બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / Politics / Rajya Sabha elections All four BJP candidates are unopposed

રાજનીતિ / રાજ્યસભા ચૂંટણીમાં ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ, અપક્ષ ઉમેદવાર પરેશ મુલાણીનું ફોર્મ આ કારણે રદ્દ

Dinesh

Last Updated: 05:06 PM, 19 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajya Sabha Elections 2024: રાજ્યસભા ચૂંટણીમાં ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ, ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર રજની પટેલે ફોર્મ પરત ખેંચ્યું જ્યારે અપક્ષ ઉમેદવાર પરેશ મુલાણીનું ફોર્મ સમર્થન ન મળતા

Rajya Sabha Elections 2024: રાજ્યસભાની ચૂંટણીને લઈ ભાજપે ચારે બેઠક માટે ઉમેદવારોના ફાર્મ ભરી દીધા છે. જ્યારે કોંગ્રેસે એકપણ ઉમેદવારને મેદાનમાં ન ઉતારતા ભાજપના ચારએ ઉમેદવારો બિનહરીફ થશે. જેમાં ભાજપમાંથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, મયંક નાયક, ગોવિંદ ધોળકિયા, જશવંતસિંહ પરમાર નામાંકન દાખલ કર્યા છે. અત્રે જણાવીએ કે, રાજ્યસભા ચૂંટણીમાં ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ થવાના છે. જે અનુસંધાને ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર રજની પટેલે ફોર્મ પરત ખેંચ્યું છે. સાથો સાથ અપક્ષ ઉમેદવાર પરેશ મુલાણીનું ફોર્મ સમર્થન ન મળતા રદ્દ થયું છે. ત્યારે આવતીકાલે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. જો કે, આવતીકાલે જીતની સત્તાવાર જાહેરાત કરાશે

અપક્ષ ઉમેદવાર પરેશ મુલાણીનું ફોર્મ સમર્થન ન મળતા રદ્દ થયું 
ગુજરાતની ચારે બેઠક માટે ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી દીધી છે. મહત્વનું છે કે, ભાજપે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, મયંક નાયક, ગોવિંદ ધોળકિયા, જશવંતસિંહ પરમારને ગુજરાતથી રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કર્યો છે. જેની સત્તાવાર જીતની જાહેરાત આવતી કાલે થશે. તો બીજી તરફ કોંગ્રેસ પાસે સંખ્યાબળ ન હોવાથી એક પણ ઉમેદવારનો ફાર્મ ભર્યો નથી. 

સમજો જીતના સમીકરણો શું છે ?
4 બેઠકો માટે 144 સભ્યોના બળની જરૂર છે. ભાજપ પાસે 156 બેઠકો છે. રાજ્યસભાની યોજાનાર ચૂંટણીમાં પ્રત્યેક ધારાસભ્યના મતનું મૂલ્ય 100 પોઈન્ટનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ 4 ધારાસભ્યના રાજીનામા બાદ હાલ 175 સભ્યોની સંખ્યા છે. 178 ધારાસભ્યોમાંથી ભાજપ પાસે 156 બેઠકો અને કોંગ્રેસ પાસે 15 બેઠકો છે. વિધાનસભામાં આપ ના 4, સમાજવાદી પાર્ટીના 1 તેમજ અપક્ષના 2 ધારાસભ્યો છે.

        કોણ છે જે.પી. નડ્ડા ?

  • ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે 
  • જે.પી.નડ્ડાનું પુરુ નામ છે જગત પ્રકાશ નડ્ડા
  • બિહારના પટનામાં વર્ષ 1960માં જન્મ
  • BA અને LLB સુધીનો અભ્યાસ પટનામાંથી 
  •  શરૂઆતથી જ ABVPના કાર્યકર રહ્યા
  • પ્રથમવાર 1993માં હિમાચલ પ્રદેશથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા 
  •  રાજ્ય અને કેન્દ્રમાં  મંત્રી તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે
  • વર્ષ 1994થી 1998 સુધી વિધાનસભામાં વિપક્ષના નેતા રહ્યા છે 
  • મોદી સરકારના પહેલા કાર્યકાળમાં આરોગ્ય પ્રધાન બનાવાયા હતા 

   ગોવિંદ ધોળકિયા કોણ છે?

  • દૂધાળા ગામમાં 7 નવેમ્બર 1947ના રોજ જન્મ
  • હીરાના પ્રતિષ્ઠિત કારોબારી
  • નોકરી છોડીને હીરાનો વ્યવસાય શરૂ કર્યો હતો
  • વેપાર કરવા માટે 410 રૂપિયા ઉધાર લીધા હતા
  • હાલ 4800 કરોડની નેટવર્થ
  • લોકો વચ્ચે કાકા તરીકે ઓળખાય છે
  • 1964માં સુરતમાં કારકિર્દીની શરૂઆત કરી
  • શરૂઆતમાં હીરા કાપવાનું અને પોલિશિંગનું કામ કરતા
  • બે મિત્રો સાથે મળીને સ્વતંત્ર રીતે કામ કરવાનું નક્કી કર્યું
  • શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટ કંપની બનાવી
  • રફ હીરાના વેપારી હીરાભાઈ વાડીવાલા સાથે વેપાર શરૂ કર્યો
  • પોલીશ કર્યા બાદ રફ હીરાનું વજન 34 ટકા સુધી કરી બતાવ્યું
  • હીરાના વેપારમાં ઝંપલાવ્યા બાદ પાછું વાળીને જોયું નથી

વાંચવા જેવું: દુષ્કર્મ કેસમાં કેડિલાના રાજીવ મોદી પર પોલીસના ચાર હાથ?, બલ્ગેરિયન યુવતીના વકીલના મોટા ઘટસ્ફોટ

  • મયંક નાયક કોણ છે?
  • ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ
  • મારી માટી મારો દેશ અભિયાનના ઈન્ચાર્જ હતા
  • મંડળ સ્તરથી પ્રદેશ સ્તર સુધી જવાબદારી નિભાવી
  • મહેસાણા ભાજપનો અગ્રણી ચહેરો

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ