બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Charas coming from Himachal to Ahmedabad, ganja from Thailand: three arrested in ahmedabad

યુવાનો બન્યા નશાના વેપારી / રિમોટવાળી કારમાં હિમાચલથી અમદાવાદ આવતું ચરસ, થાઈલેન્ડથી ગાંજો: માતા-પિતા અમેરિકામાં અને દીકરો અહીં નશાનો વેપાર કરે, ઉજાલા-સુભાષ ચોક, સનાથલથી ત્રણની ધરપકડ

Megha

Last Updated: 10:56 AM, 7 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા એક રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો, જેમાં ત્રણ આરોપીઓ પાસેથી 27.45 ગ્રામ ચરસ, 383 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો.

  • અમદાવાદના ભણેલા-ગણેલા યુવાનો બન્યા નશાના વેપારી 
  • અમદાવાદના ઉજાલા-સુભાષ ચોક, સનાથલથી ત્રણની ધરપકડ 
  • હિમાચલથી અમદાવાદ આવતું ચરસ, થાઈલેન્ડથી ગાંજો

અમદાવાદ શહેરની સાયબર ક્રાઈમ બ્રાન્ચના વિદેશથી પાર્સલ દ્વારા સ્ટેશનરી અને રમકડાંમાં છુપાવીને હાઈબ્રિડ ગાંજા અને ચરસ આયાત કરવાની મોડસ ઓપરેન્ડીનો ખુલાસો કર્યો હતો. આ બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા આવા જ એક રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જેમાં હાલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી 27.45 ગ્રામ ચરસ, 383 ગ્રામ હાઇબ્રિડ ગાંજા, ત્રણ મોબાઇલ, લેપટોપ, એક કાર અને એક બાઇક જપ્ત કરવામાં આવ્યું છે. 

Ahmedabad SOG team seized from Ularia big revelation in hybrid ganja case

અમદાવાદના ઉજાલા-સુભાષ ચોક, સનાથલથી ત્રણની ધરપકડ 
ધરપકડ કરાયેલા આરોપીઓમાં મધ્યપ્રદેશના શિવપુરીનો રહેવાસી લલિત ઉર્ફે ક્રિષ્ના બાઈસ જે હાલ સરખેજ ઉજાલા ચોક પર એક વેરહાઉસમાં રહેતો, સનાથલ નજીક એપલવુડ વિલામાં રહેતો અર્ચિત અગ્રવાલ અને સુભાષ ચોક પાસેના ઋષિકેશ એપાર્ટમેન્ટનો રહેવાસી જયરાજ પટેલનો સમાવેશ થાય છે. 

કેવી રીતે પકડાયા આ ત્રણ આરોપી 
વાત એમ છે કે ત્રણ દિવસ પહેલા મળેલ માહિતીના આધારે લલિત ચારરસ્તા નજીકથી ઝડપાયો હતો, એ સમયે તેની પાસે 10.05 ગ્રામ હાઇબ્રિડ ગાંજા અને 27. 45 ગ્રામ ચરસ મળી આવ્યું હતું. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે અર્ચિત અગ્રવાલે તેને આ ચરસ અને ગાંજા આપ્યા હતા. જેના આધારે અર્ચિત ઝડપાયો હતો. અર્ચિતે જયરાજને ગાંજા આપ્યાની કબૂલાત કરી હતી, જેના કારણે ઘાટલોડિયા પોલીસે તેની સાથે મળીને જયરાજના ઘરે દરોડો પાડી તેની ધરપકડ કરી હતી. જયરાજ પાસેથી 373 ગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. 

માતા-પિતા અમેરિકામાં અને દીકરો અહીં નશાનો વેપાર કરે
જયરાજના માતા-પિતા અને બહેન અમેરિકામાં રહે છે અને તે પોતે ઘણા વર્ષો સુધી ત્યાં રહ્યો હતો. બાદમાં કોવિડ દરમિયાન અમદાવાદ આવ્યો હતો. હાલમાં ક્રિષ્ના ચાંગોદરમાં એલઈડી લાઈટો બનાવે છે અને ઈલેક્ટ્રોવિઝન નામની કંપની દ્વારા વિદેશમાં વેચે છે.   

ત્રણ આરોપીઓમાં મુખ્ય આરોપી અર્ચિત અગ્રવાલ  
અર્ચિત અગ્રવાલ છેલ્લા ત્રણ વર્ષથી તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, સ્નેપચેટ, વોટ્સએપ દ્વારા હાઈબ્રિડ ગાંજા અને ચરસ માટે ગ્રાહકો શોધતો હતો. આરોપી અર્ચિતના પિતા અમદાવાદના ન્યૂ ક્લોથ માર્કેટમાં કપડાનો હોલસેલ બિઝનેસ ધરાવે છે. માતા ફેશન ડિઝાઇનર છે. આરોપીએ ડીપીએસમાંથી 12મું પાસ કર્યા બાદ બેંગ્લોરની જૈન યુનિવર્સિટીમાંથી B.Com કર્યું છે. 

રિમોટવાળી કારમાં હિમાચલથી અમદાવાદ આવતું ચરસ
અર્ચિત હિમાચલ પ્રદેશમાંથી ચરસની આયાત કરતો હતો. થાઇલેન્ડમાંથી 22 પ્રકારના હાઇબ્રિડ ગાંજો મંગાવતો હતો. જે ત્રણ વિદેશીઓ સાથે તે ડાર્ક વેબ દ્વારા સંપર્કમાં હતો તેમાં ફુલકેસુપા (થાઇલેન્ડ), એક્ઝોટિકશાર્ક ટેર્પસ કાર્ટેલ (સ્પેન) અને એપ્સોર્નનો સમાવેશ થાય છે. મોટાભાગનો માલ થાઈલેન્ડથી આયાત કરવામાં આવ્યો હતો. તે 100-150 ગ્રામ ગાંજા મંગાવતો. થાઈલેન્ડમાં લોકો મારિજુઆનાને રિમોટવાળી કારના રમકડાં અને પ્રોટીન પાવડરના બોક્સમાં વેક્યૂમ સીલ કરીને કુરિયર દ્વારા મોકલતા હતા.

Bitcoin માં ટ્રાન્ઝેક્શન, 98 વ્યવહારો જાહેર
આરોપી અર્ચિત પટેલ છ અલગ-અલગ બિટકોઈન પ્લેટફોર્મ દ્વારા વિદેશીઓને પેમેન્ટ કરતો હતો. વિદેશી લોકો 28 ગ્રામ ગાંજા માટે 50 હજાર રૂપિયા લેતા હતા. તે લોકોને 2500 રૂપિયા પ્રતિ ગ્રામમાં વેચવામાં આવતું હતું. અર્ચિતનો ફોન ચેક કરતાં તેમાં 22 પ્રકારના ગાંજાના વેપારના પુરાવા મળ્યા હતા. ક્રિપ્ટો કરન્સી અને ડોલરમાં ચૂકવણીના પુરાવા પણ મળ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ