બ્રેકિંગ ન્યુઝ
Hiralal
Last Updated: 04:44 PM, 21 June 2021
ADVERTISEMENT
કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી ખુશખબર છે. કેન્દ્ર સરકાર 26 જુનના દિવસે એક મોટી બેઠક યોજી રહી છે. બેઠકમાં કર્મચારીઓના ડીએ સંબંધિત નિર્ણય લેવામાં આવશે. તે ઉપરાંત જુન 2021 ના ડીએની પણ જાહેરાત થઈ શકે છે. સરકારનો પ્લાન 18 મહિનાનું એરિયર પણ આપવાનો છે.આ તમામ રકમ 7 મા પગાર પંચ હેઠળ કરવામાં આવશે.
ADVERTISEMENT
2,18,200 રુપિયા કેન્દ્રીય કર્મચારીઓના બેન્ક ખાતામાં જમા થશે.
નેશનલ કાઉન્સિલ ઓફ જેસીએમના શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યું કે લેવલ 1 ના કર્મચારીઓનું ડીએ એરિયર 11,880 રુપિયાથી માંડીને 37,554 રુપિયાની વચ્ચે બનતું હોય છે. તો લેવલ-13 ના કર્મચારીઓને 7 મા સીપીસી બેસિક પે સ્કેલ- 1,23,100 રુપિયાથી માંડીને 2,15,900 રુપિયા અથવા લેવલ 14 માટેના ભથ્થાની ગણતરી કરવામાં આવે તો એક કર્મચારીના હાથમાં રુ.1,44,200 થી માંડીને રુ. 2,18,200 રુપિયા આવી શકે.
DA ની ગણતરી કેવી રીતે કરવામાં આવશે
જે કર્મચારીઓનો ઓછામાં ઓછો ગ્રેડ પે 1800 રુપિયા (લેવલ-1 બેસિક પે સ્કેલ રેન્જ 18000 થી 56900 રુપિયા) [{ 18000 ના 4 ટકા X 6] ના હિસાબે ભથ્થું મળી શકે.
7 મા પગાર પંચ હેઠળ મિનિમમ ગ્રેડ પર કેન્દ્રીય કર્મચારીઓને જુલાઈથી ડિસેમ્બર 2020 સુધી ડીએ એરિયર 3240 રુપિયા મળશે.
મોંઘવારી ભથ્થું પણ ઉમેરાશે
જે કર્મચારીઓનો ઓછામાં ઓછો પગાર 18000 રુપિયા છે તેમને ડીએ એરિયર તરીકે 11,880 રુપિયા મળશે. તેમાં 15 ટકા મોંઘવારી ભથ્થું પણ ઉમેરાવાની શક્યતા છે. જો આવું થયું તો કર્મચારીઓના પગારમાં દર મહિને 2700 રુપિયાનો વધારો આવી જશે.
18 મહિના બાદ મળશે મોંઘવારી ભથ્થું
ઉલ્લેખનીય છે કે 2020 માં દેશમાં કોરોનાની પહેલ લહેર શરુ થતા કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ રોકી દેવાયું હતું. જાન્યુઆરી 2020 માં ડીએમાં 4 ટકાનો વધારો કરાયો હતો. ત્યાર બાદ બીજા છમાસિક સમય એટલે કે જુન 2020 માં 3 ટકાનો વધારો કરાયો હતો. હવે જાન્યુઆરી 2021 માં ડીએ 4 ટકા વધ્યું છે. અર્થાત બધુ મળીને ડીએ 28 ટકા પર પહોંચ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.