બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / Confused: You don't drink fake milk do you? 400 liters of fake milk was to be filled in the dairy, police also conducted a live demo

બોટાદ / ભેળસેળિયા બેફામ: તમે નકલી દૂધ તો નથી પીતા ને? 400 લિટર બનાવટી દૂધ ડેરીમાં ભરવાનો હતો કારસો, પોલીસે લાઈવ ડેમો પણ કરાવ્યો

Vishal Khamar

Last Updated: 10:58 PM, 19 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોટાદ જીલ્લાનાં રાણપુર તાલુકાનાં બુબાવાવ ગામની સીમમાંથી એલસીબીએ રેડ કરી 400 લીટર નકલી દૂધનો જથ્થો ઝડપી પાડી દૂધનાં સેમ્પલ લઈ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલ્યા હતા. પોલીસે નકલી દૂધ સહિત કુલ રૂ. 91,520 નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

  • બોટાદમાં ભેળસેળિયા બેફામ
  • LCBએ નકલી દૂધનો કર્યો પર્દાફાશ
  • 400 લિટર બનાવટી દૂધ જપ્ત કર્યું

બોટાદના રાણપુર તાલુકાના બુબાવાવ ગામની સીમમાંથી બોટાદ LCBએ બનાવટી દૂધનો જથ્થો ઝડપી પાડ્યો. અંદાજે 400 લીટર જેટલું નકલી દૂધ ઝડપી લઈને દૂધના સેમ્પલને લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. બોટાદ LCB એ બાતમીના આધારે બુબાવાવ ગામની સીમમાં દરોડો પાડ્યો હતો. દરોડો પાડતા ફેક્ટરીમાંથી બનાવટી દૂધનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેને લઈને પોલીસે બનાવટી દૂધ સહિત 91 હજાર 520 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી જેજેરામ સંતરામભાઈ ગોંડલિયા વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.  તેમજ આ બનાવટી દૂધનો કાળો કારોબાર કેટલા સમયથી ચાલતો હતો અને આ દૂધને કઈ ડેરીમાં આપવામાં આવતું હતું. તે તમામ બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.

તહેવારોની સિઝનમાં ભેળસેળિયાઓ બેફામ

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બુબાવાવ ગામની સીમમાંથી લોકલ ક્રાઇમ બ્રાંચે બનાવટી દૂધનો મોટો જથ્થો ઝડપ્યો છે. પોલીસે કુલ 91 હજાર 520નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ 400 લિટર બનાવટી દૂધનો જથ્થો પણ ઝડપી પાડ્યો હતો. આ આરોપી ઘણા સમયથી બનાવટી દૂધ બનાવી કાળો કારોબાર ચલાવી રહ્યા હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસે લાઈવ ડેમો કરાવ્યો હતો. એમાં આરોપી જેજેરામ સંતરામભાઈ ગોંડલિયા પાણી અને મિલ્ક-પાઉડરને મિક્સ્ચર દ્વારા મિક્સ કરી એમાં વનસ્પતિ તેલ ઉમેરી બનાવટી દુધ બનાવી દૂધની ડેરીમાં ભરતો હતો. પોલીસ સાથેની વાતચીતમાં આરોપીએ જણાવ્યું હતુ કે આ દૂધનો ટેસ્ટ અસલી દૂધ જેવો જ હોય છે. પોલીસે ટેસ્ટ કરીને પણ ચેક કર્યું હતું. વધુ પાઉડર ઉમેરવાથી દૂધ વધુ ઘટ્ટ બને છે. જ્યારે વનસ્પતિ તેલ સાથે વ્યવસ્થિત રીતે મિક્સ્ચરમાં મિક્સ કરવાથી અસલી-નકલીનો ભેદ જાણવો મુશ્કેલ બની જાય છે.

પોલીસે દૂધનાં નમૂના લઈ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલ્યા

આ બાબતે બોટાદ એસપી કિશોર બળલીયાએ જણાવ્યું હતું કે,  બુબાવાવ  ગામની સીમમાં જેજેરામ સંતરામભાઈ ગોંડલિયાને ત્યાં રેડ કરી ભેળસેળ યુક્ત બનાવટી દૂધ પકડેલ હતું. આ દૂધ આવતા દિવસોમાં જે તહેવાર ઉજવાઈ રહ્યા છે. તેમાં ઉપયોગ થવાની શક્યતા હતી. જેથી તે જગ્યા પર એલસીબીની ટીમે રેડ કરી મામલતદાર, ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનાં અધિકારીઓને સાથે રાખી જરૂરી સેમ્પલનાં નમૂના લઈ કુલ રૂપિયા 91520 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.   વધુમાં જાણવા જોગ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

બોટાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કુલ રૂપિયા 91 હજાર 520નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ દૂધનાં સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ