બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / VTV વિશેષ / Chief Minister Bhupendra Patel's challenge to municipalities, municipalities to plan urban development work

મહામંથન / મુખ્યમંત્રીને પાલિકાના હોદ્દેદારોને માર્મિક પણ મક્કમ ભાષામાં આવી ટકોર કેમ કરવી પડી? સમજવું અત્યંત જરૂરી

Dinesh

Last Updated: 09:08 PM, 2 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: રાજ્યના મુખ્યમંત્રીએ પણ શહેરી વિકાસ માટે કરોડોની રકમના ચેક અર્પણ કરતા જવાબદારોને અર્પણ કરતા અતિશય હળવી ભાષામાં માર્મિક ટકોર કરી છે

  • મુખ્યમંત્રીની નગરપાલિકા, મહાપાલિકાઓને સૂચક ટકોર
  • શહેરી વિકાસના કામ આયોજનબદ્ધ કરવા ટકોર
  • મુખ્યમંત્રીએ 8 મહાપાલિકા, 169 નગરપાલિકાઓને ચેક અર્પણ કર્યા


આ દુનિયામાં તમારે જો તમારુ નામ બનાવવું હોય તો મહત્વની વાત છે વ્યક્તિગત જવાબદારી લેવી અને જાત પ્રત્યે વફાદાર રહેવું. રાજ્યના મુખ્યમંત્રીએ પણ શહેરી વિકાસ માટે કરોડોની રકમના ચેક અર્પણ કરતા જવાબદારોને અર્પણ કરતા અતિશય હળવી ભાષામાં માર્મિક ટકોર કરી છે. હવે દિન-પ્રતિદિન શહેરોને અને નાના ટાઉનમાં વ્યવસ્થાઓ વધુ સુદ્રઢ બની રહી છે તેમા બે મત નથી. આવા સમયે જે તે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની જવાબદારી વધી જાય છે. મુખ્યમંત્રીનો નિર્દેશ એ વલણ તરફ છે કે જેમાં નગરપાલિકા કે મહાપાલિકાના સત્તાધીશોને એવુ લાગે છે કે આમા મારે શું. ધારો કે નગરપાલિકા કે મહાપાલિકાનો પ્રતિનિધિ મેયર બની જાય પછી પણ માત્ર પોતાના જ વોર્ડનું ધ્યાન રાખે એ કેટલું યોગ્ય કહેવાય?. કોઈ ધારાસભ્ય સ્થાનિક નગરપાલિકા ઉપર પોતાનું વર્ચસ્વ સ્થાપવા પ્રયાસ કરતો હોય તો કેટલું યોગ્ય કહેવાય. મુખ્યમંત્રીનો નિર્દેશ સ્પષ્ટ હતો કે જે કામ કરો એ આયોજન સાથે કરો, જે વિકાસકાર્ય કરવામાં આવશે તેની જવાબદારી લેવી પડશે. એ સમજવું અત્યંત જરૂરી છે કે જવાબ કોઈ એકે નહીં પણ તમામે આપવો પડશે. કદાચ આ ટકોર એવા જનપ્રતિનિધિઓને અને નગરપાલિકા કે મહાપાલિકાના હોદ્દેદારોને છે કે જેઓ જનસુખાકારીના કામમાં આળસ કરે છે. હવે એ તમામ જવાબદારોએ વિચારવાનું છે કે આપણે સૌથી પહેલા આપણું વિચારવાનું છે કે જનતાનું. અત્યારે સવાલ એટલો જ છે કે મુખ્યમંત્રીએ ભલે માર્મિક પણ મક્કમ ભાષામાં આવી ટકોર કેમ કરવી પડી કે જેમાં જનપ્રતિનિધિઓની આળસ છતી થતી હતી. 

મહાપાલિકાઓને સૂચક ટકોર કરી
મુખ્યમંત્રીની નગરપાલિકા, મહાપાલિકાઓને સૂચક ટકોર કરાઈ છે. શહેરી વિકાસના કામ આયોજનબદ્ધ કરવા ટકોર કરાઈ છે.  મુખ્યમંત્રીએ 8 મહાપાલિકા, 169 નગરપાલિકાઓને ચેક અર્પણ કર્યા છે. 2084 કરોડના ચેક અર્પણ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ હોદ્દેદારોને વિવિધ મુદ્દે મહત્વની ટકોર કરી છે.  મુખ્યમંત્રીની ટકોરનો સૂચિતાર્થ હતો કે જનતાની સુખાકારી માટે એક થઈએ. જનતાની સુખાકારી જ તમામની પ્રાથમિકતા હોવી જોઈએ. સવાલ એ છે કે આયોજનબદ્ધ કામ થાય છે કે નહીં?

મુખ્યમંત્રીએ શું ટકોર કરી?
તેમણે કહ્યું હતું કે, સરકારી અધિકારી, જનપ્રતિનિધિ અને જનતા ત્રણેય એક થાય અને જ્યાં ત્રણેય એક થશે ત્યાં કામમાં કશું જોવું નહીં પડે. વાવાઝોડામાં થયેલી કામગીરી તેનું ઉદાહરણ છે. સ્વચ્છતાની દ્રષ્ટિએ પણ તકલીફ પડે એટલા રૂપિયા ન હોય એ શક્ય નથી. સારુ આયોજન કરશો તો તેના માટેના રૂપિયા તમને મળશે. આયોજનબદ્ધ કામ કરશો તો સફળતા મળશે જ. પહેલા રોડ બને પછી અચાનક ગટરવાળો આવી જાય અને આવી ભૂલ થાય તો સરકારે સાંભળવું પડશે. કોઈ એક નગરપાલિક ભલે ભૂલ કરે સાંભળવું તમામે પડશે. આપણે બધા એકબીજાથી જુદા નથી. એક કામ સારુ થશે તો બીજા કામ અંગે વિચારી શકીશું. વધુમાં કહ્યું કે, કામની ગુણવત્તામાં સહેજપણ બાંધછોડ નહીં ચાલે અને કામમાં ભલે બે મહિના મોડું થાય પણ ગુણવત્તા સારી હોવી જોઈએ. ચૂંટાયા પછી આપણે આપણી ફરજ પૂરી ન કરી શકીએ તે ખોટું છે. નગરપાલિકા મેં પણ ચલાવી છે જેમા 3 લાખ રૂપિયા બજેટ મળતું હતું. 3 લાખ રૂપિયામાં પણ સ્વચ્છતા બાબતે બાંધછોડ નથી કરી. નબળી કામગીરી હશે તો એકશન તો લેવાશે જ. મુખ્યમંત્રી એમ પણ કહ્યું કે, મેયર હોય અને પોતાના વોર્ડમાં જ જાય એવું ન ચાલે.  ધારાસભ્ય બન્યા એટલે નગરપાલિકા ઉપર કંટ્રોલ કરવો એવું પણ ન ચાલે. બધાએ સાથે મળીને પોતાનું શ્રેષ્ઠ આપવાનું છે

નગરપાલિકાઓને કેટલી રકમ મળી?

  • અ વર્ગની નગરપાલિકા- 55 કરોડ
  • બ વર્ગની નગરપાલિકા- 36 કરોડ
  • ક વર્ગની નગરપાલિકા- 36 કરોડ
  • ડ વર્ગની નગરપાલિકા- 17 કરોડ

સત્તામંડળોને કેટલી રકમ મળી?
8 શહેરી વિકાસ સત્તામંડળોને કુલ 58 કરોડની રકમ મળી

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ