બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / બિઝનેસ / Chhattisgarh farmer Rajaram will now buy a helicopter for farming

સફ્ળતાની કહાની / પાકની દેખભાળ માટે 7 કરોડનું હેલિકોપ્ટર વસાવી રહ્યો છે ખેડૂત, વર્ષના ટર્ન ઓવરનો આંકડો ઉદ્યોગપતિને પણ પાણી ભરાવે એવો

Kishor

Last Updated: 11:26 PM, 2 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષે 25 કરોડનું ટર્નઓવર ધરવાતા છત્તીસગઢના નકસલ પ્રભાવિત કોન્ડાગાવ જિલ્લામાંના ખેડૂત રાજારામ હવે ખેતીમાં ઉપયોગ માટે હેલિકોપ્ટર લેશે.

  • દેશના શ્રેષ્ઠ ખેડૂતનો એવોર્ડ જીતી ચૂક્યા છે રાજારામ ત્રિપાઠી
  • 1000 એકર જમીનની સારસંભાળ માટે કર્યો હેલિકોપ્ટરનો સોદો
  • હોલેન્ડની રોબિન્સ કંપની સાથે ડીલ કરી

છત્તીસગઢના નકસલ પ્રભાવિત કોન્ડાગાવ જિલ્લામાંના ખેડૂતો રાજારામ ત્રિપાઠી દેશના શ્રેષ્ઠ ખેડૂતનો એવોર્ડ જીતી ચૂક્યા છે. તે પોતાની 1000 એકર જમીનની સારસંભાળ માટે હેલિકોપ્ટર ખરીદવા જઈ રહ્યા છે. રાજા રામ ત્રિપાઠી રાજ્યના પ્રથમ ખેડૂત છે. જે હેલિકોપ્ટર ખરીદી રહ્યા છે. સાત કરોડના ખર્ચે હેલિકોપ્ટર માટે તેઓએ હોલેન્ડની રોબિન્સ કંપની સાથે ડીલ કરી લીધા બાદ એક વર્ષની અંદર તેમની પાસે ચાર સીટર હેલિકોપ્ટર આવી જશે. ત્યારે આવું જાણીએ તેઓનો સંઘર્ષ અને સફળતા!

Chhattisgarh farmer Rajaram will now buy a helicopter for farming

વર્ષે 25 કરોડ રૂપિયા જેટલું ટર્નઓવર
રાજારામ ત્રિપાઠી સફેદ મુસલી, કાળા મરી અને જડીબુટ્ટીઓની ખેતી કરે છે સાથે માં દંતેશ્વરી હર્બલ ગ્રુપ પણ ચલાવે છે. તાજેતરમાં તેઓએ 400 જેટલા આદિવાસી પરિવારો સાથે 1000 માં સામુહિક ખેતી કરવા બદલ તેઓનું સન્માન કરવામાં આવ્યું છે અને ઓર્ગેનિક ખેતી માટે તેઓને અનેક વખત બહુમાન કરવામાં આવ્યું છે. બેંકની નોકરી છોડી રાજારામ ત્રિપાઠીએ ખેતી ક્ષેત્રે ઝંપલાવ્યુ ત્યારબાદ હાલ તેનો પૂરો પરિવાર ખેતી ઉપર નિર્ભર છે. તેઓએ જણાવ્યું કે તેમના ભાઈઓ અને બાળકો પણ હવે નોકરી કરવાને બદલે ખેતીમાં ઝંપલાવી સારી એવી કમાણી કરી રહ્યા છે. તેમનું દંતેશ્વરી હર્બલ ગ્રુપ એક વર્ષે 25 કરોડ રૂપિયા જેટલું ટર્નઓવર કરે છે અને આજુબાજુના આદિવાસી ખેડૂતો પણ હવે અધ્યતન ખેતીની શ્રેણીમાં આગળ વધી રહ્યા છે.

હેલિકોપ્ટર દ્વારા ખેતરમાં છંટકાવ કરવામાં આવશે

બસ્તર પંથકમાં જોવા મળતી જડીબુટ્ટીઓની ખેતી કરીને તેઓ સમગ્ર રાજ્યમાં માત્ર એક છે જે સફેદ મુસલિની મોટાપાટે ખેતી કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે રાજારામનું ગ્રુપ યુરોપ અને અમેરિકાના દેશોમાં કાળા મરીની નિકાસ કરે છે. હવે તેઓ પોતાની જમીનની સંભાળ રાખવા માટે હેલિકોપ્ટર ખરીદી રહ્યા છે. હેલિકોપ્ટર લેવા અંગેના વિચાર મામલે રાજારામે ફોડ પાડતા જણાવ્યું કે ઇંગ્લેન્ડ અને જર્મનીમાં પ્રવાસ દરમિયાન જાણવા મળ્યું કે તેઓ ખાતર અને દવા છંટકાવ માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરી રહ્યા છે. જેને લઈને વધુ સારા પરિણામો મળી રહ્યા છે. આથી ખેડૂતો જૂથને સંગઠીત કરવાનું શરૂ કર્યું અને 1000 એક્ટર જમીન સાથે તેણે હેલિકોપ્ટર દ્વારા આસપાસની ખેતીવાડી વિસ્તારમાં ખેતરોની સંભાળ લેવાનું નક્કી કર્યો બાદમાં હેલિકોપ્ટરનો સોદો કર્યો છે. જેને લઈને હવે જંતુનાશક દવાઓ સહિતની વસ્તુઓ હેલિકોપ્ટર દ્વારા ખેતરમાં છંટકાવ કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ