બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Change in TAT(S) Exam Date: In view of the typhoon, the next exam will now be conducted on this date.

BIG NEWS / TAT(S) ની પરીક્ષા તારીખમાં ફેરફાર: વાવાઝોડાને ધ્યાને રાખતા હવે આગામી Exam આ તારીખે લેવાશે

Vishal Khamar

Last Updated: 04:08 PM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિપોરજોય વાવાઝોડાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી શિક્ષક અભિયોગ્યતા કસોટી (માધ્યમિક) TAT(S)ની યોજાનાર મુખ્ય પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. તેમજ આગામી પરીક્ષાની નવી તારીખ પણ જાહેર કરવામાં આવી છે.

  • બિપોરજોય વાવાઝોડાને પગલે TAT(S) પરીક્ષા મોકુફ
  • 18 જૂને યોજાનાર TAT(S) મુખ્ય પરીક્ષા મોકુફ
  • આગામી  25 જૂનનાં રોજ TAT(S) યોજાશે પરીક્ષા

શિક્ષક અભિયોગ્યતા કસોટી (માધ્યમિક) TAT(S) ની મુખ્ય પરીક્ષા આગામી તા.૧૮/૦૬/૨૦૨૩ ના રોજ યોજાનાર હતી. બિપોરજોય વાવાઝોડાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી આ મુખ્ય પરીક્ષા મોકૂફ રાખી હવે TAT(S)ની મુખ્ય પરીક્ષા તા.૨૫/૦૬/૨૦૨૩ના રોજ યોજવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું શિક્ષણ મંત્રી  કુબેર ભાઈ ડિંડોરે જણાવ્યું છે.

ઉમેદવારોને તૈયારી કરવાનો પૂરતો સમય મળશે
આ નિર્ણયથી કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના જિલ્લાઓના પરીક્ષાર્થી ઉમેદવારોને વિશેષ રાહત મળશે. સંભવિત વાવાઝોડાની અસરને પરિણામે વાંચન સહિતની તૈયારીઓ ન કરી શકનાર ઉમેદવારોને તૈયારી માટે પૂરતો સમય પણ મળી રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ