બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / રાજકોટ / Case of honey trap: BJP leader in Rajkot trapped in honey trap

રાજકારણમાં ગરમાવો / કિસ્સો હની ટ્રેપનો: રાજકોટમાં ભાજપ નેતા હનીટ્રેપમાં ફસાયા.? પર્સનલ ફોટા સાથેની અશ્લીલ ચેટ થઈ લિક, મચ્યો હડકંપ

Malay

Last Updated: 12:31 PM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot Viral Video News: રાજકોટ જિલ્લા ભાજપના નેતા બાબુ નસીતની અશ્લીલ ફેસબુક ચેટનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

  • ભાજપના નેતાની ચેટિંગનો વીડિયો વાયરલ 
  • સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
  • બાબુ નસીતના નામે વીડિયો અને ચેટ વાયરલ 
  • મહિલા સાથે ચેટિંગ અને વીડિયો કૉલનો વીડિયો 

Rajkot Viral Video News:  ગુજરાત રાજ્યમાં હનીટ્રેપનો શિકાર બનતા વ્યક્તિના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. વોટ્સએપ કે ફેસબુક મેસેન્જરથી લલનાઓ દ્વારા વીડિયો કોલ કરીને શારીરિક અડપલા કરીને કોલ રેકોર્ડિંગ કરી સામેવાળા વ્યક્તિને બ્લેકમેલ કરી રૂપિયાની માંગણી કરવામાં આવે છે. ત્યારે હવે ભાજપ નેતા પણ હનીટ્રેપનો શિકાર બન્યા છે. રાજકોટ જિલ્લા ભાજપના નેતા બાબુ નસીતની અશ્લીલ ફેસબુક ચેટનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. 

વીડિયો વાયરલ થતાં ખળભળાટ 
ભાજપ નેતા બાબુ નસીતનો મહિલા સાથેની અશ્લીલ ચેટિંગ અને વીડિયો કોલમાં વાત કરતો વીડિયો વાયરલ થયા બાદ ખળભળાટ મચી ગયો છે. ભાજપ નેતા મહિલા સાથે ખૂબ જ અશ્લીલ વાતો કરી રહ્યા છે, જે અહીંયા લખી શકાય તેમ નથી. રાજકોટમાં આ મામલો ટોક ઓફ ધ ટાઉન બનતા તેમણે આ મામલે ખુલાસો કર્યો છે. તેઓએ જણાવ્યું કે, ચેટિંગનો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપીને મારી પાસે રૂપિયાની માંગ કરવામાં આવી હતી. 


 
ચેટ જાહેર કરીશ તેવી ધમકી આપી હતીઃ બાબુ નસીત
અશ્લીલ ચેટ વીડિયો અંગે ભાજપ નેતા બાબુ નસીતે જણાવ્યું કે, 'મને ફેસબુક ફ્રેન્ડમાંથી મેસેજ આવ્યો હતો. જે બાદ મને ચેટ જાહેર કરી દઈશ તેવી ધમકી પણ આપવામાં આવી હતી. ફેસબુક ચેટ વાયરલ કરવાની ધમકી આપીને મારી પાસે રૂ.25 હજારની માંગ કરવામાં આવી હતી. જેથી મેં આ મામલે સાયબર ક્રાઈમમાં લેખિતમાં અરજી કરી હતી.'

સાયબર ક્રાઈમમાં કરી હતી લેખિત અરજી
27 માર્ચ 2021માં બાબુ નસીત દ્વારા રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસમાં કરવામાં આવેલી અરજીમાં લખવામાં આવ્યું છે કે, આજે સવારમાં મનીષા શર્માના એકાઉન્ટમાંથી વારંવાર વીડિયો કોલ આવવાથી મેં વીડિયો કોલ એક્સેપ્ટ કર્યા બાદ તેને મારા ફોટામાં એડિટિંગ કરી મને બ્લેકમેલ કરી ફોટા અપલોડ કરી પૈસાની માંગ કરેલ છે. જેના માટે મને બેંકના ખાતામાં પૈસા નાખવાની ધમકી આપે છે. મને મોબાઈલ નંબર-9783161943/859609650માંથી ધમકી આપે છે. તો આ તમામ સામે કાર્યવાહી કરવા વિનંતી. 

 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ