બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ભારત / Chhattisgarh Woman Who Conducted Over 700 Autopsies Gets Ram Mandir Invite

અયોધ્યા મંદિર / 'મડદાં ચીરીને દેખાડીશ', 700 પોસ્ટમોર્ટમ કરનાર સંતોષીને રામ મંદિર આમંત્રણ, પિતાનો દારુ છોડાવવા શબની ચીરફાડ

Hiralal

Last Updated: 03:03 PM, 14 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

700થી વધુ પોસ્ટમોર્ટમ કરનાર છત્તીસગઢની સંતોષી દુર્ગા નામની મહિલાને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ અપાયું છે.

  • છત્તીસગઢની સંતોષી દુર્ગા નામની મહિલાને મળ્યું રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ 
  • સંતોષી દુર્ગાએ હોસ્પિટલમાં કર્યાં છે 700થી વધુ પોસ્ટમોર્ટમ 
  • આટલા મોટા કામની કદર તરીકે અપાયું પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ 

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ ભગવાન રામના નવા મંદિરનું ઉદ્ધાટન થઈ રહ્યું છે અને મંદિર ટ્રસ્ટ દ્વારા જાણીતા અથવા નોંધપાત્ર કામ કરનાર લોકોને પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણ અપાઈ રહ્યાં છે. આવું જ એક મહત્વનું કામ કરનાર મહિલાની પણ કદર કરાઈ છે. છત્તીસગઢની સંતોષી દુર્ગા નામની સામાન્ય મહિલાને  રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ મળ્યું છે. 

સામાન્ય મહિલા તો આમંત્રણ કેમ
હકીકતમાં  છત્તીસગઢના કાંકેરની રહેવાશી સંતોષી દુર્ગા નામની મહિલા નરહરપુરના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં 20 વર્ષમાં 700 થી વધુ પોસ્ટમોર્ટમ કરી ચૂકી છે અને આ કામની કદર તરીકે તેને પ્રાણ પ્રતિષ્ઠામાં બોલાવાઈ છે. 

આમંત્રણ મળતાં શું બોલ્યાં સંતોષી દુર્ગા 
આમંત્રણ મળતાં સંતોષી ભાવુક થઈ ગઈ, તેમની આંખો ખુશીથી ભરાઈ ગઈ. તેમણે આ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનો આભાર માન્યો અને કહ્યું કે શબઘરમાં નાનું કામ કરનાર વ્યક્તિના કામને આટલું મોટું સન્માન મળ્યું તે ખરેખર ગૌરવની વાત છે. અયોધ્યાથી આમંત્રણ મળવા પર સંતોષીએ કહ્યું કે તેણે સપનામાં પણ વિચાર્યું ન હતું કે રામ લલ્લાની જન્મભૂમિ અયોધ્યાથી આમંત્રણ આવશે. ભગવાન શ્રી રામની કૃપાથી, મને આમંત્રણ પત્ર મળ્યું છે. મુલાકાત બાદ હું વિસ્તારના લોકોની સમૃદ્ધિ અને પ્રગતિ માટે પ્રાર્થના કરીશ.

700 થી વધુ પોસ્ટમોર્ટમ કરી ચૂકી છે
સંતોષી દુર્ગા કાંકેરના નરહુરની કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં સેનિટેશન વર્કર તરીકે કામ કરી રહ્યાં છે અને તેમણે 20 વર્ષમાં 700થી વધુ પોસ્ટમોર્ટમ કરેલા છે. પિતાને દારુની લતથી છોડાવવા માટે તેમણે આ કામ પસંદ કર્યું હતું. 

કેમ શરુ કર્યું મડદાં ચીરવાનું કામ 
પોસ્ટમોર્ટમનું કામ હાથ ધરવાની કહાની જણાવતા સંતોષીએ કહ્યું કે તેના પિતા પણ આ જ આરોગ્ય કેન્દ્ર, નરહરપુરમાં કામ કરતા હતા. પોસ્ટમોર્ટમ કરતી વખતે, તેઓ મૃત શરીરની દુર્ગંધ અને ભયાનકતાથી બચવા માટે દારૂનું સેવન કરતા હતા. સંતોષીએ કહ્યું કે હું જ્યારેપ પિતાને દારુ છોડી દેવાનું કહેતી ત્યારે તેઓ કહેતા કે મડદાં ચીરવાનું કામ તો હોશમાં ન કરી શકે તેને માટે નશો જરુરી છે. તેને દુર્ગંધ અને સડો વેઠવો દરેકના હાથની વાત નથી. પિતાની વાત સાંભળીને સંતોષીએ મનમા ગાંઠ વાળી લીધી કે તે પણ નશો કર્યાં વગર મડદાંની ચીરફાડ કરીને જ રહેશે અને તેણે તે કરી પણ દેખાડ્યું. તે છેલ્લા 20 વર્ષથી કોઈ પણ જાતનો નશો કર્યાં વગર સંપૂર્ણ ભાનમાં મડદાંની ચીરફાડ કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ