બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / ગુજરાતમાં ક્યાં થશે 77માં પ્રજાસત્તાક દિવસની સત્તાવાર ઉજવણી, આ સ્થળનું નામ થયું જાહેર
Last Updated: 04:07 PM, 22 January 2026
વાવ-થરાદ જિલ્લામાં 77મા પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણીને લઈને તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 26મી જાન્યુઆરીના ઐતિહાસિક અવસરે સમગ્ર થરાદ શહેરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું છે. જેથી ઉત્સવમય માહોલ સર્જાયો છે. આ વર્ષે પ્રજાસત્તાક દિવસની મુખ્ય ઉજવણી થરાદ ખાતે યોજાશે, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને પરેડની સલામી સ્વીકારશે. રાજ્યકક્ષાની ઉજવણીને કારણે થરાદ જિલ્લાકક્ષાએ વિશેષ મહત્વ ધરાવે છે.
ADVERTISEMENT
25 વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
પ્રજાસત્તાક દિવસની ઉજવણી બાદ મુખ્યમંત્રી થરાદ તથા આસપાસના વિસ્તારોમાં વિકાસના અનેક મહત્વપૂર્ણ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અંદાજે 207 કરોડ રૂપિયાથી વધુના 25 વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેનાથી વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સેવા સુવિધાઓ અને રોજગારીની નવી તકો ઊભી થશે.
ADVERTISEMENT

મુખ્યમંત્રીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવશે
ADVERTISEMENT
આ ઉપરાંત મલુપુર ખાતે જિલ્લા સેવા સદન તેમજ દુધવા ખાતે GIDCના મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું ભૂમિપૂજન પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે. આ પ્રોજેક્ટોથી વાવ-થરાદ જિલ્લાના ઔદ્યોગિક અને વહીવટી વિકાસને નવી દિશા મળશે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ 'મારી સાથે વાત કેમ નથી કરતી' અમદાવાદમાં યુવાને પરણિતાને ઝીંક્યા છરીના ઘા, બેકરીમાં બની ઘટના
વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરાયું
ADVERTISEMENT
રાજ્યકક્ષાની આ ભવ્ય ઉજવણીને લઈને સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ અને સ્વયંસેવકો દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાપન માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર જિલ્લામાં પ્રજાસત્તાક દિવસને લઈને ઉત્સાહ અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.