બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / રાજકોટ / Complaint of sexual harassment against a professor of MJ Kundalia College, Rajkot

શર્મસાર / રાજકોટની કોલેજના પ્રોફસરે PHDની વિદ્યાર્થીની સાથે શું કર્યું? યુનિ.તપાસમાં ઘટસ્ફોટ, કુલપતિએ લીધું એક્શન

Dinesh

Last Updated: 09:35 PM, 23 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જાણે વિવાદોની પર્યાય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે, પ્રોફેસર દ્વારા વિદ્યાર્થિની છેડતી કરાઈની ફરિયાદ નોંધાઈ

 

  • રાજકોટની એમ.જે.કુંડલિયા કોલેજના પ્રોફસરનું કાળુ કારસ્તાન 
  • પ્રોફેસર જ્યોતિન્દ્ર જાનીએ કરી વિદ્યાર્થિનીની જાતીય સતામણી 
  • વિદ્યાર્થિનીએ જ્યોતિન્દ્ર જાની વિરુદ્ધ યુનિવર્સિટીમાં કરી હતી ફરિયાદ 

રાજકોટમાં શિક્ષણ જગતને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જાણે વિવાદોની પર્યાય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણકે યુનિવર્સિટીમાં એક બાદ એક વિવાદો સામે આવી રહ્યાં છે. ત્યારે હવે પ્રોફેસર દ્વારા વિદ્યાર્થિનીની છેડતીને લઈને વિવાદ ઉભો થયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વધુ એક પ્રોફેસરનું નામ યૌન શોષણના પ્રકરણમાં સામે આવ્યું છે.

અણછાજતું વર્તન કર્યું
એમ. જે. કુંડલિયા કોલેજના પ્રોફેસર પાસે Ph.D કરતી એક વિદ્યાર્થિની સાથે ગાઈડ જ્યોતિન્દ્ર જાનીએ અણછાજતું વર્તન કરી શારીરિક છેડછાડ કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈને કુલપતિએ UGCના નિયમ મુજબ એક કમિટીની રચના કરીને તપાસનો આદેશ કર્યો હતો. તપાસ દરમિયાન કમિટી સમક્ષ કેટલીક ચોંકાવનારી હકીકત આવી હતી અને પ્રોફેસરે વિદ્યાર્થિનીની અનિચ્છા હોવા છતાં તેને સ્પર્શ કરી સન્માન ઘવાય તેવા શબ્દો ઉચ્ચાર્યા હતા. કમિટીના રિપોર્ટના આધારે કુલપતિ ડોક્ટર ગિરીશ ભીમાણીએ કુંડલિયા કોલેજના પ્રોફેસર સામે 7 દિવસમાં પગલાં લેવા એમ.જે. કુંડલિયા કોલેજના સંચાલકોને આદેશ કર્યો છે.

સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો
સમગ્ર મામલે NSUI અને કોંગ્રેસ દ્વારા પણ કુંડલિયા કોલેજ ખાતે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો. પ્રોફેસર જ્યોતિન્દ્ર જાનીને સસ્પેન્ડ કરવાની માગ કરવામાં આવી. જ્યારે NSUI અને કોંગ્રેસના કાર્યકરોએ એમ.જે.કુંડલિયા કોલેજ ખાતે વિરોધ દર્શાવી પ્રોફેસરને સસ્પેન્ડ કરવાની માગ કરી, ત્યારે એમ.જે.કુડલિયા કોલેજના સત્તાધીશો ક્યાંકને ક્યાંક પ્રોફેસર જ્યોતિન્દ્ર જાનીને બચાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા. આ કોઈ પ્રથમ ઘટના નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે. ત્યારે હવે આ પ્રોફેસર સામે શું પગલા લેવાય છે તે જોવું રહ્યું.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ