બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Chaudhary appreciates the decisions taken by the society

મહામંથન / બિનજરૂરી ખર્ચ પર દરેક સમાજ કયારે મારશે બ્રેક, ચૌધરી સમાજે લીધેલા નિર્ણયોની ચોમેર સરાહના, જુઓ શું બદલાવ કર્યા અને કેમ જરૂરી

Vishal Khamar

Last Updated: 08:44 PM, 3 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધાનેરામાં 54 ગામનાં આંજણા ચૌધરી સમાજની બેઠક મળી હતી. આ બેઠકમાં સમાજલક્ષી મહત્વનાં ઠરાવ પસાર કરાયા હતા. સમુહ લગ્ન, મરણ પ્રસંગના રિવાજ બદલવામાં આવ્યા.સમાજ માટે 22 જેટલા સુધારાની અમલવારીની જાહેરાત થઈ.

પરિવર્તન સંસારનો નિયમ છે એવો ભગવદગીતાનો સાર છે, આ સારને વ્યક્તિ કે સમાજ જેટલો જલ્દી સમજે એ તેના જ હિતમાં છે. ધાનેરામાં 54 ગામના આંજણા ચૌધરી સમાજે પહેલ કરી પોતાના સમાજમાં કેટલાક સુધારા અંગેની સુધારા 22 જેટલા હતા. જે બદલાતા સમયની જરૂરિયાત મુજબના હતા. ગુજરાતમાં આવું પહેલીવાર નથી થયું કે કોઈ સમાજે પોતાના રિવાજોને બદલવાની પહેલ કરી હોય. આ પહેલા પણ ઠાકોર સમાજ, કડવા પાટીદાર સમાજ, આદિવાસી ચૌધરી સમાજ સહિતના અનેક સમાજ છે. જેણે સમાજના પ્રસંગોમાં બિનજરૂરી ખર્ચ, બિનજરૂરી પ્રથાઓ સામે કાપ મુક્યો. 
કોઈપણ રિવાજ જો સમાજ કે વ્યક્તિને ફાયદો કરાવે એ સારો જ હોય એવી સર્વસામાન્ય વાત છે, રિવાજ કે પ્રથા એવી ન હોવી જોઈએ કે જેમાં સમાજ માટે વ્યક્તિ સામાજિક અને આર્થિક રીતે તૂટી જાય. હવે પરિવર્તનનો પવન ફૂંકાવો સ્વભાવિક છે અને એ ફૂંકાઈ પણ રહ્યો છે ત્યારે અગાઉ જે સમાજોએ સારી પહેલ કરી તેવી પહેલ અન્ય દરેક સમાજ કરશે કે કેમ. સંગઠિત સમાજ પોતાના હિતમાં નવતર પહેલ કરે તો મોટાભાગના કુરિવાજ જડમૂળથી નાબૂદ ન થઈ શકે? આવા અનેક સવાલો સાથે ચર્ચીશું આજનું મહામંથન

ધાનેરામાં 54 ગામના આંજણા ચૌધરી સમાજની બેઠક મળી
આ બેઠકમાં સમાજલક્ષી મહત્વના ઠરાવ પસાર કરાયા
સમૂહ લગ્ન, મરણ પ્રસંગના રિવાજ બદલવામાં આવ્યા
સામાજિક રિવાજોમાં સુધારણાંની ચર્ચા કરવામાં આવી

 

સમાજ માટે 22 જેટલા સુધારાની અમલવારીની જાહેરાત થઈ

ધાનેરામાં 54 ગામનાં આંજણા ચૌધરી સમાજની બેઠક મળી હતી. આ બેઠકમાં સમાજલક્ષી મહત્વનાં ઠરાવ પસાર કરાયા હતા. સમુહ લગ્ન, મરણ પ્રસંગના રિવાજ બદલવામાં આવ્યા. સામાજિક રિવાજોમાં સુધારણાંની ચર્ચા કરવામાં આવી. તેમજ આધુનિકતામાં પણ પરંપરાનું સન્માન થાય તેવો પ્રયાસ તેમજ પરંપરાના નામે આંધળા અનુકરણ પર રોક અને સમાજ માટે 22 જેટલા સુધારાની અમલવારીની જાહેરાત થઈ. 

54 ગામ આંજણા સમાજે કયા ઠરાવ કર્યા?
સમાજમાં સમૂહ લગ્નનું આયોજન કરવું. તેમજ દીકરા-દીકરીને મંડપમાં સવારે બેસાડવા. દીકરાનો જમણવાર મંડપમાં બેસાડોએ દિવસે જ કરી લેવો. મામેરુ પણ મંડપમાં બેસાડવા સમયે ભરી શકાશે. મરણપ્રસંગે અફીણની પ્રથા બંધ કરવી, જો અફીણની પ્રથા ચાલુ રખાશે તો 1 લાખ રૂપિયાનો દંડ, મંડપ કે ચોરીમાં 1 હજાર 100 રૂપિયાથી વધુ આપવા નહીં. મંડપ કે ચોરીમાં આપેલા રૂપિયા જાહેરમાં ગણવા નહીં, સારા પ્રસંગે પીઠમાં થાપા ન આપવા, ફક્ત રંગનો છંટકાવ કરવો, લગ્નપ્રસંગે મર્યાદામાં રહીને ફટાકડા ફોડવા, લગ્નપ્રસંગની પત્રિકાઓ સાદી છપાવવી તેમજ મામેરામાં ઘડા ભરીને મીઠાઈની પ્રથા બંધ કરવી, લગ્નપ્રસંગની બે-ત્રણ દિવસ પહેલાથી ઉજવણી, ફૂલેકું કાઢવું, વગેરે બંધ કરવું. દીકરીને પેટી ભરવા માટે 51 હજારથી વધુ રકમ ન આપવી. ભોજન સમારંભમાં પૌષ્ટિક જમવાનું બનાવવું. ભોજન પીરસવા ભાડૂતી માણસો ન રાખવા.  
તેમજ જન્મદિવસે કેક ન કાપવી, લગ્નપ્રસંગે ડી.જે. ઉપર પ્રતિબંધ, સાલ, પાઘડી, વીંટી કે ભેટ આપી સન્માન ન કરવું, લગ્નપ્રસંગે મોબાઈલથી વીડિયો, ફોટા ન પાડવા, યુવાનોએ ફેશનેબલ દાઢી ન રાખવી, રાખશે તો 51 હજાર દંડ, દીકરાના જન્મપ્રસંગે જમણવાર યોજવાનું બંધ કરવું, દીકરાના જન્મપ્રસંગે પતાસા આપવાની પ્રથા બંધ કરવી, મરણપ્રસંગે મૃતકની તસ્વીર પાસે 10 રૂપિયાથી વધુ ન મુકવા, મરણપ્રસંગે બહેનોએ ન રૂપિયા લેવા કે ન દેવા, મરણપ્રસંગમાં બારમા દિવસે જમણવાર બાદ કોઈએ એ ઘરે જવું નહીં, મરણપ્રસંગ પછી મૃતકના ઘરે સગા-સંબંધીઓએ ભેગા ન થવું. મરણપ્રસંગમાં દીવો બાળવા સગા-સંબંધીને ન બોલાવવા. મરણપ્રસંગમાં પાછળથી રાખવામાં આવતા જમણવાર બંધ કરવા.

આ સમાજોની પહેલ પણ આવકારદાયક

  • બનાસકાંઠાના લુણસેલામાં ઠાકોર સમાજે પણ સામાજિક સુધારા નક્કી કર્યા
  • ઠાકોર સમાજે લગ્નપ્રસંગમાં ડી.જે.વગાડવા ઉપર પ્રતિબંધ મુક્યો
  • સગાઈ-લગ્નપ્રસંગે મર્યાદિત લોકોએ જ જવું એવો નિર્ણય
  • કુંવારી દીકરીઓને મોબાઈલથી દૂર રાખવી

ઠાકોર સમાજે પણ સામાજિક સુધારા નક્કી કર્યા
બનાસકાંઠાના લુણસેલામાં ઠાકોર સમાજે પણ સામાજિક સુધારા નક્કી કર્યા છે.  ઠાકોર સમાજે લગ્નપ્રસંગમાં ડી.જે.વગાડવા ઉપર પ્રતિબંધ મુક્યો છે.  સગાઈ-લગ્નપ્રસંગે મર્યાદિત લોકોએ જ જવું એવો નિર્ણય તેમજ કુંવારી દીકરીઓને મોબાઈલથી દૂર રાખવી. ગામ પ્રમાણે સમૂહલગ્નનું આયોજન કરવું. સગાઈ-સગપણમાં ગુણદોષની રકમ શૈક્ષણિક સંકુલ કે સમાજકાર્યમાં વાપરવી અને અભ્યાસઅર્થે અપડાઉન કરતી દીકરીઓ માટે ગામલોકોએ જ વ્યવસ્થા કરવી. તેમજ વ્યસનમુક્તિ માટે અભિયાન ચલાવવું.

  • યુવક-યુવતીએ પોતાની જ્ઞાતિમાં જ લગ્ન કરવા
  • દીકરીઓના આંતરજ્ઞાતીય વિવાહ ઉપર પ્રતિબંધ
  • પ્રેમલગ્નમાં દીકરીના માતા-પિતાની સહી ફરજિયાત કરવા માંગ

કડવા પાટીદાર સમાજે પણ સુધારા નક્કી કર્યા
યુવક-યુવતીએ પોતાની જ્ઞાતિમાં જ લગ્ન કરવા અને દીકરીઓના આંતરજ્ઞાતીય વિવાહ ઉપર પ્રતિબંધ મુકવો. પ્રેમલગ્નમાં દીકરીના માતા-પિતાની સહી ફરજિયાત કરવા માંગ. દીકરી સંમતિ વગર પ્રેમલગ્ન કરે તો સંપતિમાંથી બેદખલ કરવી. અને પ્રસંગોમાં ખોટા ખર્ચ ઉપર પ્રતિબંધ મુકવો.

  • ઘરમાં આદિવાસી ચૌધરી સમાજની આગવી બોલી બોલવી
  • લગ્નપ્રસંગમાં વધારાનો ખર્ચ ઘટાડવો
  • પ્રી-વેડિંગ શુટ બંધ કરવામાં આવે

આદિવાસી ચૌધરી સમાજે પણ સુધારા નક્કી કર્યા
ઘરમાં આદિવાસી ચૌધરી સમાજની આગવી બોલી બોલવી. તેમજ  લગ્નપ્રસંગમાં વધારાનો ખર્ચ ઘટાડવો. પ્રી-વેડિંગ શુટ બંધ કરવામાં આવે. લગ્નમાં સોનાની ભેટ ન આપવામાં આવે. લગ્નવિધીમાં ફરજિયાત ચાંદીનું જ મંગળસૂત્ર પહેરાવવું. અને મરણપ્રસંગે જમણવાર ન રાખવો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ