બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ધર્મ / Chaitri Navratri tomorrow Know till what time morning Ghatsthapana

Chaitra Navratri 2024 / આવતી કાલે ચૈત્રી નવરાત્રિ: જાણો સવારના કેટલા વાગ્યા સુધી કરી શકશો ઘટસ્થાપનાનું શુભ મૂહુર્ત, 30 વર્ષ બાદ બનશે આ શુભ સંયોગ

Ajit Jadeja

Last Updated: 11:58 PM, 8 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષીય ગણતરી મુજબ 30 વર્ષ પછી ચૈત્ર નવરાત્રિ પર અદ્ભુત સંયોગ થવા જઈ રહ્યો છે

Chaitra Navratri 2024 Ghatsthapana Muhurt : ચૈત્ર નવરાત્રી પર 30 વર્ષ પછી અમૃત સિદ્ધિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, શશ યોગ અને અશ્વિની નક્ષત્રનો અદ્ભુત સંયોગ થવા જઈ રહ્યો છે. આ દિવસે અમૃત સિદ્ધિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ 9 એપ્રિલના સવારે 07.32 વાગ્યાથી શરૂ થશે અને બીજા દિવસે સવારે 05.06 વાગ્યા સુધી રહેશે.

ઉપાસકો દ્વારા ઉપવાસ કરાશે

ચૈત્ર નવરાત્રી 9 એપ્રિલથી શરૂ થાય છે અને 17 એપ્રિલે મહાનવમી સાથે પુર્ણ થશે. ચૈત્ર નવરાત્રી માતા દુર્ગાની નવરાત્રી કહેવાય છે. આ પવિત્ર દિવસોમાં દેવીની વિધિવત રીતે પૂજા કરવાથી વ્યક્તિ ઇચ્છિત વરદાન મેળવી શકે છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિ દરમિયાન ઉપાસકો  દ્વારા 9 દિવસ ઉપવાસ કરવામાં આવશે. આ દરમિયાન 16 એપ્રિલે મહાષ્ટમીએ કન્યા પૂજન થશે. અને 17મી એપ્રિલે મહાનવમીના કન્યા પૂજન સાથે નવરાત્રિનું સમાપન થશે. આ વખતે 30 વર્ષ પછી ચૈત્ર નવરાત્રિ પર શુભ સંયોગ બનવા જઈ રહ્યો છે. આવો તમને જણાવીએ આ શુભ સંયોગ અને ઘટસ્થાપનનો શુભ મુર્હૂત.

30 વર્ષ પછી આવ્યો શુભ સંયોગ

જ્યોતિષીય ગણતરી મુજબ 30 વર્ષ પછી ચૈત્ર નવરાત્રિ પર અમૃત સિદ્ધિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, શશ યોગ અને અશ્વિની નક્ષત્રનો અદ્ભુત સંયોગ થવા જઈ રહ્યો છે. આ દિવસે અમૃત સિદ્ધિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે 07.32 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે સવારે 05.06 વાગ્યા સુધી ચાલશે.

ઘટસ્થાપનનો શુભ સમય 

ચૈત્ર કૃષ્ણ પ્રતિપદા તિથિએ ઘટસ્થાપન પછી જ નવરાત્રી ઉપવાસ શરૂ થાય છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રીમાં ઘટસ્થાપન માટે બે શુભ મુહૂર્ત છે.
1. પ્રથમ શુભ સમય - 9 એપ્રિલના રોજ સવારે 6.11 થી 10.23 સુધી રહેશે.
2. અભિજીત મુહૂર્ત- અભિજીત મુહૂર્ત સવારે 11:57 થી બપોરે 12:48 સુધી રહેશે.

ઘટસ્થાપનની સામગ્રી

ચૈત્ર નવરાત્રીનું અનેરુ મહત્વ છે ત્યારે આ દિવસોમાં ઘટ સ્થાપન માટે કેટલીક સામગ્રી જરૂરી છે. તેમાં  લાકડાનો બાજોટ, માટીનું એક વાસણ, પવિત્ર સ્થાનની માટી, 7 પ્રકારના અનાજ, કળશ, ગંગાજળ, કલાવા અથવા મૌલી, સોપારી, કેરી અથવા અશોકના પાન, અક્ષત (આખા ચોખા), ચોટીવાળુ નાળિયેર, લાલ કપડું, ફૂલો અને માળાનો સમાવેશ થાય છે.

ઘટસ્થાપન કેવી રીતે કરવું

પહેલા માટીને એક વાસણમાં  રાખો  તેમાં સાત ધાન વાવવા ત્યાર પછી તેના ઉપર કળશમાં પાણી ભરો અને તેના ઉપરના ભાગ પર કલાવા બાંધો. આ પછી કળશની ઉપર કેરી અથવા અશોકના પાનને મૂકો. હવે નારિયેળને લાલ કપડામાં લપેટીને કળશની ઉપર મૂકો. આ નાળિયેરમાં કલાવા લપેટી લેવો જોઈએ. ઘટસ્થાપન પૂર્ણ થયા બાદ દેવીનું આહ્વાન કરવામાં આવે છે. જો તમે ઈચ્છો તો તમે તમારી ઈચ્છા મુજબ પૂજા વધુ વિધિવત રીતે કરી શકો છો.

આ પણ વાંચોઃ સૂર્યગ્રહણ કારણે 4 રાશિઓની મુશ્કેલી વધશે, જાણો તમારી રાશિ પર શું અસર થશે

ખંડિત મૂર્તિઓ દુર્ભાગ્યનું કારણ

ખંડિત મૂર્તિઓ ઘણા લોકો ભગવાનની ખંડિત થયેલી મૂર્તિ અથવા ફાટી ગયેલા ફોટો ઘરના એક ખૂણામાં મૂકી રાખે છે. પરંતુ વાસ્તુ શાસ્ત્રમાં તેને અશુભ માનવામાં આવ્યુ છે. કહેવાય છે કે ઘરમાં રાખવામાં આવેલ ખંડિત મૂર્તિઓ દુર્ભાગ્યનું કારણ બને છે. તેવામાં આ મૂર્તિઓને વહેતા જળમાં પ્રવાહિત કરી દેવી જોઇએ. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ