બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Cheating of a youth in the lure of getting a job in a non-secretariat

છેતરપિંડી / બિન સચિવાલયમાં નોકરી અપાવવાની લાલચમાં યુવક ઠગાયો, આરોપીએ પડાવી લીધા લાખો રૂપિયા, કિંમત જાણી ચોંકી જશો

Priyakant

Last Updated: 12:02 PM, 9 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક યુવકે બિન સચિવાલયમાં નોકરી મેળવવાની લાલચમાં લાખો રૂપિયા ગુમાવ્યા, સરકારી નોકરીની લાલચમાં જો-જો ક્યાંક ભરાઇ ના જાઓ

  • બિન સચિવાલયની નોકરીની લાલચમાં યુવક સાથે રૂ.7, 48,000ની છેતરપિંડી
  • આરોપીએ નોકરી અપાવવા યુવક પાસેથી પડાવ્યા 7 લાખ 48 હજાર રૂપિયા
  • સરકારમાં લાગવગ કરી નોકરી અપાવવા માટે પડાવ્યા રૂપિયા
  • ફરિયાદીના મિત્રએ જ ફરિયાદીની આરોપી સાથે કરાવી હતી ઓળખાણ
  • પોલીસે આરોપી પિતા-પુત્ર વિરુધ્ધ ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી

આપણે ત્યાં કહેવત છે કે, લોભિયા હોય ત્યાં ધુતાર ભૂખ્યા ના મરે.... આવી જ એક ઘટના રાજ્યના પાટનગર ગાંધીનગરથી સામે આવી છે. આ ઘટનાની પ્રાથમિક વિગતો મુજબ એક યુવકે બિન સચિવાલયમાં નોકરી મેળવવાની લાલચમાં 7 લાખ રૂપિયા ગુમાવ્યા છે. જોકે આ ઘટનામાં એ પણ સામે આવ્યું છે કે, ફરિયાદી યુવકના મિત્રએ જ તેની ઓળખાણ આરોપી સાથે કરાવી હતી. જોકે હાલ તો યુવકે આ મામલે ગાંધીનગર સેક્ટર 7માં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

સરકારી નોકરીની લાલચમાં 7 લાખ ગુમાવ્યા 
ગાંધીનગરને એક યુવકને સરકારી નોકરીની લાલચ ખૂબ મોંઘી પડી છે. વાત જાણે એમ છે કે, એક યુવકને તેના મિત્રએ એક અન્ય યુવક સાથે ઓળખાણ કરાવી હતી. જે બાદમાં આરોપી પિતા-પુત્રએ સરકારમાં લાગવગ કરી બિન સચિવાલયમાં નોકરી  અપાવવા માટે યુવકને લાલચ આપી હતી. જેથી યુવકે સરકારી નોકરીની લાલચમાં આરોપીઓને  7 લાખ 48 હજાર રૂપિયા આપ્યા હતા.  

આરોપી પિતા-પુત્રએ પડાવ્યા રૂ.7, 48,000 
ગાંધીનગરના યુવકને બિન સચિવાલયમાં નોકરી મેળવવાની લાલચ આપી આરોપી પિતા-પુત્રએ છેતરપિંડી આચરી છે. તેઓએ યુવકે સરકારમાં લાગવગ કરી નોકરી અપાવવાની લાલચ આપી રૂ.7, 48,000 પડાવ્યા હતા. જોકે બાદમાં યુવકને છેતરાયા હોવાનું ખબર પડતાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. 

ફરિયાદ બાદ પોલીસ તપાસ શરૂ
ગાંધીનગરના યુવક સાથે થયેલ રૂ.7, 48,000 છેતરપિંડી કેસમાં ફરિયાદી યુવકે સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં આરોપી અનિલ વણઝારા અને નાથુસિંહ વણઝારા (પિતા-પુત્ર) સામે ફરિયાદ નોંધાવી છે. જેને લઈ હવે ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ