બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / chris moriss sold most expensive player in the history of the IPL breaks yuvrajs record

આઈપીએલ / IPL Auction 2021 : ક્રિસ મોરિસે યુવરાજનો રેકોર્ડ તોડ્યો, 16.25 કરોડમાં આ ટીમે ખરીદ્યો

Nikul

Last Updated: 09:03 PM, 18 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL2021 માટે આજે ખેલાડીઓની હરાજી ચેન્નાઈમાં યોજાવા જઈ રહી છે. બપોરે 3 કલાકે શરુ થનાર આ હરાજીમાં 61 જગ્યાને ભરવા માટે બોલી લગાવવામાં આવશે. જેમાં 164 ભારતીય, 124 વિદેશી અને અસોસિયેટ દેશોનાં ત્રણ ખેલાડી સામેલ છે.

ખેલાડી કયા દેશનો ખેલાડી ખરીદ કિંમત કઈ ટીમે ખરીદ્યો અગાઉની ટીમ
સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયા રૂ. 2.20 કરોડ દિલ્હી કેપિટલ્સ રાજસ્થાન રોયલ્સ
ગ્લેન મેક્સવેલ ઓસ્ટ્રે્લિયા રૂ. 14.25 કરોડ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પંજાબ કિંગ્સ
સાકીબ અલ હસન બાંગ્લાદેશ રૂ. 3.2 કરોડ કોલકતા નાઈટ રાઈડર્સ (રિટેન કર્યો)  
મોઈન અલી ઈંગ્લેન્ડ રૂ. 7 કરોડ ચેન્નઈ સુપર કિંગ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
શિવમ દુબે ભારત રુ. 4.40 કરોડ રાજસ્થાન રોયલ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
ક્રિસ મોરિસ સાઉથ આફ્રિકા રુ. 16.25 કરોડ રાજસ્થા્ન રોયલ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
ડેવિડ મલાન ઈંંગ્લેન્ડ રુ. 1.50 કરોડ પંજાબ કિંગ્સ  
એડમ મિલ્ન ન્યુઝિલેન્ડ રુ. 3.20 કરોડ મુંબઈ ઈન્ડિયન્સ  
મુસ્તફિઝુર રહેમાન બાંગ્લાદેેશ રુ. 1 કરોડ રાજસ્થાન રોયલ્સ મુંબઈ ઈન્ડિયન્સ
જાય રિચર્ડસન ઓસ્ટ્રેલિયા રુ. 14 કરોડ પંંજાબ કિંગ્સ  
નાથન કુલ્ટર નાઇલ ઓસ્ટ્રેલિયા રુ. 5 કરોડ મુંબઈ ઈન્ડિયન્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
ઉમેશ યાદવ ભારત રુ. 1 કરોડ દિલ્હી કેપિટલ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
પિયુશ ચાવલા ભારત રુ. 2.40 કરોડ મુંબઈ ઈન્ડિયન્સ ચેન્નાઈ સુપર કિંગ્સ
સચિન બેબી ભારત રુ. 20 લાખ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર  
રજત પાટીદાર ભારત રુ. 20 લાખ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર  
રિપલ પટેલ ભારત રુ. 20 લાખ દિલ્હી કેપિટલ્સ  
શાહરુખ ખાન ભારત રુ. 5.25 કરોડ પંજાબ કિંગ્સ  
કે. ગૌતમ ભારત રુ. 9.25 કરોડ ચેન્નઈ સુપર કિંગ્સ  
વિષ્ણુ વિનોદ ભારત રુ. 20 લાખ દિલ્હી કેપિટલ્સ  
શેલ્ડન જેક્સન ભારત રુ. 20 લાખ કોલકતા નાઈટ રાઈડર્સ  
મોહમ્મદ અઝહરુદ્દીન ભારત રુ. 20 લાખ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર  
લકમાન હુસૈન મેરીવાલા ભારત રુ. 20 લાખ દિલ્હી કેપિટલ્સ  
ચેતન સાકરિયા ભારત રુ.1.20કરોડ રાજસ્થાન રોયલ્સ  
રાઈલી મેરિડિથ ઓસ્ટ્રેલિયા રુ. 8 કરોડ પંજાબ કિંગ્સ  
એમ. સિદ્ધાર્થ ભારત રુ. 20 લાખ દિલ્હી કેપિટલ્સ  
જગદીપ સુચિત ભારત રુ. 30 લાખ સનરાઇઝર્સ હૈદરાબાદ  
કેસી કરીઅપ્પા ભારત રુ. 20 લાખ રાજસ્થાન રોયલ્સ  
ચેતેશ્વર પુજારા ભારત રુ. પ0 લાખ ચેન્નઈ સુપર કિંગ્સ  
કાયલ જેમિસન ન્યુઝિલેન્ડ રુ. 15 કરોડ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર  
ટોમ કરન ઈંગ્લેન્ડ રુ. 5.25 કરોડ દિલ્હી કેપિટલ્સ  
મેસેઝ હેનરિક્સ ઓસ્ટ્રેલિયા રુ. 4.20 કરોડ પંજાબ કિંગ્સ  

ક્રિસ મોરિસ બન્યો માલામાલ

બેઝ પ્રાઇઝ 75 લાખ ધરાવનાર સાઉથ આફ્રિકાનાં બોલર ક્રિસ મોરિસ પર થઈ ધન વર્ષા, ટીમોએ ખરીદવા માટે પડાપડી કરી, રાજસ્થાન રોયલ્સે 16.25 કરોડમાં ખરીદ્યો, આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો પ્લેયર બન્યો ક્રિસ મોરિસ.

અનકેપ્ડ પ્લેયરની લાગી લોટરી

કે. ગૌતમને 9.25 કરોડમાં ચેન્નઈ સુપર કિંગ્સે ખરીદ્યો જે બન્યો સૌથી મોંઘો અનકેપ્ડ પ્લેયર ફક્ત 20 લાખની બેઝ પ્રાઇઝ હતી.

બીજા સેશનમાં આ પ્લેયર રહ્યો સૌથી મોંઘો

ઓસ્ટ્રેલિયાનાં યંગ ફાસ્ટ બોલર જાય રિચર્ડસનને 14 કરોડની કિંમતમાં પંજાબ કિંગ્સે ખરીદ્યો, જેથી બીજુ સેશન બોલર્સનાં નામે રહ્યું.

હરભજન સિંહને કોઈએ ના ખરીદ્યો 

બીજા સેશનનાં અંત સુધીમાં ઘણાં એવા પ્લેયર્સ હતા જેમને ખરીદવામાં કોઈ ટીમોએ રસ નહોતો દાખવ્યો જેમાં શેલ્ડન કોટ્રલ, આદિલ રશિદ, રાહુલ શર્મા, મુજીબ ઉર રહેમાન, હરભજન સિંહ, ઈશ સોઢી, કેસ અહમદ જેવા પ્લેયર્સ અનસોલ્ડ રહ્યાં.

હરાજીનાં બીજા સેશનમાં આ પ્લેયર્સ રહ્યાં અનસોલ્ડ

ગ્લેન ફીલીપ્સ અનસોલ્ડ, એલેક્સ કેરી 1.50 કરોડ બેઝ પ્રાઈઝ અનસોલ્ડ, ઈંગ્લેન્ડ સેમ બિલિંગ્સ 2 કરોડ બેઝ પ્રાઇઝ અનસોલ્ડ, શ્રીલંકાનો કુશલ પરેરા 50 લાખ બેઝ પ્રાઇઝ અનસોલ્ડ રહ્યાં.

કેદાર જાધવને ઝટકો

ચેન્નાઈ સુપર કિંગ્સે આ વર્ષે ટીમમાંથી રિલીઝ કર્યાં બાદ કોઈ ટીમે કેદાર જાધવને ખરીદવામાં રસ ના બતાવ્યો.

અનસોલ્ડ રહ્યાં

ઓસ્ટ્રેલિયાનાં એરોન ફિંચ અને ભારતીય ટીમનો હનુમા વિહારી રહ્યો અનસોલ્ડ, કોઈ પણ ટીમે આ બંને પ્લેયરમાં રસ ના દાખવ્યો.

સ્ટિવ સ્મિથ

દિલ્હી કેપિટલ્સે સ્ટીવ સ્મિથને 2.20 કરોડ રુપિયામાં ખરીદી લીધો. ગત વર્ષે સ્મિથ રાજસ્થાનની ટીમમાં હતો આ વર્ષે તેને રાજસ્થાને રિલીઝ કરી દીધો હતો. આઈપીએલ 2021 માટે ખેલાડીઓની હરાજી શરુ થઈ ચૂકી છે, શરુઆતની બોલીમાં કરુણ નાયર અને એલેક્સ હેલ્સ રહ્યા અનસોલ્ડ. કરુણ નાયરની બેઝ પ્રાઇઝ હતી 50 લાખ.

યુવરાજ સિંહનો રેકોર્ડ 6 વર્ષથી અકબંધ

આઈપીએલ 2021 માટેની હરાજી આજે બપોરે 3 કલાકે શરુ થવા જઈ રહી છે ત્યારે. એક નજર આઈપીએલનાં સૌથી મોંઘા પ્લેયર્સ પર નાંખીએ. આઈપીએલનાં ઈતિહાસમાં સૌથી મોંઘા પ્લેયરની યાદીમાં યુવરાજ સિંહ સૌથી ઉપર છે. યુવરાજ સિંહનો રેકોર્ડ હજુ સુધી તૂટી નથી શક્યો. 6 વર્ષ પહેલા યુવરાજને દિલ્હી ડેરડેવિલ્સે 16 કરોડ રુપિયામાં યુવરાજ સિંહને ખરીદ્યો હતો. જે રેકોર્ડ રકમ ત્યારબાદ કોઈ પ્લેયરને મળી નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Auction Cricket IPL IPL 2021 yuvrajsingh IPL 2021
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ