બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / Chance of getting rich excellent employment opportunities Happy Friday to the people of this zodiac see today's horoscope

13 ઓક્ટોબર / ધનપ્રાપ્તિનો અવસર, રોજગારીની ઉત્તમ તકો, આ રાશિના જાતકોનો શુક્રવાર શુભ, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Dinesh

Last Updated: 07:21 AM, 13 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bhavishya Darshan : તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
13 10 2023 શુક્રવાર
માસ ભાદ્રપદ
પક્ષ કૃષ્ણ
તિથિ ચૌદસ
નક્ષત્ર ઉત્તર ફાલ્ગુની બપોરે 2.09 પછી હસ્ત
યોગ બ્રહ્મ સવારે 10.04 પછી ઈન્દ્ર
કરણ વિષ્ટિ ભદ્રા સવારે 8.54 પછી શકુની
રાશિ કન્યા (પ.ઠ.ણ.)

મેષ (અ.લ.ઈ.) 
આ રાશિના જાતકોને નોકરીના સ્થળે સામાન્ય જવાબદારી વધશે તેમજ મોસાળપક્ષે સાચવીને વ્યવહાર કરવો અને ભાઈ-બહેનો તરફથી સારું સુખ જણાય છે, આર્થિક લાભની સારી તકો મળશે

વૃષભ (બ.વ.ઉ.) 
ધનપ્રાપ્તિના સારા અવસરો મળશે તેમજ રોજગારીની ઉત્તમ તકો મળશે અને ધાર્મિક કાર્યોમાં મન લાગશે, નવી વસ્તુઓ ખરીદવા કે વેચવામાં લાભ જણાશે

મિથુન (ક.છ.ઘ.) 
સ્થાન પરિવર્તનના યોગો જણાય છે અને લેવડ-દેવડમાં અનુકૂળતા જણાશે તેમજ રાજ્યપક્ષે સાધારણ તકલીફ જણાશે અને જીવનસાથીના સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી

કર્ક (ડ.હ.) 
વડીલ વર્ગ દ્વારા સારા લાભની સંભાવના અને શેરબજાર અને સટ્ટાકીય પ્રવૃત્તિઓમાં સાચવવું તેમજ ખાનપાનમાં કાળજી રાખવી અને પસંદગીના કાર્ય કરવાથી લાભ જણાશે

સિંહ (મ.ટ.) 
મહત્વના નિર્ણયો લેવામાં કાળજી રાખવી તેમજ પગ અને કમરના દર્દમાં સંભાળવું અને વ્યવસાયમાં ધીમી ગતિએ સફળતા જણાશે તેમજ પ્રેમસંબંધોમાં તકલીફ જણાશે

કન્યા (પ.ઠ.ણ.) 
માનસિક શાંતિમાં વૃદ્ધિ થશે તેમજ દામ્પત્ય સુખમાં સહયોગ મળશે અને તણાવયુક્ત જીવનશૈલીથી દૂર રહેવું અને કામકાજમાં વિરોધીઓથી સાચવવું 

તુલા (ર.ત.) 
કામકાજમાં સાધારણ થાક અનુભવશો અને ભૂમિ, વાહન-મકાન સંબંધી લે-વેચમાં સાચવવું તેમજ ધંધામાં સારી અનુકૂળતા જણાશે અને ઈષ્ટમિત્રોનો સારો સહકાર મળશે

વૃશ્ચિક (ન.ય.) 
આર્થિક બાબતમાં લાભ થશે તેમજ નોકરી-ધંધામાં સારો લાભ જણાશે અને જૂની વસ્તુ વેચી નવું લેવાના યોગ બનશે અને વાહન ચલાવવામાં કાળજી રાખવી

ધન (ભ.ધ.ફ.ઢ.) 
આર્થિક રોકાણ માટે સમય ઉત્તમ છે અને માનસિક તણાવથી પરેશાની વધશે તેમજ સહકર્મચારીનો સારો સહયોગ મળશે અને લોભ લાલચમાં આવી કોઈ કામ કરવું નહીં

મકર (ખ.જ.) 
આ રાશિના જાતકોને જીવનસાથીનો ઉત્તમ સહયોગ મળશે અને આવકમાં વધારો થશે તેમજ સંતાનોના પ્રશ્નોમાં રાહત અનુભવશો, નાની-નાની મુશ્કેલીમાંથી માર્ગ મળશે

કુંભ (ગ.શ.સ.ષ.) 
આર્થિક બાબતે ચઢાવ-ઉતાર જોવા મળશે તેમજ પ્રેમસંબંધોમાં મન પ્રસન્ન રહેશે અને સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે તેમજ લેવડ-દેવડમાં સાવધાની રાખવી

મીન (દ.ચ.ઝ.થ.) 
ધંધાકીય બાબતોમાં થોડી ચિંતા રહેશે અને ધંધાને અને પરિવારને સાથે ના રાખો તેમજ યાત્રા-પ્રવાસના યોગ બનશે તેમજ પરિવારમાં સાધારણ અશાંતિ જણાશે

શુભાંક - આજનો શુભ અંક છે 4
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સિલ્વર અને દૂધિયો
શુભ સમય - આજે શુભ સમય સવારે 9.05 થી 10.47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 10.30 થી બપોરે 12.00 સુધી
શુભ દિશા : આજે દક્ષિણ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા અગ્નિ અને નૈઋત્ય છે
રાશિ ઘાત : વૃશ્ચિક (ન.ય.) ધન (ભ.ધ.ફ.ઢ.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ