ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / china reports first case of new coronavirus

ભય / ચીનમાં નવા કોરોના વાયરસ સ્ટ્રેનનો પહેલો કેસ સામે આવતા હડકંપ

Published By: Divyesh

Last Updated: 08:09 AM, 1 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનમાંથી કોરોનાને લઇને ફરી ચિંતાજનક સમાચાર આવી રહ્યાં છે. ચીનમાં કોરોનાના નવા સ્ટ્રેનનો પ્રથમ કેસ નોંધાયો છે. શાંઘાઇની એક 23 વર્ષીય યુવતીમાં નવા સ્ટ્રેનના લક્ષણ જોવા મળ્યાં છે. યુવતી 14 ડિસેમ્બરે બ્રિટેનથી ચીન પરત ફરી હતી. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસનો નવો સ્ટ્રેન બ્રિટનમાંથી સૌથી પહેલા સામે આવ્યો હતો, ત્યાર બાદ આ સ્ટ્રેન દુનિયાના અન્ય દેશમાં ફેલાયો છે.

ADVERTISEMENT

  • ચીનમાં કોરોનાના નવા સ્ટ્રેનનો પ્રથમ કેસ નોંધાયો
  • શાંઘાઈની એક 23 વર્ષીય યુવતીમાં નવા સ્ટ્રેનના લક્ષણ
  • યુવતી 14 ડિસેમ્બરે બ્રિટનથી ચીન પરત ફરી હતી


કોરોના વાયરસના નવા સ્ટ્રેનનો કેસ સામે આવતા વૈજ્ઞાનિકો અને દુનિયાના લોકોમાં ભય અને હડકંપ મચી ગયો છે. બ્રિટેને પણ પોતાના દેશમાં નવા સ્ટ્રેનને લઇને કડક પગલા લીધા છે. પ્રધાનમંત્રી બોરિસ જોનસને આ મુદ્દાને ધ્યાનમાં લઇને બ્રિટેનમાં અત્યાર સુધીનું સૌથી કડક લોકડાઉન લાગુ કર્યું છે.  બ્રિટેનમાં 31 ડિસેમ્બરથી ઇંગ્લેન્ડની જનસંખ્યાની 3/4 ભાગમાં કડક લોકડાઉન લાગુ કરી દીધું છે. 

જ્યારે અન્ય દેશમાં કોરોનાના સામે ચાલી રહેલ રસીકરણ અભિયાનની વચ્ચે વેક્સીનને લઇને ચીન દ્વારા પણ એક ખુશખબરી આપી છે. ગુરુવારના રોજ ચીનની સરકારી કંપની 'સિનોફાર્મ' દ્વારા વિકસિત કોરોનાની વેક્સીનને શરતોને આધિન મંજૂરી આપવામાં આવી છે. આ ચીનની પહેલી એવી વેક્સીન છે, જેને આમ જનતાના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. 

દેશના ચિકિત્સા ઉત્પાદન પ્રશંસનના ઉપયૂક્ત ચેન શિફેઇએ ગુરુવારે જણાવ્યું કે આ નિર્ણય બુધવારના રાતે લેવામાં આવ્યો. એક મળતા રિપોર્ટ અનુસાર કોરોનાથી બચવા માટે 'બીજીગ ઇન્સ્ટીટયૂટ ઓફ બાયોલોજિકલ પ્રોડક્ટસ'ની આ વેક્સીનની બે ડોઝ લોકોને આપવામાં આવશે. ખરેખર, આ સિનોફાર્મની સહાયક કંપની છે. 
 


સિનોફાર્મ કંપનીએ બુધવારે જ કહ્યું હતું કે આ વેક્સીન તપાસના અંતિમ તબક્કાના પ્રારંભિક પરિણામ મુજબ સંક્રમણથી બચાવામાં 79.34 ટકા પ્રભાવી છે. 'બીજિંગ ઇન્સ્ટીટયૂટ ઓફ બાયોલોજિકલ પ્રોડકસ' દ્વારા પોતાની વેબસાઇટ પર આ અંગેની જાણકારી આપી હતી કે તેણે પોતાની વેક્સીનના ત્રીજા અને અંતિમ તબક્કાના પરીક્ષણ બાદ તેને મંજૂરી આપવા અંગે અરજી કરી છે, જેને મંજૂરી મળી ગઇ છે. 

જો કે આ વેક્સીનને મંજૂરી મળતા પહેલા જ ચીનમાં અંદાજે 10 લાખ લોકોને તેની રસી લગાવામાં આવી છે. એક રિપોર્ટમાં જણાવામાં આવ્યું હતું કે જેમાં કોઇપણ પ્રકારની ગંભીર સાઇડ-ઇફેક્ટ જોવા મળી નથી. આ વેક્સીનની કીંમત શું હશે, તેનો ખુલાસો હજુ સુધી કરવામાં આવ્યો નથી, પરંતુ સિનોફાર્મ કંપનીનના ચેરમેન લિઉ જિંન્ગજેને ઓગસ્ટ મહીનમાં જ કહ્યું કે જ્યારે આ વેક્સીન માર્કેટમાં સામે આવશે ત્યારે તેની કિંમત 1000 ચીન યુઆન એટલે કે અંદાજે 10,000 રુપિયાથી ઓછી હશે. 

સંકળાયેલા મુદ્દાઓ

China Coronavirus કોરોનાવાયરસ ચીન coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ