બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરામાં ચાલકને હાર્ટ એટેક આવતાં કાર બે બાઈક સાથે અથડાઈ, ડ્રાઈવરનું મોત, વાહનોને ઘણું નુકશાન
Last Updated: 04:24 PM, 22 January 2026
વડોદરા શહેરના કોઠી ચાર રસ્તા નજીક પોલીસ હેડ ક્વાર્ટર પાસે આજે સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ચાલુ કારે ચાલકને અચાનક હ્રદયરોગનો હુમલો આવતા સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના પરિણામે કાર બે બાઈક સાથે અથડાઈ હતી.
ADVERTISEMENT

હાર્ટ એટેક આવતા કાબે બે બાઈકને અડફેટે લીધા
ADVERTISEMENT
અકસ્માત સર્જનાર કાર ચાલક 62 વર્ષીય હિતેશભાઈ ઠક્કરનું સારવાર પહેલા જ મોત નિપજ્યું હતું. તેઓ મકરપુરા જાનકીપાર્ક સોસાયટીના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. હિતેશભાઈ કાર ચલાવી રહ્યા હતા ત્યારે અચાનક હાર્ટ એટેક આવતા સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જે બાદ કારે બે ટુ-વ્હીલરને અડફેટે લીધા હતા.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગુજરાતમાં ક્યાં થશે 77માં પ્રજાસત્તાક દિવસની સત્તાવાર ઉજવણી, આ સ્થળનું નામ થયું જાહેર
ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા
ADVERTISEMENT
આ અકસ્માતમાં કાર અને બે બાઈકને ભારે નુકસાન પહોંચ્યું છે. જ્યારે બાઈક પર સવાર કરશનભાઈ રાઠવા અને પ્રતીક રાઠવા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. બંનેને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલુ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.