બ્રેકિંગ ન્યુઝ
Bhushita
Last Updated: 11:02 AM, 13 June 2021
ADVERTISEMENT
પીએમ મોદીએ 2014માં જન ધન બેંક એકાઉન્ટની જાહેરાત કરી હતી. આ યોજના અનેક લોકો માટે મોટી મદદ સાબિત થઈ હતી. આ યોજનાના આધારે અનેક લોકોને અનેક પ્રકારના આર્થિક ફાયદા મળે છે. આ મહિને આવનારી રકમ કોરોના વાયરસ મહામારીના સમયમાં લોકોને માટે એક મોટી મદદ બની હતી. એવામાં આ જરૂરી છે કે જો તમે તેમાં એકાઉન્ટ ધરાવો છો તો તમે તમારું બેલેન્સ પણ જાતે જ સરળતાથી ચેક કરી શકો. તમે ઘરે બેઠા તમારા મોબાઈલની મદદથી એક મિસ્ડ કોલ કરીને પોતાના જન ધન એકાઉન્ટનું બેલેન્સ ચેક કરી શકો છો.
ADVERTISEMENT
બહુ સરળ છે બેલેન્સ ચેક કરવાની રીત
જો તમે પણ જન ધન ખાતુ ખોલાવ્યું છે તો તમારે બેલેન્સ ચેક કરવા માટે હેરાન થવાની જરૂર નથી. તમે ઘરે બેઠા ફક્ત 1 મિસ્ડ કોલની મદદથી બેલેન્સ ચેક કરી શકો છો. તેની સાથે એકાઉન્ટને આધાર સાથે લિંક કરવાનું પણ જરૂરી છે. પીએમ મોદીની આ યોજનામાં ગ્રાહકોને અનેક સુવિધાઓ મળે છે. આ બેંક ખાતું ઝીરો બેલેન્સ બચત ખાતું હોય છે. આ સિવાય તેમાં ઓવર ડ્રાફ્ટ અને રૂપે કાર્ડ સહિતની અનેક ખાસ સુવિધાઓ પણ હોય છે. જન ધન એકાઉન્ટમાં બેલેન્સ ચેક કરવા માટે તમારી પાસે 2 ઓપ્શન્સ રહે છે. એક છે મિસ્ડ કોલની સુવિધા અને બીજું છે PFMS પોર્ટલની મદદથી.
PFMS પોર્ટલ પર આ પ્રોસેસથી બેલેન્સ કરો ચેક
PFMS પોર્ટલની વાત કરીએ તો સૌ પહેલા તેની લિંક https://pfms.nic.in/NewDefaultHome.aspx# પર જવાનું રહે છે. અહીં તમને ‘Know Your Payment’ નું ઓપ્શન દેખાશે. તેની પર ક્લિક કરો. આ પછી તમે તમારો એકાઉન્ટ નંબર લખો. અહીં તમે ફરીથી એકાઉન્ટ નંબર પણ નાંખો. આ પછી તમારે કેપ્ચા કોડ ભરવાનો રહે છે. હવે તમારા ખાતાનું બેલેન્સ તમારી સામે આવી જશે.
મિસ્ડ કોલથી આ રીતે ચેક કરો બેલેન્સ
જો તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં જન ધન ખાતું ખોલાવ્યું છે તો તમે મિસ્ડ કોલની મદદથી જીરો બેલેન્સ જાણી શકો છો. તેને માટે તમારે 18004253800 કે પછી 1800112211 નંબર પર મિસ્ડ કોલ આપવાનો રહે છે. ધ્યાન રહે ગ્રાહકોએ પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી આ મિસ્ડ કોલ કરવાનો છે.
કેવી રીતે ખોલાવશો નવું ખાતુ
જો તમે તમારું નવું જન ધન ખાતું ખોલાવવા ઈચ્છો છો તો નજીકની બેંકમાં જઈને આ કામ સરળતાથી કરી શકો ચો. આ માટે બેંકમાં તમારે એક ફોર્મ ભરવાનું રહે છે. તેમાં નામ, મોબાઈલ નંબર, બેંક બ્રાન્ચનું નામ, અરજદારનું સરનામું, નોમિની, વ્યવસાય અને વાર્ષિક આવક, આશ્રિતોની સંખ્યા, એસએસએ કોડ કે વોર્ડ નંબર, વિલેજ કોડ કે ટાઉન કોડની જાણકારી આપવાની રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.