બ્રેકિંગ ન્યુઝ
જો તમે પોતાના રિટાયરમેન્ટ બાદના જીવનને લઈને ચિંતિત છો. તો આ ખબર તમારા માટે છે. આજે અમે તમને રોકાણના એક એવા ગણિત વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં તમે ફક્ત 2 હજાર રૂપિયાની બચત કરીને રિટાયરમેન્ટના બાદ 1 કરોડ રૂપિયાથી વધારેનું ફંડ ભેગુ કરી શકો છો. જોકે તેના માટે તમારે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું રહેશે.
ADVERTISEMENT
.jpg)
મહત્વની વાત એ છે કે મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજાર જોખમો પર આધાર રાખે છે. તેમાં રોકાણ કરવામાં આવેલા તમારા પૈસા પર મળતું રિટર્ન બજાર પર નક્કી થાય છે. ઘણા નિષ્ણાંતોના અનુસાર મ્યુચ્યુઅલ ફંડ લોન્ગ ટર્મ રોકાણ માટે એક સારો વિકલ્પ છે. આ કડીમાં આવો સમજીએ રોકાણના એ ગણિતને જેની મદદથી તમે માત્ર 2 હજાર રૂપિયાની બચત કરીને 1.3 કરોડ રૂપિયાનું ફંડ ભેગુ કરી શકો છો.
ADVERTISEMENT
જાણો શું છે એસઆઈપીનું ગણિત
માની લો તમે 25 વર્ષની ઉંમરમાં કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં પોતાની એસઆઈપી બનાવી છે. એસઆઈપી બનાવ્યા બાદ તમને તેમાં દર મહિને 2 હજાર રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. 2 હજાર રૂપિયા મહિનાનું આ રોકાણ તમને 35 વર્ષ સુધી કરવાનું રહેશે.
.jpg)
ADVERTISEMENT
એવામાં તમારે એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે તમારા રોકાણ પર વાર્ષિક 12 ટકા અનુમાનિત રિટર્ન મળતુ રહે. એવામાં 35 વર્ષ બાદ મેચ્યોરિટીના સમયે તમારી પાસે લગભગ 1.3 કરોડ રૂપિયા હશે.
ADVERTISEMENT
મેચ્યોરિટીના સમયે મળતા આ પૈસાના ઉપયોગથી તમે પોતાના ભવિષ્યને આર્થિક રીતે સુરક્ષિત કરી શકો છો. તેના ઉપરાંત આ પૈસાની મદદથી તમે પોતાના ભવિષ્ય સાથે જોડાયેલી જરૂરી યોજનાઓને પણ પુરી કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.