બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / લાઈફસ્ટાઈલ / NRI News / Canada or australia which country is best for hight educaiton
Dinesh
Last Updated: 05:35 PM, 23 February 2024
જ્યારે વિદેશમાં હાયર એજ્યુકેશનની વાત આવે છે, ત્યારે ભારતીય વિદ્યાર્થીઓની પહેલી પસંદ કેનેડા અને ઓસ્ટ્રેલિયા હોય છે. અહીંનું ક્વોલિટી એજ્યુકેશન અને વાઈબ્રન્ટ કલ્ચર ભારતીય યુવાનોને આકર્ષે છે. આ બંને દેશોમાં વર્લ્ડ ફેમસ યુનિવર્સિટીઝ છે, મલ્ટીકલ્ચર એક્સીપીરિયન્સની તકો છે, સાથે જ વિદેશથી આવતા વિદ્યાર્થીઓને મદદ કરવા માટેની પ્રોપર સિસ્ટમ પણ છે.
ADVERTISEMENT
પરંતુ દરેક સિક્કાની બે બાજુ હોય છે. એમ કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં જેમ વિદ્યાર્થીઓને મદદ કરવા માટે પોલિસી છે, તેમ તેના કેટલાક એવા મુદ્દાઓ પણ છે, જે તમારા માટે અયોગ્ય હોઈ શકે છે. જેમ કે, શક્ય છે કે તમને ત્યાંનું વાતાવરણ ન સ્યુટ થાય, શક્ય છે કે તમે કેનેડા જવા ઈચ્છો છો, પરંતુ ત્યાંની કોલેજ ફીઝ અને રહેવાનો ખર્ચો તમારા બજેટની બહાર જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ માટે સવાલ એ હોય છે કે કયા દેશમાં જવું?
ADVERTISEMENT
જો કેનેડાની વાત કરીએ તો આ દેશ વિદેશી વિદ્યાર્થીઓને આવકારે છે, અહીંના લોકો પણ વિદેશથી આવતા લોકોને મદદ કરે છે. કેનેડિયન યુનિવર્સિટીઝ ઈનોવેશન અને રિસર્ચ ક્ષેત્રે હંમેશા ગ્લોબલી ટોપમાં રહેતી હોય છે. આ યુનિવર્સિટીઝ જુદા જુદા ઉચ્ચ કોટિના કોર્સિસ, પર્સનલ ગ્રોથ આપે તેવા કોર્સિસ ઓફર કરે છે. વધુમાં કેનેડામાં તમને પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ મળે છે, જે અંતર્ગત વિદેશઈ વિદ્યાર્થીઓ નક્કી કરેલો વર્ક એક્સપીરિયન્સ લીધા બાદ પીઆર માટે અરજી કરી શકે છે.
બીજી તરફ ઓસ્ટ્રેલિયા હૂંફાળો પ્રદેશ છે, અહીં કુદરતી સોંદર્ય છે, અહીંની લાઈફસ્ટાઈલ પણ ઈઝી છે. ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઝ પણ રિસર્ચ અને એજ્યુકેશન સિસ્ટમ માટે વિશ્વભરમાં જાણીતી છે. ઓસ્ટ્રેલિયામાં પ્રેક્ટિકલ અભ્યાસને મહત્વ આપવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાના ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા પ્રોગ્રામ અંતર્ગત વિદેશી વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયામાં થોડો સમય રહીને કામ કરવાની પણ તક મળે છે. જો કે સરવાળે ઓસ્ટ્રેલિયાની પસંદગી કરવી કે કેનેડા જવું તે તમારો શું ગોલ છે, તમારે શું ભણવું છે, તમારી પાસે કેટલું ફંડ છે, તેના પર આધાર રાખે છે.
જો કે, તેમ છતાંય અમે આ આર્ટિકલમાં તમને બંને દેશ વિશે ડિટેઈલમાં માહિતી આપી રહ્યા છીએ, જે તમને નિર્ણય લેવામાં મદદ કરી શકે છે.
બંને દેશોમાં લાઈફસ્ટાઈલની ક્વોલિટી ઉત્તમ કક્ષાની છે. પરંતુ કેનેડા વધુ બજેટ ફ્રેન્ડલી છે. કેનેડામાં રહેવાનો એવરેજ ખર્ચો ઓસ્ટ્રેલિયાની સરખામણીએ 10થી 20 ટકા ઓછો છો. આ ખર્ચામાં તમારું ઘર અથવા પીજી, ટ્રાન્સપોર્ટેશન, ફૂડ બધાનો સમાવેશ થઈ જાય છે. કેનેડામાં માસિક ખર્ચો ભારતીય રૂપિયામાં 64 હજારતી 80 હજારની વચ્ચે થઈ શકે છે, જ્યારે ઓસ્ટ્રેલિયામાં માસિક ખર્ચો ભારતીય રૂપિયામાં 96,000 અથવા તેનાથી વધુ થતો હોય છે. કેનેડાની મોટા ભાગની યુનિવર્સિટીઝની ટ્યુશન ફી પણ ઓછી છે. ખાસ કરીને ગ્રેજ્યુએશનમાં વાર્ષિક ફી ભારતીય રૂપિયા મુજબ 8,80,000થી 12,80,000ની વચ્ચે થતી હોય છે, જ્યારે ઓસ્ટ્રેલિયામાં ટ્યુશન ફીઝ ભારતીય રૂપિયામાં વાર્ષિક 16 લાખથી 24 લાખ જેટલી થતી હોય છે. પરંતુ ઓસ્ટ્રેલિયા ભારતીય વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ અને અન્ય ફાઈનાન્શિયલ હેલ્પ આપે છે, જેને કારણે તમને મદદ મળી શકે છે.
કેનેડામાં જ્યારે તમે અભ્યાસ કરી રહ્યા છો, ત્યારે અને અભ્યાસ પૂરો થયા બાદ પણ ઉત્તમ તકો છે. કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ કોલેજ ચાલુ હોય ત્યારે દર અઠવાડિયે 20 કલાક સુધી અને વેકેશનમાં ફૂલ ટાઈમ કામ કરી શકે છે. કેનેડાની પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ ગ્રેજ્યુએટ્સને ત્રણ વર્ષ સુધી કેનેડામાં કામ કરવાની પરવાનગી પણ આપે છે. જેને કારણે તમને પીઆર મળવાની તક વધી જાય ચે. ઓસ્ટ્રેલિયામાં પણ કામ કરવાની તક મળે છે, પરંતુ ત્યાં એક વીકમાં કેટલાક કલાક કામ કરવું તેની મર્યાદા થોડી કડક હોઈ શકે છે. સાથે જ ઓસ્ટ્રેલિયામાં પોસ્ટ સ્ટડી વર્ક વિઝા માત્ર 2 વર્ષ સુધી જ મળે છે.
ઓસ્ટ્રેલિયાનું વાતાવરણ હૂંફાળુ અને સનલાઈટ વાળું છે, જેને કુદરતી જગ્યાઓ ગમે છે, તેમને અહી મજા પડી શકે છે. અહીં બીચથી લઈને મોન્સૂન ફોરેસ્ટ અને પહાડોથી લઈને રણ સુધીની વિવિધતા છે. જ્યારે કેનેડામાં ઠંડી ઘણી વધારે છે. એટલે તમારે તમારા આરોગ્ય અને શરીરની ક્ષમતાને પણ દેશ સિલેક્ટ કરતા પહેલા ધ્યાનમાં લેવી જોઈએ.
કેનેડા અને ઓસ્ટ્રેલિયા બંને દેશોમાં માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીઝ છે, જે બેસ્ટ એજ્યુકેશન પ્રોવાઈડ કરવાનો દાવો કરે છે. પરંતુ તમારે કયો કોર્સ અને કઈ યુનિવર્સિટી પસંદ કરવી, તે તમારા ભવિષ્યના ગોલ, તમારે શું ભણવું છે, શેમાં કરિયર બનાવવી છે, તેના આધારે નક્કી કરવું જરૂરી છે. સુરક્ષાની વાત કરીએ તો બને દેશમાં વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકો સેફ છે. જો કે, ક્યારેક ક્યારેક ચિંતાજનક ઘટનાઓ બનતી રહે છે, પરંતુ તે કેટલાક વિસ્તારો પૂરતી મર્યાદિત હોય છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.