બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Chartered accountants from UK and Canada can get permission to practice in India if CAs from India are also allowed to practice there
Last Updated: 04:30 PM, 22 February 2024
યુકે અને કેનેડાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CAs) ભારતમાં પ્રેક્ટિસ કરવાની પરવાનગી મેળવી શકે છે, શરત એટલી જ કે ભારતના CA ને પણ આ દેશોમાં પ્રેક્ટિસ કરવાની મંજૂરી મળે..ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયા (ICAI)નો આ પ્રસ્તાવ સરકારને મોકલવામાં આવ્યો છે. આ બંને દેશો માટે મંજૂરી મળ્યા બાદ આ પ્રસ્તાવ ઓસ્ટ્રેલિયાને પણ મોકલવામાં આવશે.
ADVERTISEMENT
કેનેડા અને યૂકે બાદ ઓસ્ટ્રેલિયાને આ ક્રમમાં લવાશે
બુધવારે, ICAIના નવા પ્રમુખ રણજીત કુમાર અગ્રવાલે જણાવ્યું હતું કે આ દરખાસ્તને માત્ર પારસ્પરિક ધોરણે લાગુ કરવા માટે ચર્ચા કરવામાં આવી છે એટલે કે સામે ભારતના CA ને પણ UK અને કેનેડામાં પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપવામાં આવે. આ પ્રસ્તાવ બંને દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ (FTA) હેઠળ કરવામાં આવ્યો છે. અગ્રવાલે કહ્યું કે આ બે દેશો પછી ત્રીજા દેશ ઓસ્ટ્રેલિયાને પણ આ આ ક્રમમાં લાવવાનો પ્રયાસ થશે. આ પ્રથમ વખત બનશે જ્યારે અન્ય દેશોના CA ભારતમાં પ્રેક્ટિસ કરી શકશે.
ADVERTISEMENT
CA કોર્સને લઇ વિદ્યાર્થીઓમાં રૂચિ વધી છે
ભારતમાં 4 લાખ CA છે અને તેમાંથી 40 હજાર CA અન્ય દેશોમાં કામ કરી રહ્યા છે. ICAI ના 1.29 વિદ્યાર્થીઓ હાલમાં વિવિધ તબક્કાના કાર્યક્રમોમાં નોંધાયેલા છે. ગયા વર્ષે શરૂ કરાયેલા નવા અભ્યાસક્રમ સાથે, ફાઉન્ડેશન કોર્સ માટે 49028 વિદ્યાર્થીઓ, ઇન્ટરમીડિયેટ કોર્સ માટે 58907 અને સીએ ફાઇનલ માટે 21185 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. છેલ્લા એક વર્ષથી નોંધણીમાં વધારો થયો છે. ICAI પ્રમુખે કહ્યું કે અમે નવા અભ્યાસક્રમમાં નૈતિકતા અને ટેક્નોલોજીનો મુખ્ય વિષય તરીકે સમાવેશ કર્યો છે, અમારો અભ્યાસક્રમ વૈશ્વિક છે. જેના કારણે સીએ કોર્સની માંગ પણ વધી રહી છે. દર વર્ષે લગભગ 22 હજાર CA લાયક બની રહ્યા છે. સંસ્થાએ જણાવ્યું હતું કે તે તેના 4 લાખ CA સભ્યો સાથે સ્ટુડન્ટ મેન્ટરશિપ પ્રોગ્રામ ચલાવી રહી છે. અગ્રવાલે કહ્યું કે, દરેક CA એક CA વિદ્યાર્થીને માર્ગદર્શન આપશે જેથી અમે 4 લાખ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી શકીએ. અમે પોર્ટલ પરના તમામ સભ્યો પાસેથી આ વિશે માહિતી લઈશું.
ADVERTISEMENT
હાલ 4 લાખ CA છે
2047 માટે સંસ્થાના વિઝન પર રણજીત કુમાર અગ્રવાલે કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા હાલમાં 4 ટ્રિલિયન ડૉલરની છે અને અમારી પાસે 4 લાખ CA છે, 2047 સુધીમાં તે લગભગ 35 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બની શકે છે, જેને સંભાળવા માટે અમને 30 લાખ CAની જરૂર છે. જરૂર પડશે. આ હાંસલ કરવા માટે, અમે રોડમેપ બનાવવા પર કામ કરી રહ્યા છીએ.
ADVERTISEMENT
ગત CA ક્વોલિફાય કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા અને પેકેજ
ADVERTISEMENT
ગત વર્ષે ICAIના 22 હજાર વિદ્યાર્થીઓએ CA ક્વોલિફાય કર્યું હતું. પ્લેસમેન્ટ સેલ ડ્રાઇવમાં 138 કંપનીઓએ ભાગ લીધો હતો. અગ્રવાલે જણાવ્યું કે 9 હજારથી વધુ વિદ્યાર્થીઓએ પ્લેસમેન્ટ લીધું, બાકીના વિદ્યાર્થીઓએ પ્રેક્ટિસ, ઓડિટીંગ, એડવાઇઝરી અને વિદેશ જવાનો વિકલ્પ લીધો. સરેરાશ પેકેજ વાર્ષિક રૂ. 12.5 લાખ હતું. ટોચનું આંતરરાષ્ટ્રીય પેકેજ રૂ. 41 લાખ અને સ્થાનિક પેકેજ રૂ. 24 લાખ હતું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.