બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / CM Rupani frontline corona warriors seva yagna start

VIDEO / ફ્રંટલાઈન કોરોના વોરિયર્સ માટે CM રૂપાણી અને રાજ્યપાલે સેવાયજ્ઞનો આજે કરાવ્યો પ્રારંભ

Published By: Gayatri

Last Updated: 12:34 PM, 30 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોનાની મહામારીમાં જેઓ સીધી લડાઈ લડી રહ્યા છે અને 24 કલાક છેલ્લા કેટલાય મહિનાઓથી લડી રહી છે તે કોરોના વોરિયર્સ માટે આજે કીટ મોકલાવવામાં આવી હતી.

  • ફ્રંટલાઈન કોરોના વોરિયર્સને અપાશે કીટ
  • રાજભવનથી લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન 
  • 1 લાખ ફંટલાઈન કોરોના વોરિયર્સને મળશે કીટ

રાજ્યમાં ફ્રંટલાઈન કોરોના વોરિયર્સને ચીજવસ્તુઓની કીટ આપવામાં આવી હતી. આજે રાજ્યમાં 1 લાખ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને કીટ આપવાની શરૂઆત કરાવાઈ હતી. 


જીવન ઉપયોગી ચીજવસ્તુઓની કીટ પહોંચાડવાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યપાલની ઉપસ્થિતીમાં CM રૂપાણીના હસ્તે  શરૂઆત કરવામાં આવી હતી જેમાં સૌથી પ્રથમ CM રૂપાણીએ 10 હજાર કિટના પ્રથમ જથ્થાને પ્રસ્થાન કરાવ્યુ હતુ. રાજ ભવન ખાતેથી લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતુ. 

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 14,327 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 180 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ 9,544 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 4,08,368 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. 

છેલ્લા 24 કલાકમાં 180 દર્દીઓના મોતથી ખળભળાટ

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 180 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 7010 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 572 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,37,794 પર પહોંચ્યો છે.

 

જામનગર જિલ્લામાં 18 દર્દીઓના મોત

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે, રાજ્યમાં ગત 24 કલાકમાં 180 દર્દીઓના મોત થયાં હતા. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 25 દર્દીઓના મૃત્યું થયાં હતા. જો કે, સૌરાષ્ટ્રના જામનગર જિલ્લામાં 18 દર્દીઓના મોત થતાં હડકંપ મચ્યો હતો.  

May be an image of 1 person, standing and text that says "VTVGujarati.com VTV ગુજરાતી WD ગુજરાતી ગુજરાતી સંકટ હજુ ટળ્યું નથી કોરોનાના કેસમાં અમદાવાદે મુંબઈની સાઈડ કાપી -ગુજરાતમાં આજે(29-04-2021) કોરોનાના 14,327 નવા કેસ -9,544 દર્દીઓ થયાં સાજા, 180 દર્દીઓના થયાં મૃત્યુ -કોર્પોરેશન: અમદાવાદમાં 5258, સુરતમાં 1836, વડોદરામાં 639, રાજકોટમાં 607 -ગ્રામ્ય: અમદાવાદમાં 61, સુરતમાં 356, વડોદરામાં 221, રાજકોટ 29 1000 VTVGujarati"

ઉત્તર ગુજરાતના મહેસાણાએ ચિંતા વધારી 

કોરોનાનો પ્રકોપ દરરોજ વધી રહ્યો છે. ત્યારે ગત 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસમાં અમદાવાદ સુરત બાદ મહેસાણા જિલ્લામાં ચિંતાજનક આંકડો નોંધાયો છે. ઉત્તર ગુજરાતના મહેસાણામાં પણ કોરોના કહેર જોવા મળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગત 24 કલાકમાં અહીં 511 નવા કેસ નોંધાયા હતા. 

અત્યાર સુધીમાં 1,19,22,841 લોકોને અપાઇ રસી 

સારા સમાચાર એ છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 1,19,22,841  લોકોનો કોરોનાની રસી આપવામાં આવી છે. 

સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ 

ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 5258 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 61 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1836 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 356 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 639 કેસ, જ્યારે ગ્રામ્યમાં 221 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 607 કેસ અને ગ્રામ્યમાં 29  કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...

સંકળાયેલા મુદ્દાઓ

cm rupani coronavirus in Gujarat gandhinagar કોરોના ગાંધીનગર સીએમ રૂપાણી coronavirus in Gujarat

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ