નસબંધી એક કાયમી ઉકેલ છે અને તેને સરળતાથી ઉલટાવી શકાતી નથી. આવ સ્થિતિમાં હોર્મોન-ફ્રી અને કામચલાઉ પદ્ધતિ એક મોટી આશા તરીકે ઉભરી આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ નવી ટેકનોલોજી શુક્રાણુ વિકાસના ચોક્કસ તબક્કાને અવરોધિત કરીને કામ કરે છે. જ્યારે આ પ્રક્રિયા વિક્ષેપિત થાય છે ત્યારે શુક્રાણુ યોગ્ય રીતે વિકાસ કરી શકતા નથી અને પ્રજનનક્ષમતા અસ્થાયી રૂપે બંધ થઈ જાય છે. પણ દવાની અસર બંધ થતાંની સાથે જ શરીર સામાન્ય થઈ જાય છે. પણ વૈજ્ઞાનિકોએ એ પણ સ્પષ્ટ કર્યું કે હાલમાં ઉપયોગમાં લેવાતા કમ્પાઉન્ડ મનુષ્યો માટે સંપૂર્ણ રીતે સલામત ગણી શકાય નહીં. તેની અમુક સંભવિત આડઅસરો હોઈ શકે છે આથી તેને હાલમાં એક પ્રારંભિક પગલું તરીકે જોવામાં આવી રહ્યું છે. જેનો ઉદ્દેશ્ય એ જ પદ્ધતિને ટાર્ગેટ બનાવતા સેફ ઓપ્શન વિકસાવવાનો છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.