બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / cm vijay rupani press conference motor vehicle act gujarat

નિર્ણય / ટ્રાફિકના નવા દંડ માટે CM રૂપાણીની જાહેરાત, ગુજરાતમાં હવે આટલો દંડ, લાયસન્સ માટે પણ મહત્વનો આદેશ

Ravi

Last Updated: 11:09 PM, 10 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં નવા મોટર વ્હીકલ એક્ટ અંગે આજે જાહેરાત થઇ છે. નવા મોટર વ્હીકલ એક્ટમાં ફેરફાર કરી અમુક દંડમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જે અંગે મુખ્યમંત્રી રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે. ત્યારે જાણો શું છે નવા દંડ?

મોટર વ્હીકલ એક્ટને લઇ મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે પ્રેસ કોન્ફરન્સ દ્વારા નવા નિયમોની જાહેરાત કરી છે. જેમાં રાજ્યની સત્તા હેઠળ આવતા દંડની જોગવાઇમાં ફેરફાર કરાયો છે. આ જોગવાઈમાં સરકારે કેટલાક દંડમાં ફેરફાર કર્યા છે. કલમ-200 હેઠળ રાજ્ય સરકાર ફેરફાર કરવામાં આવ્યા છે. જોકે આ મોટર વ્હીકલ એક્ટના નવા નિયમો 16 સપ્ટેમ્બરથી લાગૂ પડશે.

મોટર વ્હીકલ એક્ટને લઇને સીએમ વિજય રૂપાણીએ દંડમાં ઘટાડો કર્યો છે. કેન્દ્ર સરકારે નક્કી કરેલા ઊંચા દંડને રાજ્ય સરકારે ઘટાડ્યો છે. જેમાં રાજ્ય સરકારે 50થી વધુ કલમોમાં સુધારો કર્યો છે.

રાજ્ય સરકારને કાયદામાં ફેરફાર કરવાની સત્તા હોય છે ત્યારે કેટલાક દંડ અને નિયમોમાં ફેરફાર કર્યો છે. જેમાં ટુ વ્હીલર અને ટ્રેક્ટરને રાહત અપાઇ છે. જ્યારે અન્ય કેટલીક રાહતો પણ અપાઇ છે. લાયસન્સ સાથે રાખવું જરૂરી નથી, ડિજીટલ લોકરમાં સ્ટોર કરેલા દસ્તાવેજો માન્ય ગણાશે. રાજ્ય સરકાર દ્વારા પોલીસ અને આરટીઓને દંડ વસૂલવાની સત્તા અપાઇ છે.

શું છે નવા દંડ-નિયમો અને ફેરફાર ? 

ગુનો નવો દંડ (રાજ્ય સરકાર) નવા મોટર વ્હીકલ એક્ટમાં દંડ (કેન્દ્ર સરકાર)
1. લાઇસન્સ, વીમો, પીયૂસી, RC બુક વગેરે દસ્તાવેજો સાથે ન હોવા પર, PUC કઢાવેલ ન હોવું. પ્રથમ વખત 500 અને બીજી વખત 1000 રૂપિયાનો દંડ પ્રથમ વખત 500 અને બીજી વખત 1500 રૂપિયાનો દંડ
2. અડચણ રૂપ પાર્કિંગ પ્રથમ વખત 500 અને બીજી વખત 1000 રૂપિયાનો દંડ પ્રથમ વખત 500 અને બીજી વખત 1500 રૂપિયાનો દંડ
3. કાચ પર ડાર્ક ફિલ્મ પ્રથમ વખત 500 અને બીજી વખત 1000 રૂપિયાનો દંડ પ્રથમ વખત 500 અને બીજી વખત 1500 રૂપિયાનો દંડ
4. ચાલુ વાહન પર મોબાઇલનો ઉપયોગ પ્રથમ વખત 500 અને બીજી વખત 1000 રૂપિયાનો દંડ પ્રથમ વખત 500 અને બીજી વખત 1500 રૂપિયાનો દંડ
5. હેલ્મેટ વગર વાહન ચલાવવા પર 500 રૂપિયા દંડ 1000 રૂપિયા દંડ
6. સીટ બેલ્ટ ન બાંધવો 500 રૂપિયા દંડ 1000 રૂપિયા દંડ
7. ત્રિપલ સવારી મોટર સાઇકલ ચલાવવા પર 100 રૂપિયા દંડ 1000 રૂપિયા દંડ
8. ભયજનક ડ્રાઈવિંગ/ રોંગ સાઇડ ડ્રાઇવિંગ થ્રી વ્હીલર 1500 દંડ
એલ.એમ.વી. 3000 દંડ
અન્ય 5000 દંડ
પ્રથમ વખત 5000 અને બીજી વખત 10000 રૂપિયાનો દંડ
9. ઓવર સ્પીડીંગ ટૂ, થ્રી વ્હિલર 1500 દંડ
ટ્રેક્ટર 1500 દંડ
એલ.એમ.વી. 2000 દંડ
અન્ય 4000 દંડ
એલ.એમ.વી. 2000 દંડ
એલ.એમ.વી. સિવાય 4000 દંડ
10. ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવવા પર ટૂ વ્હીલર 2000 થ્રી-ફોર વ્હિલર અને તેથી ઉપર 3000 દંડ 5000નો દંડ
11. રજીસ્ટ્રેશન વગર વાહન ચલાવવું ટૂ વ્હીલર 1000, થ્રી વ્હીલર 2000, ફોર વ્હીલર 3000, અન્ય 5000 રૂપિયા દંડ પ્રથમ વખત 5000 અને બીજી વખત 10000 રૂપિયાનો દંડ
12. ફીટનેસ વગર વાહન ચલાવવું થ્રી વ્હીલર 500 અને ફોર વ્હીલર- અન્ય પર 5000 રૂપિયા દંડ પ્રથમ વખત 5000 અને બીજી વખત 10000 રૂપિયાનો દંડ
13. પ્રદુષણયુક્ત વાહન ચલાવવું ટૂ વ્હીલર અને એલ.એમ.વી 1000 અને અન્ય 2000 રૂપિયાનો દંડ 10000 રૂપિયા દંડ
14. થર્ડપાર્ટી વિમા વગર વાહન ચલાવવું 2000 રૂપિયા દંડ પ્રથમ વખત 2000 અને પછીના ગુનામાં 4000 રૂપિયાનો દંડ
15. અવાજ પ્રદુષણ કરી વાહન ચલાવવું 1000 રૂપિયા દંડ 1000 રૂપિયા દંડ
16. ખેતીવિષયક કે ઘર વખરી લઇ જવાતા હોય અને તે બહાર નીકળે રીજીડ ચેસીસ વાહન 1000, ટ્રેઇલર 4000 રૂપિયા દંડ

20000 રૂપિયા દંડ

17. જાહેર જગ્યામાં રેસ કરવી કે સ્પીડની ટ્રાયલ કરવી 5000 રૂપિયા દંડ પ્રથમ વખત 5000 અને બીજી વખત 10000 રૂપિયાનો દંડ
18. એમ્બ્યુલન્સ અથવા ફાયર ફાયટિંગ વાહન કે કોઇ અન્ય ઇમરજન્સી વાહનને સાઇડ ન આપે 1000 રૂપિયા દંડ 10000 રૂપિયા દંડ

સંકળાયેલા મુદ્દાઓ

CM Vijay Rupani Motor Vehicle Act Press conference gujarat ગુજરાત મોટર વ્હીકલ એક્ટ Decision
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ