બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Central government in action on Deepfake: A new law will be introduced soon

BIG BREAKING / Deepfakeને લઇ કેન્દ્ર સરકાર એક્શનમાં: ટૂંક સમયમાં લવાશે નવો કાયદો, કહ્યું 'સમાજ માટે મોટો ખતરો'

Priyakant

Last Updated: 03:20 PM, 23 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ashwini Vaishnaw on DeepFake Latest News: અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર ડીપફેક (Deepfake) મુદ્દે સતર્ક છે અને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં નિયમનનો ડ્રાફ્ટ તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો

  • કેન્દ્રીય સંચાર અને માહિતી પ્રૌદ્યોગિક મંત્રીએ ડીપફેક મુદ્દે બેઠક યોજી 
  • ડીપફેક (Deepfake) મુદ્દે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના પ્રતિનિધિઓ સાથે બેઠક 
  • તમામ પ્લેટફોર્મના પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં નિયમનનો ડ્રાફ્ટ તૈયાર કરવાનો નિર્ણય

Ashwini Vaishnaw on Deepfake : કેન્દ્રીય સંચાર અને માહિતી પ્રૌદ્યોગિક મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે એટલે કે ગુરુવારે ડીપફેક (Deepfake) મુદ્દે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના પ્રતિનિધિઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. IT પ્રધાન અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર ડીપફેક (Deepfake) મુદ્દે સતર્ક છે અને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં નિયમનનો ડ્રાફ્ટ તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

તાજેતરમાં જ ઘણા બોલિવૂડ કલાકારોને નિશાન બનાવતા ઘણા ડીપફેક (Deepfake) વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સર્ક્યુલેટ થયા હતા. આ અંગે અનેક લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. આનાથી નકલી સામગ્રી બનાવવા માટે ટેક્નોલોજી અને સાધનોના દુરુપયોગને લગતા ઘણા પ્રશ્નો પણ ઉભા થયા છે.

શું કહ્યું IT મંત્રીએ ? 
કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ડીપફેક (Deepfake) સમાજમાં એક મોટા ખતરા તરીકે ઉભરી આવ્યા છે. ખોટો ઓડિયો કે વિડિયો બનાવવામાં આવે છે, જેનાથી સમાજને નુકસાન થઈ રહ્યું છે. આની સામે વહેલી તકે પગલાં લેવાની જરૂર છે. આજે કેન્દ્ર સરકારે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે લાંબી બેઠક કરી હતી. કેન્દ્ર સરકાર સાથેની બેઠકમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે તેમના આંતરરાષ્ટ્રીય અનુભવો શેર કર્યા અને આ જોખમને સ્વીકાર્યું.

કેન્દ્રીય મંત્રી અશ્વની વૈષ્ણવે કહ્યું કે, રેગ્યુલેશન ડ્રાફ્ટ થોડા અઠવાડિયામાં તૈયાર થઈ જશે. આજની બેઠકમાં તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. AI ક્ષેત્રમાં કામ કરતી કંપનીઓના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. આગામી બેઠક ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાશે. ત્યાં સુધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે સરકારને કહ્યું છે કે, તેઓ તેમના સ્તરે જે પણ પગલાં લઈ શકે છે તે લેશે.

અશ્વિની વૈષ્ણવે કહ્યું કે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથેની બેઠકમાં આના પર એક નિયમ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તેને આ 4 પગલાંથી રોકી શકાય છે.

  • 1. કેવી રીતે જાણવું કે તે ડીપફેક છે?
  • 2. તેને કેવી રીતે રોકવું?
  • 3. રિપોર્ટિંગ મિકેનિઝમને કેવી રીતે મજબૂત બનાવવું?
  • 4. આ અંગે જાગૃતિ વધારવા વિશે વાત કરવી.

નોંધનિય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ચેતવણી આપી હતી કે, AI સાથે બનેલા ડીપફેક (Deepfake) મોટું સંકટ પેદા કરી શકે છે. સમાજમાં અસંતોષ પેદા કરી શકે છે. તેમણે મીડિયાને પણ તેના દુરુપયોગ વિશે જાગૃતિ લાવવા અને લોકોને શિક્ષિત કરવા વિનંતી કરી. વૈષ્ણવે ચેતવણી આપી હતી કે, જો પ્લેટફોર્મ ડીપફેક (Deepfake) દૂર કરવા માટે પર્યાપ્ત પગલાં નહીં ભરે, તો તેમને IT એક્ટ હેઠળ હાલમાં મળેલી 'સેફ હાર્બર ઇમ્યુનિટી (સુરક્ષિત હાર્બર પ્રતિરક્ષા) આપવામાં આવશે નહીં.

સરકારે પાઠવી છે કંપનીઓને નોટિસ પાઠવી
મહત્વનું છે કે, સરકારે તાજેતરમાં આ મુદ્દે કંપનીઓને નોટિસ પાઠવી હતી. મંત્રીએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, કંપનીઓએ આવી સામગ્રી સાથે વ્યવહાર કરવા માટે વધુ આક્રમક પગલાં લેવા પડશે. વૈષ્ણવે ગયા સપ્તાહના અંતે પત્રકારો સાથે વાત કરતાં એમ પણ કહ્યું હતું કે, આ મુદ્દે તમામ ફોરમના પ્રતિનિધિઓ સાથે બેઠક બોલાવવામાં આવશે. મેટા અને ગૂગલ જેવા મોટા પ્લેટફોર્મને મીટીંગમાં આમંત્રિત કરવાના પ્રશ્ન પર મંત્રીએ હકારાત્મક જવાબ આપ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ