બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / CM Mamta asking to PM MODI regarding free vaccination in bengal

પ્રહાર / મુખ્યમંત્રી બનતા જ દીદીનો PM મોદીને સવાલ, નવી સંસદ માટે પૈસા ખર્ચો છો આ કામ માટે કેમ નહીં

ParthB

Last Updated: 08:20 PM, 6 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો રાજ્યમાં કોઈ કેન્દ્રમંત્રી આવે છે તો તેમણે પણ RT-PCR નો નેગેટિવ રિપોર્ટ લાવવો જરૂરી છે. નિયમ બધાને સરખા લાગુ પડે છે.

  • ભાજપના લોકોએ બંગાળમાં આવીને કોરોના ફેલાવ્યો
  • કેંદ્રમાંથી માત્ર ટીમ આવે છે, વેક્સિન નથી આવતી
  • કેન્દ્રીય મંત્રીઓ પોતાનો RT-PCR નો નેગેટિવ રિપોર્ટ લઈને રાજ્યમાં આવે 

ભાજપના લોકોએ બંગાળમાં આવીને કોરોના ફેલાવ્યો

પશ્ચિમ બંગાળની ખુરશી પર સતત ત્રીજી વાર મુખ્યમંત્રી તરીકે આવ્યા બાદ મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારની કોરોના નીતિ પર સવાલ ઉઠાવ્યા છે. મમતા બેનર્જીએ કહ્યું કે કેન્દ્ર દ્વારા કોરોનાને લઈને કોઈ પણ પારદર્શક નીતિ બનાવવામાં નથી આવી, તેથી મેં પ્રધાનમંત્રી મોદીને પત્ર લખ્યો છે. અને આ નીતિને સ્પષ્ટ બનાવવાની માંગણી કરી છે. સાથે જ CM મમતાએ કહ્યું કે ભાજપના લોકોએ બંગાળમાં આવીને કોરોના ફેલાવ્યો છે. અને વેક્સિનને લઈને પ્રહાર કર્યો કે મારા રાજ્યને હજુ પર્યાપ્ત માત્રામાં વેક્સિન મળી નથી. 

કેંદ્રમાંથી માત્ર ટીમ આવે છે, વેક્સિન નથી આવતી 

CM મમતાએ કહ્યું કે ભાજપના નેતાઓ રાજ્યમાં આમતેમ ફરી રહ્યા છે, અને આટલું જ નહીં તે લોકોને ભડકાવી રહ્યા છે. વધુમાં ઉમેર્યું કે હજી સરકાર બની એને 24 કલાક પણ નથી થયા અને તે લોકો પત્ર મોકલી રહ્યા છે, કેંદ્રમાંથી ટીમ અને નેતા મોકલી રહ્યા છે. તેમણે કહ્યું કે વાસ્તવમાં કેન્દ્ર સરકાર જનાદેશ સ્વીકારવા તૈયાર નથી. હું તેમને આ પરિણામ સ્વીકારી લેવા માટે વિનવું છું. 

કેન્દ્રીય મંત્રીઓ પોતાનો RT-PCR નો નેગેટિવ રિપોર્ટ લઈને રાજ્યમાં આવે 

CM મમતાએ કહ્યું કે એક ટીમ આવી હતી, તેમણે ચા પીધી અને પછી જતી રહી. પણ કોરોના હજુ ચાલુ છે. હવે જો મંત્રીઓ આવશે તો એમને પણ પોતાનો RT-PCR નો નેગેટિવ રિપોર્ટ લાવવો જરૂરી છે. કારણકે નિયમો દરેક વ્યક્તિ માટે સમાન હોવો જોઈએ. વધુમાં જણાવ્યું કે ભાજપના નેતાઓના વારંવાર આવન જાવનને કારણે કોરોના વધી રહ્યો છે. આ સિવાય રસીકરણની વાત ઉમેરતાં કહ્યું કે ફ્રીમાં રસી માટે  PM મોદી તરફથી મને કોઈ જવાબ નથી મળ્યો. પરંતુ 20,000 કરોડના ખર્ચે નવું સંસદ  અને મૂર્તિઓ બનાવી રહ્યા છે, પણ વેક્સિન માટે 30,000 કરોડ રૂપિયા નથી ફાળવી શકતા. 

સંકળાયેલા મુદ્દાઓ

Corona Virus Mamta benerjee PM modi Vaccination West Bengal નરેન્દ્ર મોદી મમતા બેનર્જી coronovirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ