બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Center and Maharashtra government face to face on Corona Guidelines, Uddhav government is not ready to change guidelines

રાજનીતિ / મહામારીમાં પણ મારું-તારું! મોદી સરકારના આદેશો માનવા તૈયાર નથી ઠાકરે સરકાર, વિવાદના વકરવાના એંધાણ

ParthB

Last Updated: 11:29 AM, 2 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકાર અને મહારાષ્ટ્ર સરકાર કોરોનાના નિયમોને લઈને આમને સામને આવી ગઈ છે. મહારાષ્ટ્રના સચિવ દેબાશીષે જણાવ્યું કે, મહારાષ્ટ્ર પોતાની ગાઈડલાઈન્સમાં બદલાવ નહીં કરે.

  • કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર કોરોનાના નિયમોને લઈને આમને સામને  
  • કેન્દ્રે મહારાષ્ટ્ર સરકારને SOP મુજબ આદેશ જાહેર કરવા કહ્યું
  • સમાન રૂપે લાગુ કરવામાં આવે દિશા નિર્દેશો 

 કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર કોરોનાના નિયમોને લઈને આમને સામને  

મહારાષ્ટ્રના સચિવ દેબાશીષે જણાવ્યું કે, રાજ્ય પોતાની ગાઈડલાઈન્સમાં બદલાવ નહીં કરે. મહારાષ્ટ્રના અધિકારીયોનું માનવું છે કે, હજુ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા કેટલાક નિયમોમાં બદલાવ નહીં કરવામાં આવે. અને આગળ જો જરૂરત પડી તો આમાં બદલાવ કરવામાં આવી શકે છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને મહામારી એક્ટ હેઠળ રાજ્ય સરકાર પાસે સત્તા છે કે, કોરોના વાયરસને ફેલાતા રોકવા માટે સરકાર વધુ આકરા નિયમો લાગુ કરી શકે  છે. મહારાષ્ટ્રના મુખ્ય સચિવ દેબાશિષે કહ્યું કે તેથી રાજ્યએ આંતરરાષ્ટ્રીય મુસાફરોને લગતી તેની માર્ગદર્શિકામાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર દ્વારા એડવાઈઝરી જારી કરવામાં આવી છે. આના પર કોઈ જવાબદારી નથી.

મહારાષ્ટ્ર સરકારને SOP મુજબ આદેશ જાહેર કરવા કહ્યું

અગાઉ, કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોન અંગેની ચિંતાઓને ધ્યાનમાં રાખીને, કેન્દ્રએ બુધવારે રાજ્ય સરકારને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના ક્વોરન્ટી અંગે રાજ્ય સરકારની સુધારેલી માર્ગદર્શિકાને અનુસરીને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલ SOP મુજબ આદેશો જારી કરવા જણાવ્યું હતું. રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા મંગળવારે રાત્રે જારી કરાયેલ માર્ગદર્શિકા હેઠળ, રાજ્ય સરકારે સંવેદનશીલ દેશોમાંથી આવતા પ્રવાસીઓ માટે સાત દિવસ માટે સંસ્થાકીય ક્વોરેન્ટાઇન ફરજિયાત બનાવ્યું છે. તેવી જ રીતે, મુસાફરોએ આગમનના બીજા, ચોથા અને સાતમા દિવસે RT-PCR ટેસ્ટ કરાવવો પડશે. જો કોરોનાથી સંક્રમિત જણાશે તો મુસાફરને હોસ્પિટલમાં મોકલવામાં આવશે. જો પેસેન્જર નેગેટિવ મળી આવે તો પણ તેણે સાત દિવસ હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે.
 
સમાન રૂપે લાગુ કરવામાં આવે દિશા નિર્દેશો 

બીજી બાજુ, કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેસ ભૂષણે કહ્યું છે કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલ આદેશ કોરોના એસઓપી અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા વિદેશી પ્રવાસીઓ માટે જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર નથી.રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ પ્રદીપ કુમાર વ્યાસને લખેલા પત્રમાં તેમણે જણાવ્યું હતું કે હું તમને ભારત સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ આદેશો પસાર કરવા વિનંતી કરું છું જેથી કરીને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની માર્ગદર્શિકા સમગ્ર રાજ્યોમાં એકસરખી રીતે લાગુ કરી શકાય છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ