બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 03:33 PM, 21 February 2024
ખાનગી સેક્ટરમાં કામ કરનાર લોકોમાં ટેક્સ સેવિંગને લઈને ઘણા પ્રકારના કન્ફ્યૂઝન હોય છે. મોટાભાગે લોકોને જ્યારે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં સેલેરીમાંથી ટેક્સ કટ થઈ જાય છે ત્યારે તે વિચારે છે કે ક્યાં રોકાણ કરીને ટેક્સ બચાવે. દરેક કર્મચારીને 80C હેઠળ ડોઢ લાખ રૂપિયા સુધીની છૂટ વિશે ખબર હશે પરંતુ તેનાથી વધારે કેવી રીતે બચાવી શકાય તેને લઈને સાચી જાણકારી નથી હોતી.
ADVERTISEMENT
ક્યાં રોકાણ કરવા પર સેક્શન 80C હેઠળ છૂટ મળે છે?
સેક્શન 80C હેઠળ વધારેમાં વધારે 1.5 લાખ રૂપિયા સુધીની જ છૂટ મળે છે. જીવન વીમા પ્રીમિયમ, ડિફર્ડ ઈન્યૂટી, PPFમાં યોગદાન, યુનિટ લિંક્ડ ઈન્શ્યોરન્સ પ્લાનના પ્રીમિયમની ચુકવણી, નોન-કમુટેબલ ડેફર્ડ એન્યુટીના સંબંધમાં ચુકવણી, નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં રોકાણ, બાળકોના એજ્યુકેશન ફીનું પેમેન્ટ, અપ્રૂવ્ડૂ, ડિબેંચર્સ, શેયર્સ, મ્યૂચ્યુઅલ ફંડ્સમાં રોકાણ, 5 વર્ષથી વધારે સમય માટે ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ, હોમ લોનના રિપેમેન્ટ અને સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટમાં રોકાણ 80Cના દાયરામાં આવે છે.
ADVERTISEMENT
એટલે કે તેમાંથી વધારે 1.5 લાખ રૂપિયા સુધી રોકાણ પર આવક વેરા છૂટ મેળી શકાય છે. પરંતુ તેના ઉપરાંત ક્યાં રોકાણ કરી તમે તરત અને તેનાથી વધારે ટેક્સ બચાવી શકો છો. તેના વિશે અમે તમને જણાવીએ. તમે નેશનલ પેન્શન સ્કીમ વિશે જરૂર સાંભળ્યું હશે આજે અમે તમને તેમાં રોકાણના ફાયદા જણાવીએ.
ટેક્સ બચાવવા માટે NPSમાં રોકાણ જરૂરી કેમ?
ટેક્સ બચાવવા માટે NPSમાં તમે વધારેમાં વધારે 50,000 રૂપિયા જમા કરાવી શકો છો. આવકવેરા કાયદાની 80CD(1B) કલમ હેઠળ તમે NPSમાં કરવામાં આવતી બચત પર 80 (C)ના હેઠળ વધારે લાભ ઉઠાવી શકો છો. એટલે કે તમે NPSમાં રોકાણ કરો છો તો પછી તેમાં 50 હજાર રૂપિયા સુધી રોકાણ અલગથી આવકવેરા છૂટના દાયરામાં કરી શકશો. આ રીતે તમે 80Cને મિલાવીને કુલ 2 લાખ રૂપિયા સુધી રોકાણ પર ટેક્સ છૂટનો ફાયદો ઉઠાવી શકો છો.
શું પ્રાઈવેટ જોબ વાળા પણ NPSમાં રોકાણ કરી ટેક્સ બચાવી શકે?
હા, તમે તરત NPS ખાતુ ખોલાવીને તમારી સેલેરી કટ થવાથી બચાવી શકો છો. આટલું જ નહીં ટેક્સ ઉપરાંત પણ એનપીએસ એક શાનદાર રિટાયરમેન્ટ સ્કીમ છે. નેશનલ પેન્શન સ્કીમની શરૂઆત જાન્યુઆરી 2004માં કરવામાં આવી હતી. પહેલા આ યોજનામાં ફક્ત સરકારી કર્મચારી રોકાણ કરી શકતા હતા. પરંતુ વર્ષ 2009માં તેને બધી કેટેગરીના લોકો માટે ખોલી દેવામાં આવ્યું. એટલે કે દરેક લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે. હવે મોટાપાયે પ્રાઈવેટ જોબ કરનાર પણ આ યોજના સાથે જોડાઈ રહ્યા છે.
NPSમાં કેટલું અને કેવી રીતે રોકાણ કરી શકાય?
આવકના હિસાબથી તમે NPS ખાતામાં મંથલી કે પછી વાર્ષિક પૈસા જમા કરાવી શકો છો. તમે NPSમાં 1000 રૂપિયા મહિનાના હિસાબથી રોકાણ કરવાની શરૂઆત કરી શકો છો. જેને તમે 65 વર્ષની ઉંમર સુધી ચલાવી શકો છો. NPS રોકાણ પર 40 ટકા એન્યુટી ખરીદવી જરૂરી છે જ્યારે 60 ટકા રકમ 60 વર્ષ બાદ ભેગી ઉપાડી શકાય છે.
એક ઉદાહરણથી સમજો ફાયદા
ઉદાહરણ તરીકે જો તમારી ઉંમર 30 વર્ષ છે અને તમે NPS એકાઉન્ટમાં દર મહિને 5000 રૂપિયા રોકાણ કરી શકો છો. જો રોકાણ 30 વર્ષ સુધી ચાલું રાખો છો એટલે કે 60 વર્ષની ઉંમર સુધી. તે રોકાણ પર 10% રિટર્નની સાથે 60 વર્ષની ઉંમરમાં તમારા એકાઉન્ટમાં 1.12 કરોડ રૂપિયા થઈ જશે.
વધુ વાંચો: વધુ વ્યાજ છતાં કેમ પર્સનલ લોન લઈ રહ્યા છે લોકો? જાણો ત્રણ ખાસિયત
નિયમ અનુસાર ઉંમર 60 વર્ષ થતા જ તમને 45 લાખ રૂપિયા મળી જશે. તેના ઉપરાંત દર મહિને 45,000 રૂપિયા પેન્શન મળશે. જ્યારે રોકાણ 30 વર્ષમાં કુલ 18 લાખ રૂપિયાનું જ કરવું પડળે. તેમાં 10 ટકા વાર્ષિક રિટર્નનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વ્યાજ દર ઉમર નીચે થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.