બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Civil Services Day Project Path and SOTTO will be awarded by the Prime Minister

નવતર પહેલને બિરદાવી / શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ, SOTTOએ પાડ્યો સપાટો, મળશે પ્રધાનમંત્રી એવોર્ડ

Kishor

Last Updated: 09:10 PM, 19 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યના શિક્ષણ વિભાગની ‘પ્રોજેક્ટ પથ’ અંતર્ગત શિક્ષણ સુધારણા અંગેની નવતર પહેલ માટે ‘પ્રાઈમ મિનિસ્ટર્સ એવોર્ડ ફોર એક્સલન્સ ઈન પબ્લિક એડમિનિસ્ટ્રેશન’ માટે પસંદગી કરાઈ છે તથા અંગદાન ક્ષેત્રે SOTTOને "ઇનોવેશન સ્ટેટ" કેટેગરીમાં પ્રધાનમંત્રી એવોર્ડ અપાશે.

  • શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે અગ્રેસર ગુજરાતની વધુ એક સિદ્ધિ
  • ‘સિવિલ સર્વિસીસ ડે’ નિમિત્તે વડાપ્રધાનના હસ્તે એવોર્ડ એનાયત કરાશે  
  • ‘પ્રોજેક્ટ પથ’ અને SOTTOને એવોર્ડ અપાશે

રાજ્યમાં શિક્ષણનો વ્યાપ વધે તે આશયથી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિક્ષણક્ષેત્રે ગુજરાતનો વિદ્યાર્થી વિશ્વ સ્તરેની સ્પર્ધામાં ઊભો રહી શકે તેવા પ્રયાસો હાથ ધર્યા હતાં.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નક્કર આયોજન કરીને અનેક નવતર પહેલો શરૂ કરી છે, જેના પરિણામે આજે ગુજરાત નાગરિક સેવાના મુખ્ય ક્ષેત્ર એવા શિક્ષણ અને આરોગ્યક્ષેત્રે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યના શિક્ષણ વિભાગની ‘પ્રોજેક્ટ પથ’ અંતર્ગત શિક્ષણ સુધારણા અંગેની નવતર પહેલ માટે તેમજ રાજ્યમાં અંગદાન ક્ષેત્રે કરેલી વિવિધ નવતર પહેલ માટે "ઇનોવેશન સ્ટેટ" કેટેગરીમાં પ્રધાનમંત્રી એવોર્ડ ‘પ્રાઈમ મિનિસ્ટર્સ એવોર્ડ ફોર એક્સલન્સ ઈન પબ્લિક એડમિનિસ્ટ્રેશન’ માટે પસંદગી કરવામાં આવી છે. ગુજરાતને આ સિદ્ધિ બદલ તા. ૨૧મી એપ્રિલ, ૨૦૨૩ના રોજ નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રીના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવશે. 


ર૧ એપ્રિલ સિવિલ સર્વીસ ડેની ઉજવણી

મહત્વનું છે કે દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલે ૧૯૪૭માં ર૧ એપ્રિલે સ્વતંત્ર ભારતના સિવિલ સર્વન્ટ્સની પ્રથમ બેચને સંબોધન કર્યુ હતું. તેમણે સિવીલ સર્વન્ટસને ‘સ્ટિલ ફ્રેમ ઑફ ઇન્ડીયા’ના નામથી નવાજીને દેશહિત-સમાજ અને લોકહિતના પ્રકલ્પો સેવાકાર્યો માટે પ્રતિબદ્ધ રહેવાની પ્રેરણા આપી હતી. આ સ્મૃતિને દેશભરના સિવિલ સર્વન્ટસ જાહેર સેવકોમાં ચિરંજીવ રાખવા દર વર્ષે ર૧ એપ્રિલે સિવિલ સર્વન્ટસ ડે ઉજવવામાં આવે છે. ર૦ર૩ના વર્ષમાં ર૧ એપ્રિલ સિવિલ સર્વીસ ડેની ઉજવણી દરમિયાન વડાપ્રધાન મોદી ગુજરાત સરકારને બે અભિનવ સિદ્ધિઓ માટે એવોર્ડ અર્પણ કરશે.

જિલ્લાઓમાંથી ૫૦૦થી વધુ માસ્ટર ટ્રેનર્સને તાલીમ

પ્રોજેક્ટ પથ પહેલે ખાસ કરીને ગ્રામીણ ભારતમાં સરકારી શાળાઓની ક્ષમતા અને મહત્વને સાબિત કર્યું છે. પ્રોજેક્ટ પથ એ મહેસાણા જિલ્લાના શિક્ષકો દ્વારા દર્શાવવામાં આવેલા સમર્પણ, નવીનતા અને આત્મસન્માનની વાર્તા છે. તે જાહેર વહીવટનું ઉત્તમ ઉદાહરણ છે. જ્યાં જિલ્લા કક્ષાની પહેલ માત્ર ૯૯૪ શાળાઓમાં આટલા મોટા પાયે અમલમાં મુકવામાં આવી છે અને ૧.૩૮ લાખ વિદ્યાર્થીઓના ભણતરના પરિણામોમાં સુધારો થયો છે, આથી રાજ્યમાં તેને મંજૂરી આપી અમલમાં મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત FLN ટાસ્ક ફોર્સે સમગ્ર રાજ્યમાં આ પ્રોજેક્ટને અમલમાં મૂકવા માટે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ૫૦૦થી વધુ માસ્ટર ટ્રેનર્સને તાલીમ આપી છે.


SOTTO ગુજરાતની વિશેષ પહેલોના પરિણામે “ઇનોવેશન સ્ટેટ” કેટેગરીમાં મળ્યું સ્થાન

રાજ્ય સરકારની SOTTO સંસ્થા વર્ષ ૨૦૧૯થી કાર્યરત થઇ ત્યારથી જ અંગદાન અને અંગોના ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે શ્રેષ્ઠત્તમ કામગીરી કરી રહી છે. SOTTO સંસ્થાએ ગત ચાર વર્ષ દરમિયાન ૩૫૪ અંગદાતાઓ દ્વારા મળેલા ૧૦૭૮ અંગોનું જરૂરિયાતમંદો લોકોમાં પ્રત્યારોપણ કરી તેઓને નવજીવન પ્રદાન કર્યું છે. આજે રાજ્યની ખાનગી અને સરકારી મળીને ૧૦૨ જેટલી હોસ્પિટલ અંગોના રીટ્રાઇવલ એટલે કે અંગદાનની પ્રક્રિયા માટે રજિસ્ટર થયેલ છે.રાજ્ય સરકારે અત્યંત ખર્ચાળ અને મોંઘી ટ્રાન્સપ્લાન્ટ સર્જરીને પ્રધાનમંત્રી જન આરોગ્ય- આયુષ્માન યોજના હેઠળ આવરી લઇ તેને સંપૂર્ણપણે નિ:શુલ્ક બનાવવામાં આવી છે. SOTTO ગુજરાતની આવી વિશેષ પહેલોના પરિણામે જ તેને વડાપ્રધાનના હસ્તે “ઇનોવેશન સ્ટેટ” કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ