બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Complete list of fines you will pay for traffic violations

ચેતી જજો / આજથી ટ્રાફિક ભંગના નિયમોના દંડમાં 30 ગણો વધારો, જાણો કોના પર કેટલો દંડ

Bhushita

Last Updated: 11:03 AM, 1 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજથી દેશમાં RTOના નવા નિયમ લાગુ થઇ ગયા છે. લાગુ થયેલા ટ્રાફિકના નવા નિયમોમાં ટ્રાફિકના નિયમો તોડનારને આકરા દંડ થશે. પહેલાં માઈનોરના ડ્રાઈવિંગને કારણે થતી મુશ્કેલીઓને લઈને કોઈ કાયદા ન હતા. હવે બાળકોના પેરન્ટ્સને કે પછી વાહન માલિકને દોષી માનવામાં આવશે.

કાર, બાઈક કે પછી અન્ય કોઈ પણ વાહન ચલાવતી સમયે રાખવામાં આવતી બેદરકારી તમને ભારે પડી શકે છે. દેશભરમાં નવા મોટર વ્હીકલ એક્ટ આજથી એટલે કે 1 સપ્ટેમ્બરથી લાગૂ થયા છે. તેના આધારે અનેક ભૂલો પર 5 ગણો દંડ કરી દેવામાં આવ્યો છે.

કેટલાકમાં આ દંડ 10 ગણો  અને 30 ગણો પણ વધારવામાં આવ્યો છે. જો તમે લાયસન્સ વિના ડ્રાઈવિંગ કરશો તો તમારે 5000 રૂપિયાનો દંડ ભરવો પડશે. જે હાલ સુધી 500 રૂપિયાનો હતો. આ સિવાય ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસમાં પોલિસ તમારી પાસે 10000 રૂપિયા સુધીનો દંડ લઈ શકે છે. જે પહેલાં 2000 રૂપિયા સુધીનો હતો. 

આટલું જ નહીં જો તમે નિયમ તોડશો તો તમારું લાયસન્સ પણ જપ્ત થઈ શકે છે અને સાથે તમારે જેલ પણ જવું પડી શકે છે. જાણી લો નવા મોટર વ્હીકલ એક્ટમાં કઈ જોગવાઈઓ છે. જેનું તમારે ધ્યાન રાખવાની જરૂર છે. 

  • સામાન્ય દંડ - પહેલાં 100 રૂપિયા હતો હવે 500 રૂપિયા
  • હેલ્મેટ ન પહેરવા પર - પહેલાં 100 રૂપિયા હવે 1000 રૂપિયા દંડ અને સાથે 3 મહિના સુધી લાયસન્સ સસ્પેન્ડ
  • ડ્રાઈવિંગ લાયસન્સ વિના ડ્રાઈવિંગ - પહેલાં 500 રૂપિયા અને હવે 5000 રૂપિયા દંડ
  • ટૂ વ્હીલર પર ઓવરલોડિંગ- પહેલાં 100 રૂપિયા અને હવે 2000 રૂપિયા દંડ/ 3 મહિના સુધી લાયસન્સ સસ્પેન્ડ
  • સીટ બેલ્ટ ન લગાવવા પર - પહેલાં 100 રૂપિયા અને હવે 1000 રૂપિયા
  • ડ્રાઈવિંગ સમયે ફોન પર વાત કરવા માટે - પહેલાં 1000 રૂપિયા અને હવે 5000 રૂપિયા દંડ
  • ઓવર સ્પીડ - પહેલાં 400 રૂપિયા, સામાન્ય કાર પર 1-2 હજાર રૂપિયા અને કર્મશિયલ વ્હીકલ પર 2-4 હજાર રૂપિયા અને બીજી વખતમાં લાયસન્સ જપ્ત

  • આડેધડ ડ્રાઈવિંગ - પહેલી વારમાં 6 મહિનાથી 1 વર્ષની જેલ/1-5 હજાર રૂપિયા સુધીનો દંડ, બીજી વારમાં 2 વર્ષની જેલ / 10 હજાર રૂપિયાનો દંડ
  • ડ્રિંક એન્ડ ડ્રાઈવ - પહેલી વારમાં 6 મહિનાની જેલ/ 10 હજારનો દંડ અને બીજી વારમાં 2 વર્ષની જેલ /15 હજારનો દંડ
  • રેસિંગ અને સ્પીડિંગ - પહેલી વારમાં 1 મહિનાની જેલ/500 રૂપિયાનો દંડ, બીજી વારમાં 1 મહિનાની જેલ/10 હજાર રૂપિયાનો દંડ
  • ઈન્શ્યોરન્સ વિના ગાડી ચલાવવી -પહેલી વારમાં 2 હજાર રૂપિયા દંડ/3 મહિનાની જેલ, બીજી વારમાં 4 હજાર રૂપિયાનો દંડ/3 મહિનાની જેલ
  • આપાતકાલીન સેવાની ગાડીમાં રસ્તો ન આપવા માટે - હવેથી 10000 રૂપિયાનો દંડ/6 મહિના સુધીની જેલની સજા અથવા બંને
  • એક્સીડન્ટથી જોડાયેલી ભૂલો - પહેલીવારમાં 6 મહિનાની જેલ/5000 રૂપિયાનો દંડ, બીજી વારમાં 1 વર્ષની જેલ/10 હજારનો દંડ
  • માઈનોરના વ્હીકલ ચલાવવા પર - હવેથી 25 હજારનો દંડ અને સાથે 3 વર્ષની જેલની સજા, વાહનનું રજિસ્ટ્રેશન પણ એક વર્ષ સુધી રદ થઈ શકે છે. 25 વર્ષ પહેલાં ડ્રાઈવિંગ લાયસન્સ આપવામાં આવશે નહીં. 

ફોટો સૌજન્ય - Twitter.com

સંકળાયેલા મુદ્દાઓ

1st September Traffic rules list of fines traffic violations વાહનચાલકોને થશે દંડ સજા Be alert
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ