બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'મારી સાથે વાત કેમ નથી કરતી' અમદાવાદમાં યુવાને પરણિતાને ઝીંક્યા છરીના ઘા, બેકરીમાં બની ઘટના

ગુનો / 'મારી સાથે વાત કેમ નથી કરતી' અમદાવાદમાં યુવાને પરણિતાને ઝીંક્યા છરીના ઘા, બેકરીમાં બની ઘટના

Priyankka Triveddi

Last Updated: 02:31 PM, 22 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદ શહેરમાં એક તરફ પ્રેમમાં પ્રેમીએ પ્રેમિકા પર હુમલો કરવાની ઘટના સામે આવી છે.

Ahmedabad Baherampura News: ઘણીવાર એક તરફ પ્રેમમાં માણસ એટલી હદે જનૂની બની જાય છે કે તે કશું પણ કરી બેસે છે. આવી જ એક ઘટના અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં બની છે. જ્યાં એક તરફી પ્રેમમાં પ્રેમીએ તેની પ્રેમિકા પર ભર બજારમાં ચાકુ વડે ઘા મારીને હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે હાલ તે મહિલા અને તેના પરિવારજનોએ આ યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ આ યુવતી બેહરામપુરા વિસ્તારમાં રહે છે. બહેરામપુરામાં રસુલ કડીયાની ચાલીમાં રહેતી આ યુવતીએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં રહીમ ઉર્ફે નોમાન લતીફ શેખ સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવક પણ બહેરામપુરામાં જ રહે છે. વાત જાણે એમ છે કે આ મહિલાને લગ્ન શહેબાઝ નામના વ્યક્તિ સાથે થયા હતા જે બાદમાં બંને વચ્ચે મેનમેળ નહીં હોવાથી બંને અલગ પણ થઈ ગયા હતા. આ પછી તે મહિલાએ ફરી લગ્ન કર્યા હતા અને હાલ તે તેના પતિ સાથે સરખેજ વિસ્તારમાં રહે છે. અને તે સરખેજથી બહેરામપુરા તેના પિયર આવી હતી. આ રહીમ નામનો યુવક આ પરિણીતાના ઘર પાસે જ રહે છે અને તેને પસંદ કરે છે. ગઇકાલે સાંજે જ્યારે આ મહિલા બેકરીમાં ગઈ હતી ત્યારે રહિમે તેને આંતરી હતી. આ મહિલા રહીમને ભાવ નહીં આપતી હોવાથી રહિમે તેના પર ચાકુ વડે હુમલો કર્યો હતો. રહીમે આ પરિણીતા તેની સાથે વાત કરતી નહિ હોવાથી તું મારી સાથે કેમ વાત નથી કરતી એમ કહીને છરીના ઘા માર્યા હતા. જેના પગલે પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે. જોકે આ યુવકે આ પહેલા પણ આ મહિલાના પરિવારજનો પર તલવાર વડે હુમલો કર્યો હતો અને જેનો કેસ હજુ પણ કોર્ટમાં ચાલુ છે.

આ પણ વાંચો: ભરૂચમાં પોલીસ ભરતીની શારીરિક પરીક્ષામાં યુવકનું મોત, દોડતી વખતે કચ્છના રવિરાજ જાડેજાએ દમ તોડ્યો

vtv app promotion

વધુ વિગતોમાં આ મહિલા 6 મહિના પહેલા જ્યારે તેની નાનીના ઘરે ગઈ હતી ત્યારે તેની રહીમ સાથે મુલાકાત થઈ હતી. અને રહીમ ત્યારથી તેની પાછળ પડ્યો હતો. રહીમે આ યુવતી સાથે વાત કરવા ત્યારે પઆન સંપર્ક કર્યો હતો પણ યુવતીએ ના પડી દીધી હતી. ગઇકાલે પણ મહિલા બહેરામપુરામાં તેની માસીના ઘરે જઈ રહી હતી ત્યારે તે ખરીદી કરવા માટે એક બેકરીમાં ઊભી હતી અને રહીમનું ધ્યાન તેના પર પડતાં તે મહિલા પાસે આવ્યો હતો અને 'તું એકલી ક્યાં ફરે છે? મારી સાથે વાત કેમ નથી કરતી? ' એમ કહીને વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો. પણ આ પરિણીતાએ કોઈ જવાબ ના આપતા રહીમ ગુસ્સે ભરાયો હતો અને ઉશ્કેરાટમાં તેણે ચાકુ વડે યુવતી પર હુમલો કર્યો હતો. અને મહિલાના બનેં હાથે ઇજા પહોંચાડી હતી. હાલ આ મામલે પરિણીતાએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ પરિણીતાને હાથ ન અભાગે ગંભીર ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

One sided lover Crime News Ahmedabad News
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ