બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ભારત / Centre's 5-Year Formula For Farmers Demanding Safety Net On Crop Prices

દિલ્હી / 'MSP કાયદાથી જરાય ઓછું નહીં', ખેડૂતોએ ફગાવ્યો સરકારનો પ્રસ્તાવ, 4થો રાઉન્ડ પણ ગયો બેકાર

Hiralal

Last Updated: 05:42 PM, 19 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કિસાન મોરચાએ 5 પાકો પર એમએસપી આપવાનો કેન્દ્ર સરકારનો પ્રસ્તાવ ફગાવી દીધો છે.

કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચેની ચોથા રાઉન્ડની મંત્રણા પણ ભાંગી પડી છે. દાળ, કપાસ સહિતના કેટલાક પાકો પર ટેકાના ભાવના કેન્દ્રના પ્રસ્તાવને ખેડૂતોએ ફગાવી દીધો છે.  MSP ગેરન્ટથી કશું પણ ઓછું ખપતું નથી તેવું ખેડૂતોએ રટણ કર્યું છે. ખેડૂતોનું કહેવું છે કે મીડિયા રિપોર્ટ્સના આધારે તેમને ખબર પડી છે કે કેન્દ્ર સરકાર ખેડૂતોને A2+FL+50%ના આધાર પર એમએસપી પર કાયદો લાવવાની યોજના બનાવી રહી છે.

વધુ વાંચો : રાજ્યસભા ચૂંટણીમાં ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ, અપક્ષ ઉમેદવાર પરેશ મુલાણીનું ફોર્મ આ કારણે રદ્દ

સરકારે પાંચ પાકો માટે આપી એમએસપી 
કેન્દ્ર સરકારે ખેડૂતોને મકાઈ, કપાસ, તુવેર, અડદ સહિત પાંચ પાકની ખરીદી માટે પાંચ વર્ષના કરારનો પ્રસ્તાવ મૂક્યો હતો. જો કે, કિસાન મોરચાએ સ્પષ્ટતા કરી છે કે તેઓ ફક્ત સી 2 + 50% ફોર્મ્યુલાના આધારે એમએસપીની ખાતરી માંગે છે. ખેડૂત પાંખે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભાજપે પોતે જ 2014ના ચૂંટણી ઢંઢેરામાં આ વચન આપ્યું હતું.

કિસાન મોરચાએ શું કહ્યું 
કિસાન મોરચાએ કહ્યું કે સ્વાનિથાને પંચે 2006માં પોતાના રિપોર્ટમાં કેન્દ્ર સરકારને સી2+50 ટકાના આધાર પર એમએસપી આપવાનું સૂચન કર્યું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આના આધાર પર તે તમામ પાક પર એમએસપીની ગેરંટી ઈચ્છે છે. આના દ્વારા ખેડૂતો પોતાના પાકને નિયત ભાવે વેચી શકશે અને તેમને નુકસાન પણ નહીં વેઠવું પડે. "જો મોદી સરકાર ભાજપ દ્વારા કરવામાં આવેલા વચનોનો અમલ કરવામાં સક્ષમ નથી, તો વડા પ્રધાને લોકોને પ્રામાણિકપણે જણાવવું જોઈએ. કેન્દ્રીય મંત્રી એ સ્પષ્ટ કરવા માટે તૈયાર નથી કે તેમના દ્વારા પ્રસ્તાવિત એમએસપી એ2+એફએલ+50 ટકા અથવા સી2+50 ટકા પર આધારિત છે કે નહીં. 

કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે મૂક્યો હતો પ્રસ્તાવ 
કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે તેમની ચંદીગઢ બેઠક બાદ જણાવ્યું હતું કે, સરકારે આગામી પાંચ વર્ષ માટે લઘુત્તમ સલામતી ભાવ (એમએસપી) પર પંજાબના ખેડૂતો પાસેથી કઠોળ, મકાઈ અને કપાસના પાકને ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો છે.  મંત્રીએ જણાવ્યું હતું કે, "એનસીસીએફ (નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન) અને નાફેડ (નેશનલ એગ્રિકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા) જેવી સહકારી મંડળીઓ આગામી પાંચ વર્ષ માટે એમએસપી પર પોતાનો પાક ખરીદવા માટે તુવેરદાળ, અડદની દાળ, મસૂરની દાળ અથવા મકાઈ ઉગાડનારા ખેડૂતો સાથે કરાર કરશે.

શું છે MSP 
MSP એટલે કોઈ કાપના ભાવમાં મોટા ઘટાડા સામે ખેડૂતોને બચાવવા માટે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલો ભાવ, સરકાર આ ભાવે ખેડૂતો પાસેથી તેમનો પાક ખરીદી છે અને તેમના હિતોનું રક્ષણ કરે છે. MSP એક પ્રકારની સેફ્ટી નેટ છે જે તેમને નુકશાનથી બચાવે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ