ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / China midcourse anti ballistic missile test warning India and America

રિપોર્ટ / ભારતના આ પ્લાનને રસ્તામાં જ ખતમ કરી દેવા ચીને કર્યુ આ ખાસ પરીક્ષણ

Published By: Divyesh

Last Updated: 08:03 AM, 9 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીન દ્વારા અગ્નિ-5 પરમાણુ મિસાઇલને વચ્ચે તોડી પાડવા માટેનું પરીક્ષણ કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT

  • ચીન દ્વારા એન્ટી બેલિસ્ટિક મિસાઇલ સિસ્ટમનું પરીક્ષણ કર્યા હોવાનો દાવો
  • ભારતની અગ્નિ-5 મિસાઇલને રાસ્તામાં તોડી પાડવા કરાયું પરીક્ષણ
  • વિશ્લેષકોના મતે આ મિસાઇલનું પરીક્ષણ ભારતની મિસાઇલને તોડી પાડવા કરાયું પરીક્ષણ

પૂર્વી લદ્દાખમાં ચાલી રહે તણાવની વચ્ચે ચીન દ્વારા ભારતની સૌથી ઘાતક અગ્નિ-5 મિસાઇલને વચ્ચે રસ્તામાં તોડી પાડવા પરીક્ષણ કરવામાં આવ્યું હોય તેવો દાવો કરવામાં આવ્યો છે. ચીનના ઉત્તરી વિસ્તાર તૈયુઆનમાં ગત દિવસોમાં એન્ટી બેલેસ્ટિક મિસાઇલ સિસ્ટમનું સફળ પરીક્ષણ કરવાનો દાવો કરાયો હતો. ચીનનો દાવો છે કે તેણે કોઇણ ખાસ દેશને લક્ષ્ય કરીને  આ પરીક્ષણ નથી કર્યું, પરંતુ વિશેષજ્ઞોનું કહેવું છે કે ડ્રૈગનનો આ અભ્યાસનો હેતુ ભારતની અગ્નિ મિસાઇલને તોડવા માટેનું આ પરીક્ષણ હતું. 

ચીનના એક ખાનગી મીડિયાના હવાલેથી સૂત્રોને મળતી જાણકારી મુજબ આ એન્ટી બેલિસ્ટિક મિસાઇલ પરીક્ષણનો હેતુ દુશ્મનની મધ્યમ-અંતરની મિસાઇલને (IRBM)ને રસ્તાની વચ્ચે નાશ કરવાની ક્ષમતાનું પ્રદર્શન કરવાનું હતું. આ સાથે નિષ્ણાંતોનું માનવું છે આ સિસ્ટમમાં સેટેલાઇટનો નાશ પણ થઇ શકે છે. આ વચ્ચે હોંગકોંગથી પ્રકાશિત મીડિયા દ્વારા જણાવામાં આવ્યું.

અગ્નિ-5 ને આ વર્ષે તૈનાત કરવાની ભારતની યોજના
ચીનના રક્ષા મંત્રાલયનું કહેવું હતું કે આ પરીક્ષણ હેતુ કોઇ ખાસ દેશને નિશાના બનાવાનો નહોતો, પરંતુ ચીનની સેનાના એક નજીકી સૂત્રોએ જણાવ્યું કે મિસાઇલ પરીક્ષણના નિશાન પર  ભારત હતું. ચીન જેને લઇને ભારતને ચેતવણી આપવા ઇચ્છતું હતું. એટલે ભારત પોતાની સૌથી ઘાતક અને પૂરા ચીન સુધી મારવાની મિસાઇલ અગ્નિ-5ને આ વર્ષે તૈનાત કરવાની યોજના બનાવી રહી છે. 

અગ્નિ-5 મિસાઇની રેન્જ 5 હજાર કિમી છે અને આ ચીનના કોઇપણ શહેરને નિશાન બનાવામાં સક્ષમ છે. ચીનની સેનાના સૂત્રોએ જણાવ્યું કે આ એવી ટેકનીક છે જે ચીન છેલ્લા ઘણા વર્ષોથી બનાવી રહ્યું છે. ગુરુવારના રોજ કરવામાં મિસાઇળ પરીક્ષણનો ઉદ્દેશ્ય ભારતને ચેતવણી આપવાનો છે જો ચીનની સાથે ડીલ કરતા સમયે પરમાણુ બ્લેકમેલની રણનીતિ અપનાવતું રહ્યું છે. જો કે સૂત્રોને મળી માહિતી મુજબ ચીનનું મિસાઇલને અડધી વચ્ચે રસ્તામાં તોડી પાડવાની ટેકનીક અમેરિકા અથવા રશિયાની પરમાણુ મિસાઇલને નષ્ટ કરી શકતી નથી. ચીન અને અમેરિકાની મિસાઇલમાં ઘણું અંતર છે. 

મિસાઇલ પરીક્ષણ અમેરિકાના રાષ્ટ્રપતિને પણ ચેતાવણી

આ સાથે મકાઉના સૈન્ય મામલાનો વિશ્લેષક એન્ટી વાંગ ટોંગે કહ્યું છે કે આ એન્ટી બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનને પણ ચેતાવણી છે. અમેરિકા INF ટ્રીટીથી હટયા બાદ ઘણા તેજીથી મધ્યમ દૂર સુધી માર કરનારી મિસાઇલ બનાવી રહ્યું છે. આ ચીન માટે એક ખતરો છે. એટલું જ નહીં તાઇવન પણ એવી મિસાઇલ બનાવી રહ્યું છે જે ચીન સુધી હુમલો કરી શકે છે. ચીનને પહેલી વાર 2010માં તેનું પરીક્ષણ કર્યું હતું. 

સંકળાયેલા મુદ્દાઓ

America China India અમેરિકા ચીન ભારત China

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ