બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / સ્પોર્ટસ / Cricket / Coach McDonald backs Mitchell Marsh for Australian captaincy in T20 World Cup

T 20 world cup / ઓસ્ટ્રેલિયાએ T20 વર્લ્ડ કપ માટે કેપ્ટન જાહેર કર્યો, પેટ કમિન્સ કપાયો, ભારતમાં કર્યો હતો વિવાદ

Hiralal

Last Updated: 08:58 PM, 12 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલિયાએ ટી 20 વર્લ્ડ માટે મિશેલ માર્શને નોમિનેટ કર્યો છે જોકે હજુ સત્તાવાર જાહેરાત બાકી છે.

1 જુનથી અમેરિકા અને વેસ્ટ ઈન્ડીઝમાં ટી 20 વર્લ્ડ કપ શરુ થવાનો છે. કુલ 20 ટીમો ભાગ લેવાની છે. 20 ટીમોએ હજુ સત્તાવાર રીતે પોતપોતાની ટીમ જાહેર કરી નથી પરંતુ કેટલાકના નામ નક્કી છે જોકે કેટલીક ટીમને સરપ્રાઈઝ કેપ્ટન મળી શકે છે તેમાંની એક ઓસ્ટ્રેલિયન ટીમ છે. 

ઓસ્ટ્રેલિયાના હેડ કોચ માર્શને કેપ્ટન બનાવવા કરી ભલામણ 
ટી 20 વર્લ્ડ કપ માટે મિશેલ માર્શ ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન બને તે નક્કી છે. ઓસ્ટ્રેલિયાના હેડ કોચ એન્ડ્રૂ મેકડોનાલ્ડ ઈચ્છી રહ્યાં છે કે 32 વર્ષીય માર્શ ટી 20 વર્લ્ડ કપમાં કેપ્ટન બને અને તેમણે સપોર્ટ પણ કર્યો છે. મેકડોનાલ્ડે કહ્યું કે મને લાગે છે કે માર્શના પક્ષમાં પલડું ભારે છે, માર્શ ટીમ સાથે જે રીતે હળભળી રહ્યો છે, ટીમને સહયોગ આપી રહ્યો છે તેનાથી અમે રાજી છીએ. અમને લાગે છે કે માર્શ વર્લ્ડ કપનો લીડર છે અને આગામી સમય નક્કી થઈ જશે. એરન ફિંચની નિવૃતી બાદ ટી 20 વર્લ્ડ કપ માટે માર્શનું નામ સામે આવ્યું હતું. એરન ફિંચની કપ્તાનીમાં જ ઓસ્ટ્રેલિયાએ 2021નો વર્લ્ડ કપ જીત્યો હતો. ટી 20 વર્લ્ડ કપની ફાઈનલમાં ફિંચે ન્યૂઝીલેન્ડ સામે 77 રન કર્યાં હતા અને તે પ્લેયર ઓફ મેચ જાહેર કરાયો હતો. 

પેટ કમિન્સે T20 કેપ્ટનશીપ લેવા તૈયાર નથી 
ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ અને ODI કેપ્ટન પેટ કમિન્સે T20 કેપ્ટનશીપ લેવા માટે કોઈ રસ દાખવ્યો ન હોવાથી મિશેલ માર્શનું નામ નક્કી છે. કમિન્સે તાજેતરમાં જણાવ્યું હતું કે તેને કેપ્ટનશિપની વધારાની જવાબદારી વિના T20I ક્રિકેટ રમવાની મજા આવે છે. માર્શ એક ટીમનું નેતૃત્વ કરે તેવી અપેક્ષા છે. 

મિશેલ માર્શે વર્લ્ડ કપની ટ્રોફી પર પગ રાખીને ઊભો કર્યો હતો વિવાદ 
ઉલ્લેખનીય છે કે 19 નવેમ્બર 2023ના દિવસે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતને હરાવીને વર્લ્ડ કપ જીતનાર ટીમ ઓસ્ટ્રેલિયાનો ખેલાડી મિશેલ માર્શ વર્લ્ડ કપની ટ્રોફી પર પગ રાખીને બેઠો હતો, તેનો આ ફોટો વાયરલ થતાં ઘણો વિવાદ થયો હતો.  આ ફોટો જોઇ હજારો લોકો ઓસ્ટ્રેલિયાના આ ખિલાડી પર ભડક્યાં છે. 

ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપના ગ્રુપ-બીમાં 
ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપના ગ્રુપ Bમાં સામેલ છે અને 6 જુને બાર્બાડોસ સામે તેની પહેલી મેચ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ