બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / મનોરંજન / Clash of 5 films together in theatres, Who will won Bollywood, South or Hollywood?

મનોરંજન / આજે થિયેટરમાં એકસાથે રિલીઝ થઈ 5 ફિલ્મો: બોલિવૂડ, સાઉથ કે હોલીવુડ કોણ મારશે બાજી? જાણો

Megha

Last Updated: 01:42 PM, 17 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ, સાઉથ અને હોલીવુડ ત્રણેય ઈન્ડસ્ટ્રીની ફિલ્મો બોક્સ ઓફિસ પર પોતાની તાકાત બતાવવા આવી રહી છે. ચાલો જાણીએ કે બોક્સ ઓફિસ પર આ ફિલ્મોની ઓપનિંગ કેવી રહી શકે છે.

  • આજે એક સાથે 5 ફિલ્મો રિલીઝ થઈ છે 
  • બોલિવૂડ, સાઉથ અને હોલીવુડ ત્રણેય ઈન્ડસ્ટ્રીની ફિલ્મો રિલીઝ 
  • બોક્સ ઓફિસ પર આ ફિલ્મોની ઓપનિંગ કેવી રહેશે જાણો 

ગયા અઠવાડિયે રિલીઝ થયેલ 'તુ જૂઠી મેં મક્કાર' ફિલ્મે સારી એવી કમાણી કરી હતી અને હવે આજે જઆવો શુક્રવાર નવી ફિલ્મો સાથે તૈયાર છે. જણાવી દઈએ કે આજે એટલે કે શુક્રવારે સિનેમાઘરોમાં એક સાથે 5 ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. આ વખતે બોલિવૂડ, સાઉથ અને હોલીવુડ ત્રણેય ઈન્ડસ્ટ્રીની ફિલ્મો બોક્સ ઓફિસ પર પોતાની તાકાત બતાવવા આવી રહી છે. ચાલો જાણીએ કે બોક્સ ઓફિસ પર આ ફિલ્મોની ઓપનિંગ કેવી રહી શકે છે.

1. Mrs Chatterjee Vs Norway
રાની મુખર્જનીઆ ફિલ્મને ખૂબ જ સારા રિવ્યુ મળ્યા છે. જણાવી દઈએ કે આ ફિલ્મમાં રાનીના અભિનયને તેના કરિયરના શ્રેષ્ઠ કામોમાંથી એક કહેવામાં આવી રહ્યું છે. રિપોર્ટ અનુસાર 'મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે' લગભગ 1045 સ્ક્રીન્સ પર રીલિઝ થવા જઈ રહી છે. રિવ્યુના આધારે, જો ફિલ્મને સારો પ્રતિસાદ મળે તો આવનાર દિવસોમાં તેના શોમાં વધારો થવાની પુરી શક્યતાઓ છે.  ફિલ્મ માટે લગભગ 8000 ઓનલાઈન ટિકિટ વેચાઈ છે અને એડવાન્સ બુકિંગ ગ્રોસ 20 લાખની નજીક છે. આ હિસાબે રાની મુખર્જીની ફિલ્મ 2 કરોડની રેન્જમાં ઓપનિંગ લેતી જોવા મળે છે. 

2. 'Zwigato' 
કોમેડિયન કપિલ શર્મા અને શહાના ગોસ્વામીની ફિલ્મ 'Zwigato'નું ટ્રેલર લાંબા સમયથી ચર્ચામાં હતું. ડિરેક્ટર નંદિતા દાસની ફિલ્મનું પ્રીમિયર ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થકર્યું હતું જ્યાં તેને ઘણી પ્રશંસા મળી હતી. આ સાથે જ બુસાન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ આ ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો હતો. ફિલ્મમાં કપિલ ફિલ્મમાં ગંભીર પાત્ર ભજવી રહ્યો છે અને ટ્રેલરમાં તેનું કામ લોકોને પસંદ આવ્યું છે. 'Zwigato'ના રિવ્યુ પણ સારા રહ્યા છે અને હવે તમામ કમાણી લોકોના વખાણ પર નિર્ભર છે.  રિપોર્ટ્સ અનુસાર લગભગ 1200 સ્ક્રીન્સ પર રિલીઝ થનારી 'Zwigato' માટે એડવાન્સ બુકિંગ બહુ મજબૂત નહતી અને ફિલ્મને 1 કરોડ રૂપિયાની રેન્જમાં ઓપનિંગ મળી શકે છે. 

3. kabzaa
ગયા વર્ષે KGF 2 અને 'Kantara' ની સફળતા પછી કન્નડ ઇન્ડસ્ટ્રી પણ ઘણી ચર્ચામાં છે. ઉપેન્દ્ર અને કિચ્ચા સુદીપ અભિનીત કબ્ઝા એક પીરિયડ ગેંગસ્ટર ડ્રામા છે. ફિલ્મનું ટ્રેલર જોઈને ઘણા લોકો KGF જેવું અનુભવી રહ્યા હતા. 'કબ્ઝા' ઉત્તર ભારતમાં 1200 થી 1500 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ રહી હોવાના અહેવાલો છે. અહેવાલો અનુસાર, હિન્દી વર્ઝનમાં 'કબજા' માટે 50 લાખથી થોડી ઓછી એડવાન્સ બુકિંગ કરવામાં આવી છે. પહેલા દિવસે ફિલ્મની કમાણી 1 થી 2 કરોડ રૂપિયાની વચ્ચે રહી શકે છે. જ્યારે ફિલ્મ ઓલ ઈન્ડિયા બોક્સ ઓફિસ પર 10 કરોડ રૂપિયાની આસપાસ ઓપનિંગ કરે તેવી શક્યતા છે. 

4. Shazam 
સુપરમેન-બેટમેનના ડીસી કોમિક્સ યુનિવર્સમાં સુપરહીરો શાઝમની બીજી સોલો ફિલ્મ આવી રહી છે. 'Shazam 2' ભારતમાં અંગ્રેજી ઉપરાંત હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થઈ રહી છે.  વિવિધ ભાષાઓમાં રિલીઝ થનારી આ ફિલ્મની કુલ સ્ક્રીન કાઉન્ટ 'કબ્ઝા' (હિન્દી), 'ઝ્વીગાટો' અને 'મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે' કરતાં વધુ હોવાની અપેક્ષા છે. 'શાઝમ 2' ભારતમાં 5-7 કરોડની રેન્જમાં ઓપનિંગ કરી શકે છે. 

5. શુભ નિકાહ 
શુક્રવારે રિલીઝ થનારી પાંચ ફિલ્મોમાં 'શુભ નિકાહ' સૌથી ઓછી ચર્ચિત ફિલ્મ છે. અક્ષ પરદસાની, રોહિત વિક્રમ અને અર્શ સંધુ અભિનીત આ ફિલ્મ એક હિંદુ છોકરા અને મુસ્લિમ છોકરીની લવ સ્ટોરી છે, જેમાં ધર્મનો તફાવત સૌથી મોટો વિલન છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ