બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:40 PM, 9 December 2025
કેન્દ્ર સરકારના કર્મચારીઓમાં 8th Pay Commission અંગે ઉત્સુકતા સતત વધી રહી છે. દરમિયાન, સોમવારે, નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સ્પષ્ટપણે કહ્યું કે 8th Pay Commission ની ભલામણો પ્રાપ્ત થયા પછી જ સરકાર તેના અમલીકરણની તારીખ નક્કી કરશે.દરખાસ્તોને મંજૂરી મળ્યા પછી, તેના અમલીકરણ માટે જરૂરી ભંડોળ પણ નક્કી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 8th Pay Commission ની રચના થઈ ચૂકી છે અને તેના સંદર્ભ શરતો (ToR) ને 28 ઓક્ટોબરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. નાણા મંત્રાલયે 3 નવેમ્બરના રોજ તેનું ઔપચારિક સૂચના પણ બહાર પાડી હતી.
ADVERTISEMENT
DA પરના સૌથી મોટા પ્રશ્નનો જવાબ
કર્મચારીઓનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું 8મા પગાર પંચ લાગુ થાય ત્યાં સુધી DA (મોંઘવારી ભથ્થું) વધારો બંધ થશે. નિષ્ણાતોએ આ અંગે ખુલાસો કરતા કહ્યું કે DA પહેલાની જેમ વધતો રહેશે. તેની ગણતરી વર્તમાન મૂળ પગારના આધારે કરવામાં આવશે અને દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈમાં તેમાં સુધારો કરવામાં આવશે. નેક્સડિગમના પેરોલ સર્વિસીસના ડિરેક્ટર રામચંદ્રન કૃષ્ણમૂર્તિના જણાવ્યા અનુસાર, "DA ગણતરીઓ પહેલાની જેમ ચાલુ રહેશે, અને વધારો સમયસર કરવામાં આવશે. 8મા પગાર પંચ લાગુ થયા પછી, હાલના DAને નવા મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે, અને સમગ્ર પગાર માળખું ફરીથી સેટ કરવામાં આવશે.
ADVERTISEMENT
8મું પગાર પંચ ક્યારે આવશે, કોને ફાયદો થશે?
ADVERTISEMENT
7મા પગાર પંચે પે મેટ્રિક્સ જેવી આધુનિક સિસ્ટમ રજૂ કરી હતી અને 8મા પગાર પંચને એક પગલું આગળ માનવામાં આવે છે. જો બધું સમયપત્રક મુજબ ચાલે તો 1 જાન્યુઆરી, 2026 થી 8મા પગાર પંચનો અમલ થઈ શકે છે. સંસદમાં રજૂ કરાયેલા જવાબ મુજબ, કેન્દ્ર સરકારના કર્મચારીઓની સંખ્યા 50.14 લાખ છે, જ્યારે પેન્શનરોની સંખ્યા આશરે 69 લાખ છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.