બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / Politics / વિશ્વ / Canadians are the only ones who don't want Justin Trudeau as PM

રાજનીતિ / કેનેડાના લોકો જ જસ્ટિન ટ્રુડોને PM બનાવવા નથી માંગતા, નવા પોલમાં વિપક્ષના નેતા રેસમાં નીકળ્યા આગળ

Priyakant

Last Updated: 01:59 PM, 22 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India-Canada News: આગામી સામાન્ય ચૂંટણીઓ પહેલા કેનેડિયન મીડિયા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ટ્રુડો PM પદની રેસમાં પાછળ હોય તેવું લાગી રહ્યું છે

  • ભારત સાથેના તણાવ વચ્ચે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો માટે ખરાબ સમાચાર
  • સામાન્ય ચૂંટણીઓ પહેલામીડિયા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ટ્રુડો PM પદની રેસમાં પાછળ
  • સર્વે અનુસાર કેનેડિયનો ચૂંટણીઓમાં PM પદ માટે ટ્રુડો કરતાં વિપક્ષી નેતાને માને છે વધુ લાયક

India-Canada News : ભારત સાથેના તણાવ વચ્ચે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો માટે ખરાબ સમાચાર આવ્યા છે. વાત જાણે એમ છે કે, આગામી સામાન્ય ચૂંટણીઓ પહેલા કેનેડિયન મીડિયા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ટ્રુડો PM પદની રેસમાં પાછળ હોય તેવું લાગી રહ્યું છે. આ સર્વે અનુસાર કેનેડિયનો આગામી ચૂંટણીઓમાં PM પદ માટે ટ્રુડો કરતાં વિપક્ષી નેતા પિયર પોઈલીવરેને વધુ લાયક માને છે. 

કેનેડામાં 2025માં સામાન્ય ચૂંટણી યોજાવાની છે. પરંતુ તે પહેલા આવેલો આ સર્વે ટ્રુડો અને તેમની લિબરલ પાર્ટી વચ્ચે તણાવ વધારનાર છે. કેનેડાના ગ્લોબલ ન્યૂઝ માટે IBSO દ્વારા હાથ ધરવામાં આવેલ સર્વે દર્શાવે છે કે, કેનેડિયનો વિપક્ષી નેતા પિયર પોઈલીવરેને PM માટે શ્રેષ્ઠ ઉમેદવાર તરીકે જુએ છે. સર્વેમાં 39% લોકોએ તેમને PM પદ માટે લાયક ગણ્યા. જ્યારે ટ્રુડોની તરફેણમાં માત્ર 30% મત પડ્યા હતા.

વિવાદ વચ્ચે થયો સર્વે અને..... 
મહત્વનું છે કે, આ સર્વે એવા સમયે થયો છે જ્યારે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી ગયો છે. જસ્ટિન ટ્રુડોએ હરદીપ સિંહ નિજ્જરને કેનેડાના નાગરિક ગણાવતા તેમની હત્યામાં ભારત સરકારના એજન્ટો સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ ભારતે આ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. ભારતે જસ્ટિન ટ્રુડોના આરોપોને પક્ષપાતી અને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા હતા. 

ટ્રુડોનો રાજકીય ખેલ નિષ્ફળ 
એવું માનવામાં આવે છે કે, ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યાના ભારતના આરોપનો રાજકીય સાધન તરીકે ઉપયોગ કર્યો છે. ખરેખર ટ્રુડોને 2021ની ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતી મળી ન હતી. તેમની સરકારને ખાલિસ્તાની તરફી જગમીત સિંહ ધાલીવાલની આગેવાની હેઠળની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP) દ્વારા ટેકો મળ્યો હતો. ટ્રુડોની સરકાર એનડીપીની મદદથી ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ટ્રુડોએ જગમીત સિંહના દબાણમાં ભારત પર આવા આરોપ લગાવ્યા છે. પરંતુ ટ્રુડોનું રાજકીય સાધન નિષ્ફળ ગયું હોય તેમ લાગે છે. 

શું છે સમગ્ર મામલો ? 
વાત જાણે એમ છે કે, આ વર્ષે જૂન મહિનામાં સરે શહેરના ગુરુદ્વારા પાસે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની બે બાઇક સવારોએ હત્યા કરી હતી. આ હત્યાકાંડના ત્રણ મહિના પછી જસ્ટિન ટ્રુડોએ કેનેડાની સંસદમાં કહ્યું હતું કે, તે હત્યાકાંડમાં ભારતીય એજન્સીઓની સંડોવણી વિશેની માહિતી પ્રકાશમાં આવી રહી છે. એક રીતે તેમણે ભારત સરકારને ભીંસમાં મૂકી દીધી છે. એટલું જ નહીં કેનેડાની સંસદમાં એક ભારતીય રાજદ્વારીના નિવેદન બાદ તેને કેનેડા છોડવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો. કેનેડા સરકારના આ આદેશ બાદ ભારતીય વિદેશ મંત્રાલયે હરદીપ સિંહ નિજ્જર કેસમાં ભારતીય એજન્સીની સંડોવણીને પાયાવિહોણી ગણાવી છે. આટલું જ નહીં કેનેડાના રાજદૂતને બોલાવીને રાજદ્વારીને ભારત છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ